માયાવતીનો પ્રિયંકા પર પલટવાર- કોંગ્રેસે દલિતોને કર્યાં નજરઅંદાજ, બનાવવી પડી BSP

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પલટવાર કરતા આકરા પ્રહારો કર્યાં છે.

માયાવતીનો પ્રિયંકા પર પલટવાર- કોંગ્રેસે દલિતોને કર્યાં નજરઅંદાજ, બનાવવી પડી BSP

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીના (BSP) અધ્યક્ષ માયાવતીએ (Mayavati) કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી (priyanka gandhi) પર પલટવાર કરતા આકરા પ્રહારો કર્યાં છે. માયાવતીએ કોંગ્રેસની 'ભારત બચાવો, સંવિધાન બચાવો' રેલી પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસને સત્તામાં રહેતા સમયે જનતાના હિતો યાદ કેમ ન આવ્યાં. 

તેમણે કહ્યું કે બીજા પર ચિંતા વ્યક્ત કરવાની જગ્યાએ કોંગ્રેસે પોતાની સ્થિતિ પર આત્મચિંતન કર્યું હોત તો સારૂ હોત. 

માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું, 'કોંગ્રેસ આજે પોતાની પાર્ટીના સ્થાપના દિવસને ભારત બચાવો, સંવિધાન બચાવોના રૂપમાં મનાવી રહી છે. આ તકે બીજા પર ચિંતા વ્યક્ત કરવાની જગ્યાએ કોંગ્રેસે સ્વયં પોતાની સ્થિતિ પર આત્મચિંતન કર્યું હોત તો સારૂ હોત, જેમાંથી નિકળવા માટે તેણે હવે અલગ-અલગ પ્રકારની નાટકબાજી કરવી પડી રહી છે.'

બીજા ટ્વીટમાં માયાવતીએ લખ્યું, 'ભારત બચાવો, સંવિધાન બચાવોની યાદ કોંગ્રેસને ત્યારે કેમ ન આવી જ્યારે તે સત્તામાં રહીને જનહિતની ઘોર ઉપેક્ષા કરી રહી હતી, જેમાં દલિતો, પછાત તથા મુસ્લિમોને પણ તેનો બંધારણીય હક મળતો નહતો, જેનું કારણ છે કે આજે ભાજપ સત્તામાં છે. ત્યારે ફરી બીએસપીને બનાવવાની જરૂર પડી.'

પ્રિયંકાએ સાધ્યું હતું અન્ય પાર્ટીઓ પર નિશાન
પ્રિયંકાએ કોંગ્રેસનાં 135માં સ્થાપના દિવસ પર અહીં આયોજીત એક સમારોહને સંબોધિત કરતા કહ્યું, 'એક દમનકારી વિચારધારા છે, આજે પણ અમે તેની સાથે લડી રહ્યાં છીએ, જેની સાથે આઝાદીના સમયે લડ્યા હતા. જેણે આઝાદીના સંઘર્ષમાં કોઈ યોગદાન આપ્યું નથી, તે દેશભક્ત બનીને દેશભરમાં ભય ફેલાવવા ઈચ્છે છે. દેશભક્તિના નામ પર લોકોને ડરાવવામાં આવી રહ્યાં છે.'

આ VIDEO પણ ખાસ જુઓ...

તેમણે કહ્યું, 'આજે દેશમાં તે શક્તિઓ સરકાર ચલાવી રહી છે, જેની સાથે અમારી ઐતિહાસિક ટક્કર રહી છે. જ્યારે-જ્યારે દેશમાં ભયનો માહોલ ફેલાવવામાં આવે છે, ત્યારે-ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉભા થાય છે. અમે અહિંસાની વિચારધારામાંથી આવ્યા છીએ. આ સમયે દેશમાં સંકટ છે, તમે જોયું હશે કે છેલ્લા કેટલાક દિવસથી અરાજકતાનો માહોલ છે. બંધારણ વિરુદ્ધ બનેલા કાયદાના વિરોધમાં દેશના ખૂણે-ખૂણામાં યુવા અવાજ ઉઠાવી રહ્યાં છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news