મહુવા

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ૬ મોબાઈલ પશુવાનનું લોકાર્પણ કરાયું

ગુજરાત સરકાર જીવદયા અને કરૂણાને વરેલી છે. એના પગલે મૂંગા જીવોની જીવન રક્ષા માટે વ્યાપક કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક માનવ સારવાર માટેની ૧૦૮ સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર ૧૯૬૨ આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે.

Jun 10, 2021, 09:37 PM IST

BHAVNAGAR: ખુંટવડામાં શૌચક્રિયા માટે ગયેલા વૃદ્ધ પર દીપડાનો હુમલો, ઘટના સ્થળે જ મોત

જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે છેલ્લા લાંબા સમયથી સાવજ, દીપડાની રંજાડ વધી ગઇ છે. ગ્રામજનો તથા માલધારીઓના દુધાળા પશુઓ પર હુમલાના અનેક કિસ્સા મોત નિપજાવે છે. જેમાં મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે વહેલી સવારે શૌચાલય જઇ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કરતા વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

Jun 2, 2021, 05:52 PM IST

અમદાવાદમાં બેવડી ઋતુનો અહેસાસ, તો નલિયામાં છે આટલું તાપમાન

અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ બપોરે ગરમી અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. 

Nov 17, 2020, 08:19 AM IST

ભાવનગરમાં ધોધમાર તો ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદ

છેલ્લા એક અઠવાડીયાથી સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના તળાજા તથા મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

Aug 10, 2020, 11:14 PM IST

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વિસ્તાર, મહુવા તાલુકામાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ

દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં વચ્ચે દક્ષિણ ગુજરાતના 27 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.

Jun 15, 2020, 03:57 PM IST

સૌરાષ્ટ્રમાં મેઘમહેર: ગોંડલ અને ભાવનગરમાં 1-1 ઇંચ વરસાદ, જૂનાગઢના તરસિગડામાં બળદગાડુ તણાયું

 ભારે પવન અને વીજળીના કડાકા સાતે મોડી રાત્રે ભાવનગરમાં 1-1 ઇંચ અને ગોંડલમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદનાં કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને લઇને વહેલી સવારે ટ્રાફિકજામ થયો હતો. બીજી તરફ જૂનાગઢનાં તરસિગડામાં ધોધમારધોધમાર વરસાદનાં પગલે એક બળદગાડુ પાણીમાં તણાયું હતું. બળદગાડામાં રહેલ એક પુરૂષ અને મહિલા પાણીમાં તણાયા હતા. જો કે પુરૂષને તરતા આવડતું હોવાનાં કારણે ખેડૂત પોતે કિનારે નિકળી ગયો હતો. જો કે મહિલાનું મોત નિપજ્યું હતું.

Jun 13, 2020, 05:58 PM IST
Cancellation Of Hanuman Jayanti Program In Talgajarda Of Mahuva PT3M50S

મહુવાના તલગાજરડામાં થતો હનુમાન જયંતિ કાર્યક્રમ રદ

મહુવાના તલગાજરડા ખાતે હનુમાન જયંતિ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસની હાલની સ્થિતિને લઈ કાર્યક્રમ રદ કરાયો છે. ચિત્રકૂટ ધામ ખાતે દર વર્ષે હનુમાન જયંતી ઉત્સવ યોજાય છે. છેલ્લા 38 વર્ષથી હનુમાન જન્મોત્સવનું આયોજન થાય છે. આગામી 5થી 8 એપ્રિલના કાર્યક્રમ યોજવાનો હતો.

Mar 18, 2020, 06:25 PM IST

મહુવામાં અસામાજીક તત્વો બેખોફ: પોલીસે રિવોલ્વર સાથે એકને ઝડપ્યો

જિલ્લામાં હથિયાર લઈને ફરવું જાણે સામાન્ય થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. જિલ્લાના મહુવાની બજારમાં જતીન ગુજરીયા નામનો શખ્સ રિવોલ્વર સાથે ફરતો હોવાની પોલીસને  બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જતીન ગુજરીયાને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. પુછપરછ કરતા તેની પાસેથી ગેરકાયદે રિવોલ્વર સાથે ૬ જેટલા જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે જતીન ગુજરીયાની અટકાયત કરી રિવોલ્વર અને કારટીઝ કોની પાસેથી લાવ્યો હતો અને રિવોલ્વર સાથે રાખવાનું કારણ શોધવા જતીન ગુજરીયા ની સઘન પૂછપરછ હાથ ધરી છે.

