fisherman

લોકડાઉન પછી હટ્યો પહેલો પ્રતિબંધ, સાગરખેડુ ભાઈઓને દરિયામાં જવાની મળી છુટ

ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 228 પર પહોંચ્યો છે.

Apr 11, 2020, 02:32 PM IST

જાફરાબાદના માછીમારોને 450 કિલો વજનની વિશાળકાય માછલી મળી

જાફરાબાદ બંદરથી માછીમારી કરવા માટે ગયેલી એક બોટને દરિયાની અંદર 60 નોટિકલ્સ માઇલ્સ પર 450 કિલોની મગરૂ નામની વ્હેલ માછલી મળી આવી હતી. આ માછલી એટલી વજનદાર હતી કે જાફરાબાદ કિનારા પર તેને પરત લાવવા માટે કેનની મદદ લેવી પડી હતી. આ માછલીને જોવા માટે લોકોનાં ટોળે ટોળા એકત્ર થયા હતા. આટલી વિશાળકાય માછલીઓ જોઇને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. માછલીનાં લાખો રૂપિયા ઉપજે તેવી સંભાવના છે. જેથી ક્રેનની મદદથી માછલીને ફિશિંગ કંપની વેરાવળ બંદરથી લઇ જવામાં આવી હતી.

Jan 19, 2020, 06:42 PM IST
Forecast For Two Days Rainfall In Gujarat PT7M15S

માવઠાનું મહાસંકટ: આજથી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતી કાલે હવામાન વિભાગે (weather department) માવઠાની આગાહી આપી છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના પાંચ જિલ્લામાં માવઠું થયું હતું. તો સાથે જ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કાંઠે વરસાદની આગાહી યથાવત છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેવાથી વરસાદ (Rain in Winter) આવી શકે છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં વરસાદની શક્યતા વર્તાઈ છે. આવતીકાલે દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dec 4, 2019, 12:30 PM IST
Forecast Of Two Days Rainfall In Saurashtra PT4M12S

માવઠાનું મહાસંકટ: સૌરાષ્ટ્રમાં બે દિવસ વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતી કાલે હવામાન વિભાગે (weather department) માવઠાની આગાહી આપી છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી મંગળવારે રાજ્યના પાંચ જિલ્લામાં માવઠું થયું હતું. તો સાથે જ આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કાંઠે વરસાદની આગાહી યથાવત છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેવાથી વરસાદ (Rain in Winter) આવી શકે છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં વરસાદની શક્યતા વર્તાઈ છે. આવતીકાલે દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dec 4, 2019, 12:20 PM IST
100 Gaam 100 Khabar 04 December 2019 PT23M42S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર

અરબી સમુદ્ર (Arabian Sea) ડીપ ડિપ્રેશન(Deep Depression) સર્જાવાના કારણે માછીમારોને (Fisherman) 3 થી 7 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે. આજે, આજે જૂનાગઢના (Junagadh) મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કપાસ, ચણા, જીરૂં, લસણ, ડુંગણી, ઘઉં, એરંડા અને ધાણાંના પાકને ભારે નુકસાન થવાની ભીતી છે.

Dec 4, 2019, 09:15 AM IST

માછીમારોને 'મહા' નુકસાન: બરફથી માંડીને બોટના ડિઝલ સહિતનો ખરચો માથે પડ્યો

મહા વાવાઝોડાને પગલે માચછીમારો થયા બેહાલ. રાશન, ડીઝલ, બરફ વગેરેનો ખર્ચો માથે પડ્યો છે

Nov 5, 2019, 09:44 PM IST
Impact Of Maha Cyclone Was Also Seen In Amreli PT3M

મહ વાવાઝોડાની અસર અમરેલીમાં પણ જોવા મળી

મહા નામના વાવાઝોડાનો ખતરો દરિયાકિનારાના નજીક ધીમે ધીમે આવી રહ્યો હોય જાફરાબાદના દરિયાકિનારે દરિયાઇ મોજાનો કરન્ટ ધીમે ધીમે વધી રહ્યો હોય ત્યારે આજે સારો સૂર્યપ્રકાશ મળતા જાફરાબાદના દરિયાકિનારે રંગાયેલી 500 જેટલી બોટો પરમીશન વગર દરિયામાં માછીમારી કરવા જઈ રહી છે આ બાબતે તંત્ર દ્વારા જેટી પરથી કોઈને અટકાવવામાં નથી આવી રહ્યા.

Nov 4, 2019, 02:50 PM IST
Significant Number Two Signal Was Taken In Jamnagar After Maha Cyclone PT3M10S

મહા વાવાઝોડાને લઇ જામનગરમાં એલર્ટ, બે નંબરનું લગાવાયું સિગ્નલ

જામનગરમાં પણ મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે છેલ્લા ચાર દિવસથી સતત કમોસમી વરસાદ અને માવઠું જોવા મળી રહ્યું છે. ઉપરાંત વાત કરવામાં આવે તો દ્વારકાથી દીવ વચ્ચેના દરિયા પાસેથી મહા વાવાજોડું પસાર થઇ શકે છે ત્યારે જામનગરનું તંત્ર પણ સાબદુ બન્યું છે. જામનગર જિલ્લા કલેકટર દ્વારા તાકીદની બેઠક બોલાવી તમામ અધિકારીઓને કંટ્રોલરૂમ ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તો માછીમારોને દરિયા ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જ્યારે જામનગરના નવા બંદર સહિતના તમામ બંદરો પર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

Nov 4, 2019, 02:45 PM IST
Kiara Hurricanes Were Affected In Gir Somanath District PT2M9S

ગિર સોમનાથમાં વાવાઝોડાની અસર, 40 કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાયો

ગીર સોમનાથમાં વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારા વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિમાં બદલાવ આવતા 40 કિ.મીથી વધુ ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. માછીમાર ખેડૂત અને પર્યટન ત્રણેય ક્ષેત્રમાં અસર જોવા મળી રહી છે. 2 મહિનામાં 3 વાર માછીમારો કાંઠે પરત આવ્યા છે. વરસાદ અને પવનના પગલે ખેડૂતોને પારાવાર નુકસાની થઇ શકે છે.

Oct 26, 2019, 11:35 AM IST

માંગરોળ : વગર વાંકે કોસ્ટગાર્ડસે માછીમારોને પાઈપથી ફટકાર્યા, માછીમારોમાં રોષ ફાટ્યો

માંગરોળના સમુદ્રમાં કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માછીમારો સમુદ્રમાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે કોસ્ટગાર્ડના જવાનોએ કારણ વિના તેઓને માર માર્યો હતો. કોસ્ટગાર્ડના જવાનોએ લાઈનમાં ઉભા રાખીને માછીમારોને ફટકાર્યા હતા. જેમાંથી 8 માછીમારોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ત્યારે આ ઘટનાને પગલે માંગરોળના માછીમાર એસોસિયેશનમાં રોષ ફાટી નીકળ્યો છે.

Oct 24, 2019, 11:12 AM IST

પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશ ગાર્ડની ગોળીબારીમાં એક જવાન શહીદ, એક ઘાયલ

આરોપ છે કે માછલી પકડવા ગયેલા ત્રણ ભારતીય માછીમારોને BGB દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમાંથી બે માછીમારને છોડી દેવાયા હતા અને તેમને પાછા મોકલીને ભારતની બોર્ડર સિક્યોરિટી ફોર્સના(BSF) કમાન્ડરને ફ્લેગ મિટીંગ માટે બોલાવ્યા હતા.

Oct 17, 2019, 09:05 PM IST
rain forecast for gujarat PT2M30S

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે અને આવતી કાલે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જેનુ કારણ 24 કલાકમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો પ્રેશર છે. આ લો પ્રેશર 48 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.

Sep 22, 2019, 09:40 AM IST

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

રાજ્ય(Gujarat) માં બે દિવસ ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરવામાં આવી છે. હવામાન (weather) ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurastra)માં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે અને આવતી કાલે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જેનુ કારણ 24 કલાકમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો પ્રેશર છે. આ લો પ્રેશર 48 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 

Sep 22, 2019, 07:56 AM IST

OMG..! પ્રથમ નજરે જોતાં જ ડરી જવાય એવી 'એલિયન માછલી' મળી આવી

નોર્વેના સમુદ્રમાં એક માછીમારની આંખો ત્યારે પહોળી ગઈ હતી જ્યારે તેની જાળમાં એલિયન-મોન્સટર જેવી એક માછલી ફસાઈ ગઈ હતી. બે ઘડી માટે તો આ માછીમાર ધબકારા ચૂકી ગયો હતો. 
 

Sep 16, 2019, 08:05 PM IST

દ્વારકા દરિયામાં ગયેલા માછીમારોનો મૃત્યુઆંક 7 થયો, કોસ્ટગાર્ડની શોધ યથાવત

દરિયામાં ગયેલ માછીમારોના મૃતાંકનો આંકડો સાત પર પહોંચ્યો છે. વધુ ત્રણ મૃતદેહો ઓખા મઢી નજીકના દરિયા કાંઠે મળી આવ્યા. તો કલેકટર દ્વારકા દોડી આવી અધિકારીઓની મીટીંગ બોલાવી હતી. હાલ દરિયામાં માછીમારી કરવાની મનાઈ હોવાથી કલેકટરના જાહેર નામાંનું ઉલ્લઘન બાદ માછીમારીની હોડીઓ દરિયામાં ગઈ અને નવ તારીખે પવન અને તોફાન વચે માછીમારોના મૃત્યુ થયા હતા. 

Aug 12, 2019, 10:51 PM IST

સમુદ્રમાં લાપતા થયેલા માછીમારના પૂતળાની નિકળી અંતિમ યાત્રા, જાણો શું છે અનોખી પરંપરા

27 દિવસ પહેલા કોડીનારના મૂલ દ્વારકાથી દરિયો ખેડવા ગયેલા 20 વર્ષીય યુવાન માછીમાર અજય અને તેના સાથી માછીમારો સુત્રાપાડાના દરિયામાં માછીમારી કરતા હતા. તે સમયે મોટા શિપે અકસ્માત સર્જતાં તમામ માછીમારો પાણીમાં ગરકાવ થયા હતા. એક કલાક પાણીમાં બાથ ભીડયા બાદ 4 માછીમારોનો જીવ બચી ગયો હતો. પરંતુ યુવાન માછીમાર અજય અંજની લાપતા બન્યો હતો. જેની 27 દિવસ શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ન લાગતા આજે તેના પૂતળાની સ્મશાન યાત્રા યોજાઈ હતી.

Jul 2, 2019, 06:08 PM IST
Bet Dwarka: Rescue of People by Rescue Team PT8M

બેટ દ્વારકામાં ભારે વરસાદના કારણે ફસાયેલા લોકોને બચાવાયા

વાયુ વાવાઝોડા અંતર્ગત બેટ દ્વારકામાં પડેલા ભારે વરસાદ અને પવનના કારણે દરિયાયી બોટની અવરજવર બંધ થઈ જતા 20 લોકો ફસાયા હતા, જેને ફાયરબ્રિગેડ દ્વ્રારા 2 દિવસ પછી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે સરકારે હજુ બે દિવસ સુધી માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવી છે.

Jun 14, 2019, 05:55 PM IST

ગુજરાતના દરિયામાં અકસ્માત, શિપ સાથે હોડી ટકરાઈ, એક માછીમાર મિસિંગ

રસ્તા પર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પણ સમુદ્રમાં અકસ્માતના કિસ્સાઓ તમે ક્યારેય સાંભળ્યા છે ખરા? આવુ હકીકતમાં બન્યું છે. ગુજરાતના દરિયામાં અકસ્માત સર્જાયો છે. સુત્રાપાડા નજીકના સમુદ્રમાં એક હોડી અને એક શિપ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 5 માછીમારો દરિયામાં ડૂબ્યા હતા.

Jun 6, 2019, 09:25 AM IST
Pakistan Marin Kidnap 30 Fisherman From IMBL 06052019 PT2M35S

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, 30 માછીમારોનું કર્યું અપહરણ

પોરબંદરના દરિયામાં પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન મરીને દરિયામાંથી પાંચ ભારતીય બોટનું અપહરણ કર્યુ છે. આ બોટ સાથે 30 જેટલા માછીમારોને પણ પાકિસ્તાન મરીન પોતાની સાથે લઈ ગયાનું સામે આવ્યું છે. આઈએમબીએલ નજીક માછીમારી કરતાં સમયે અપહરણ થયાનું સામે આવ્યું છે

May 6, 2019, 03:45 PM IST
100 Fisherman Come To Their Home After Relishing From Pakistan PT1M19S

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા માછીમાર વતન પહોંચ્યા, સર્જાયા ભાવુક દ્રશ્યો

પાકિસ્તાનની જેલમાંથી ત્રીજા તબક્કામાં મુક્ત થયેલા 100 માછીમાર આજે વતન પહોંચ્યા વડોદરાથી બસ મારફતે વેરાવળથી સુરક્ષા એજન્સી તમામ માછીમારની ચકાસણી બાદ વેરાવળ ફિશરીશ વિભાગ મછીમારોને પરિવારને સોંપ્યા હતા

Apr 25, 2019, 04:40 PM IST