પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ આતંકી હુમલાની કરી નિંદા, કહ્યું- આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત પેરિસની સાથે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ, 'હું આજે નીસમાં ચર્ચની અંદર થયેલા ઘાતકી હુમલા સહિત ફ્રાન્સમાં હાલમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરુ છું. પીડિતાના પરિવારજનો અને ફ્રાન્સના લોકોની સાથે અમારી સંવેદના. આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે.'

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ આતંકી હુમલાની કરી નિંદા, કહ્યું- આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત પેરિસની સાથે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના નીસ શહેરમાં થયેલા આતંકી હુમલા સહિત હાલની ઘટનાઓની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે. ફ્રાન્સના નીસ શહેરમાં ગુરૂવારે એક ચર્ચમાં થયેલા હુમલામાં મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. હુમલાખોરોએ ચાકુથી એક મહિલાનું માથુ કાપી નાખ્યું અને 2 અન્ય લોકોની બર્બરતાથી હત્યા કરી હતી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ, 'હું આજે નીસમાં ચર્ચની અંદર થયેલા ઘાતકી હુમલા સહિત ફ્રાન્સમાં હાલમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરુ છું. પીડિતાના પરિવારજનો અને ફ્રાન્સના લોકોની સાથે અમારી સંવેદના. આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે.'

— Narendra Modi (@narendramodi) October 29, 2020

થોડા દિવસ પહેલા એક ટીચરની ગળુ કાપીને હત્યા બાદ ફ્રાન્સ ઇસ્લામી કટ્ટરપંથીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. તેના વિરુદ્ધ મુસ્લિમ દેશોમાં ફ્રાન્સ પ્રત્યે નારાજગીનો માહોલ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોં પર ઘણા મુસ્લિમ દેશો તરફથી આક્રમક શાબ્દિક હુમલા થઈ રહ્યાં છે. તેને લઈને ભારત ફ્રાન્સના રાષ્ટ્રપતિનું સમર્થન કરી ચુક્યુ છે. વિદેશ મંત્રાલયે મૈક્રોં ઉપર થઈ રહેલા હુમલાની નિંદા કરતા કહ્યુ કે, આતંક વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે. 

નીસના ચર્ચની અંદર થયેલો આતંકી હુમલો છેલ્લા 2 મહિનામાં ફ્રાન્સમાં ત્રીજી આતંકી ઘટના છે. નોટ્રેડ્રમ ચર્ચમાં હુમલાને અંજામ આપનાર હુમલાખોર પોલીસની કાર્યવાહીથી ઈજાગ્રસ્ત છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. હુમલો તે જગ્યા પર થયો છે જ્યાંથી માત્ર એક કિલોમીટર દૂર વર્ષ 2016મા બાસ્તીલ ડે પરેડ દરમિયાન એક હુમલાખોરે ટ્રકને ભીડની વચ્ચે ઘુસાડી દીધો હતો, જેમાં અનેક લોકોના મોત થયા હતા. 

બે પોલીસ અધિકારીઓએ નામનો ખુલાસો ન કરતા કહ્યુ કે, માનવામાં આવી રહ્યું છે કે ગુરૂવારની ઘટનાને હુમલાખોરે એકલાએ અંજામ આપી. તેમણે કહ્યું કે, તેથી પોલીસ અન્ય હુમલાખોરને શોધી રહી નથી. નીસના મેયર ક્રિસ્ચિયન એસ્ત્રોસીએ કહ્યું, તે (હુમલાખોર) ઘાયલ થયા બાદ પણ વારંવાર અલ્લાહુ અકબર બોલી રહ્યો હતો.

એસ્ત્રોતીએ બીએફએમ ટેલીવિઝનને જણાવ્યુ કે હુમલામાં બે લોકોના મોત થયા છે, બેની ગિરિજાધરમાં જ્યારે એક ઈજાગ્રસ્ત ત્રીજા વ્યક્તિએ ત્યાંથી ભાગવા દરમિયાન જીવ ગુમાવ્યો હતો. આ ઘટના તેવા સમયે થઈ છે જ્યારે ફ્રાન્સમાં આતંકવાદી હુમલાને લઈને પહેલા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news