Feb 7, 2020, 11:20 PM IST
Janta Raid In Mahuva Of Surat, People Caught Tempo Filling The Grain PT3M55S

સુરતના મહુવામાં જનતા રેડ, લોકોએ અનાજ ભરીને જતા ટેમ્પો પકડ્યો

વાત કરીએ સરકારી અનાજ સગેવગે કરવાના કોભાંડની... મહુવાના વાંસકુઈ ગામે જનતાએ રેડ કરી સસ્તાભાવની દુકાનમાંથી અનાજનો ટેમ્પો ભરી સરકારી અનાજ સગેવગે કરે એ પહેલા જનતાએ રંગેહાથે ઝડપી પાડી મહુવા મામલતદારને જાણ કરતા અધિકારી ઘટના સ્થળે પોહચી વધુ તપાસ કરી રહ્યા છે.

Jan 28, 2020, 08:20 PM IST
Gujarat Yatra Arrived At Mahuva Watch Video PT14M56S

Gujarat Yatra: મહુવાના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે મહુવા ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Jan 24, 2020, 08:50 PM IST
leaopard terror in Mahuas Bartad village kills an animal watch video zee 24 kalak PT2M38S

સુરત: મહુવાના બારતાડ ગામે દીપડાએ પશુનું મારણ કરતા ગામમાં દહેશતનો માહોલ

સુરત: મહુવાના બારતાડ ગામે દીપડાએ કર્યું પશુનું મારણ કરતા ગામમાં દહેશત ફેલાઈ ગઈ છે. સુરત જિલ્લામાં માનવભક્ષી દીપડાનો ખોફ છે. માંડવીના પાતલ અને અરેઠમાં બે શ્રમજીવી બાળકો પર હુમલો કર્યો હતો જેમાં એક બાળકીનું મોત થયું હતું. હવે દીપડાનો ખોફ માંડવી બાદ મહુવામાં જોવા મળ્યો. ગ્રામજનો રાત પડતા પોતાના પશુને બચાવવા મશાલ લઈ ફરી રહ્યા છે. વનવિભાગે ગામમાં પાંજરા મૂક્યા છે. ખેડુતો અને ખેતમજૂરો ખેતરે જતા ફફડી રહ્યા છે

Jan 10, 2020, 02:35 PM IST
In this place of Gujarat you get 14 kg of onion PT3M37S

ગુજરાતના આ વિસ્તારમાં માત્ર 14 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે ‘ડુંગળી’

હાલના સમયમાં ડુંગળીના ભાવ આસમાને છે. રાજ્ય અને દેશભરમાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળી ૮૦ થી ૧૦૦ રૂ. કિલો વેચાઈ રહી છે. આ ડુંગળીએ સામાન્ય પરિવાર થી લઇ ગરીબ પરિવારની ગૃહિણીઓ બજેટ વીખી નાખ્યા છે ત્યારે ભાવનગરના મહુવામાં ઉપલબ્ધ કિબલ ડુંગળી કે જે ૧૪ રૂ. કિલો ના ભાવે આજે પણ ઉપલબ્ધ છે. ડીહાઈડ્રેશન કરેલી આ ડુંગળી માત્ર ૩ મીનીટમાં ફરી ભોજન માટે તૈયાર થઇ જાય છે.

Dec 12, 2019, 10:00 PM IST

Photos : ગુજરાતના આ શહેરમાં વેચાઈ રહી છે માત્ર 14 રૂપિયા કિલોના ભાવે ડુંગળી

હાલના સમયમાં ડુંગળીના ભાવ (Onion Price) આસમાને છે. રાજ્ય અને દેશભરમાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળી 80 થી 100 રૂપિયે કિલો વેચાઈ રહી છે. આ ડુંગળીએ સામાન્ય પરિવારથી લઇ ગરીબ પરિવારની ગૃહિણીઓનું બજેટ વિખેરી નાંખ્યું છે. ત્યારે ભાવનગર (Bhavnagar) ના મહુવામાં ઉપલબ્ધ કિબલ ડુંગળી માત્ર 14 રૂપિયે કિલોના ભાવે આજે પણ ઉપલબ્ધ છે. ડિહાઈડ્રેટ (Dehydrated Onion) કરેલી આ ડુંગળી માત્ર ૩ મિનીટમાં ફરી ભોજન માટે તૈયાર થઇ જાય છે. હાલ આ ડુંગળી રસોઈ માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. 

