આજથી ગુજરાતના સીમાડા સીલ, ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત
આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવા માટેના તમામ સીમાડા સીલ કરી દેવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં પ્રવેશવા માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત રહેશે. જે વ્યક્તિ પાસે ટેસ્ટ રિઝલ્ટ નહી હોય તેનો ટેસ્ટ કરવામાં આવશે. બનાસકાંઠાને રાજસ્થાન સાથે જોડતી બોર્ડરનાં ચાર્યે મહત્વના પોઇન્ટ સરકાર દ્વારા સીલ કરી દેવાયા છે. જો ટેસ્ટ કરાવેલો હશે તો જ એન્ટ્રી મળશે.
Trending Photos
ગાંધીનગર : આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવા માટેના તમામ સીમાડા સીલ કરી દેવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં પ્રવેશવા માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત રહેશે. જે વ્યક્તિ પાસે ટેસ્ટ રિઝલ્ટ નહી હોય તેનો ટેસ્ટ કરવામાં આવશે. બનાસકાંઠાને રાજસ્થાન સાથે જોડતી બોર્ડરનાં ચાર્યે મહત્વના પોઇન્ટ સરકાર દ્વારા સીલ કરી દેવાયા છે. જો ટેસ્ટ કરાવેલો હશે તો જ એન્ટ્રી મળશે.
રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશનારા લોકોની પણ તપાસ અમીરગઠ, થરાદ અને ધારેનારી ચેકપોસ્ટ પર બનાસકાંઠા ચેકપોસ્ટ પર કરવામાં આવશે. બીજી તરફ મધ્યપ્રદેશથી ગુજરાત આવી રહેલા પ્રવાસીઓએ પણ દાહોદ જિલ્લા પોલીસે ચેકિંગ કરવાનું રહેશે. તેમની પાસે આરટીપીસીઆર 72 કલાક જુનો ફરજીયાત હોવો જોઇએ. આમ છતા પણ દાહોદ જિલ્લામાંથી પ્રવેશનારા દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રિનિંગ ફરજીયાત કરવામાં આવશે.
RTPCR ટેસ્ટ નેગેટિવ નહી હોય તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશી શકાશે નહી. આ માટે ગુજરાતમાં ખંગેલા, ધાવડિયા અને પાટવેલમાં ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અહીં પોલીસ અને આરોગ્ય વિભાગ સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં હાલ આખા દેશના 59 ટકાથી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. જેના પગલે ગુજરાતના આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રતી ગુજરાતમાં પ્રવેશનારા પેસેન્જર માટે કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કર્યોહ તો. આ ઉપરાંત પેસેન્જરોનું હેલ્થ સ્ક્રીનિંગ પણ કરવામાં આવે, તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ બહાર પાડી હતી. ત્યારે આ પેસેન્જરો હવાઇ માર્ગે, રેલ માર્ગ અને બસ સ્ટેશન દ્વારા ગુજરાતમાં પ્રવેશ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે.
ડોમેસ્ટિક પેસેન્જર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે તે 72 કલાકની અંદર આરટીપીસીઆર નેગેટિવ આવ્યો હોય તે જરૂરી છે. એરપોર્ટના અધિકારીઓને રિપોર્ટ બતાવવાનો રહેશે. જો તે ટેસ્ટ રિપોર્ટ નહી હોય તો કમ્પલ્સરી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્રથી આવનારા પેસેન્જરને ફરજીયાત 72 કલાકની અંદર કોરોના આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવેલો હોય તે જરૂરી છે. જો નહી હોય તો રેલવે સ્ટેશન પર જ તેનો રિપોર્ટ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે