કોરોના સંકટઃ પગાર મુદ્દે હડતાળ પર ઉતરનાર SVPના બે નર્સિંગ કર્મીઓને કરાયા ટર્મિનેટ, અન્ય સ્ટાફમાં નારાજગીનો માહોલ


દીપિકા હારવીત અને સંપત જાટ નામના બંન્ને કર્મીઓને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવાયા છે.  એપેડેમીક એક્ટના નામે નર્સિંગના કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 
 

 કોરોના સંકટઃ પગાર મુદ્દે હડતાળ પર ઉતરનાર SVPના બે નર્સિંગ કર્મીઓને કરાયા ટર્મિનેટ, અન્ય સ્ટાફમાં નારાજગીનો માહોલ

અતુલ તિવારી/અમદાવાદઃ એક તરફ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના વોરિયર્સ તરીકે એસવીપી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગના કર્મચારીઓનો પગાર ઘટાડી દેતા વિવાદ ઉભો થયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં પગારના મુદ્દે નર્સિંગના કર્મચારીઓએ બે વખત હડતાળ પર ઉતરવું પડ્યું હતું. હવે પોતાના અધિકાર માટે હડતાળ પર ઉતરનાર નર્સિંગના બે કર્મચારીઓને સજા મળી છે. 

બે કર્મચારીને ટર્મિનેટ કરાયા
એક તરફ કોરોના વાયરસના વધતા કેસોએ શહેરીજનોની ચિંતા વધારી છે. બીજીતરફ કોરોનાના દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયરને પોતાના અધિકાર મળે તે ખુબ જરૂરી છે. પરંતુ પોતાના પગારના અધિકાર મુદ્દે હડતાળ કરનાર નર્સિંગના બે કર્મચારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. નર્સિંગના કર્મચારીઓને કોન્ટ્રાકટ પર રાખતી કંપની UDS દ્વારા બે કર્મચારીઓને ટર્મિનેટ કરી દેવાયા છે.

કોરોના અનલૉકઃ રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસ 500ને પાર, 38 લોકોના મૃત્યુ

દીપિકા હારવીત અને સંપત જાટ નામના બંન્ને કર્મીઓને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવાયા છે.  એપેડેમીક એક્ટના નામે નર્સિંગના કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે બે વખત થયેલી હડતાળમાં કોરોનાના દર્દીઓને મુશ્કેલી પડે તેવા કોઈ પગલાં નર્સિંગ સ્ટાફ તરફથી લેવાયા ન હતા. તમામ સેવાઓ ચાલું રાખીને હડતાળ કરવામાં આવી હતી.

SVPના CEO રમ્યા ભટ્ટે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કેટલાક નર્સિંગના કર્મચારીઓ રાજસ્થાનના હોવાથી અને અન્ય કર્મચારીઓને ગેરમાર્ગે દોરી વારંવાર હડતાળ કરાવતા હોવાનું કહી પોલીસ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આખરે SVPના નર્સિંગના કર્મીઓ ફરી હક્ક માટે હડતાળ ન કરે તે માટે આગળ રહી અન્ય કર્મીઓ માટે લડતા નર્સને ટર્મિનેટ કરી દેવાયા છે. SVPના આ નિર્ણયથી અન્ય નર્સિંગ સ્ટાફમાં પણ નારાજગી જોવા મળી રહી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news