Dec 12, 2019, 02:35 PM IST
Lowest Temperature Of Winter In Naliya PT4M36S

Weather Today: કડકડતી ઠંડી: રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયા ઠંડુગાર

Weather Today: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઠંડીનું સૌથી નીચું 10.6 ડિગ્રી તાપમાન નલિયામાં છે. જ્યારે અન્ય શહેરોમાં ડીસા 12.6 ડિગ્રી, ગાંધીનગર 13.8 ડિગ્રી, રાજકોટ 14.7 ડિગ્રી, અમદાવાદ 15.0 ડિગ્રી, પોરબંદર 18.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 14.9 ડિગ્રી, મહુવા 17.5, ભૂજ 14.4 ડિગ્રી અને વડોદરામાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Dec 12, 2019, 10:45 AM IST

ભાવનગર: તળાજા નજીક બંધ પડેલા ખટારામાં બાઇક ઘુસી જતા 2નાં ઘટના સ્થળે મોત

ભાવનગર જીલ્લાનાં તળાજા - મહુવા નેશનલ હાઇવે પર ઉભી ટ્રકમાં બાઇક ઘુસી જતા ત્રિપલ સવારીમાં જઇ રહેલા 3 યુવકો પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા

Dec 10, 2019, 11:13 PM IST
Rain in gujarat 15 08 2019 PT12M18S

સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ...

સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ...

Aug 15, 2019, 07:55 PM IST
ST employee defused due to Screwed in duty PT1M41S

મહુવામાં એસટી કર્મચારીને કરાયો સસ્પેંડ

મહુવામાં એસટી દ્વારા પોતાના એક કર્મચારીને સસ્પેંડ કરી દેવાયો હતો. કંડકટર હોવા છતા વિવિધ કંડક્ટરની ડ્યુટી ગોઠવતો અને તેના બદલે દારૂની માંગ કરતા કર્મચારીનો વીડિયો વાઇરલ થયા બાદ તેને સસ્પેંડ કરી દેવામાં આવ્યો હતો.

May 5, 2019, 12:05 AM IST
Loksabha Election 2019 Rahul Gandhi Address People In Mahuva PT1M50S

લોકસભા ચૂંટણી 2019 રાહુલ ગાંધીનું મહુવામાં સભાને સંબોધન, જુઓ વીડિયો

ભાવનગરના વીજપડીની રેલીમાં રાહુલ ગાંધીનો હુંકાર સત્તામાં આવતાની સાથે જ ઐતિહાસિક ન્યાય યોજના લાગુ કરીશું અને દરેક પરિવારના ખાતામાં દર મહિને 6 હજાર રૂપિયા જમા થઈ જશે

Apr 15, 2019, 05:45 PM IST
Bhavnagar People of 13 villages to stage protest against mining by cement company PT2M35S

સિમેન્ટ કંપનીના માઈનિંગનો વિરોધ કરતા મહુવાના 13 ગામડાંઓનો સ્વયંભૂ બંધ

સિમેન્ટ કંપનીના માઈનિંગનો વિરોધ કરતા મહુવાના 13 ગામડાંઓનો સ્વયંભૂ બંધ

Feb 7, 2019, 09:55 AM IST

દેહ વ્યાપાર કરતી મહિલાઓ માટે મોરારિ બાપુએ કરી હતી કથા, એકઠુ થયું કરોડોનું ફંડ

થોડા સમય પહેલાં થયેલ અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં હતું. જેમાં વિવિધ વિસ્તારની સેક્સ વર્કર બહેનોના ઉથાન માટે સાત કરોડ જેવું ફંડ એકત્રિત થયું હતું. જે ને આજે મહુવાના તલગાજરડા ખાતે મોરારિબાપુ હસ્તે એનજીઓ સંસ્થાઓને આ એકત્રિત થયેલ ફંડનું વિતરણ કરાયું હતું. 

Jan 16, 2019, 09:02 PM IST