મુન્દ્રા

આખા વિશ્વમાં ડ્રગ્સ હેરાફેરી કરવા ગુજરાત સેન્ટર પોઈન્ટ બન્યું, મુન્દ્રા ડ્રગ્સ કેસમાં 8 શહેરોમાં તપાસ શરૂ

ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગયો છે. આ કિસ્સા બાદ ફરી સત્તાવર સૂત્રો કહી રહ્યા છે કે, વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. જો કે દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ વર્ષમાં ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ માફિયા આયોજનબદ્ધ નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો દેશના બીજા બંદર ઉપર પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. આમ ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છ. 

Sep 23, 2021, 09:14 AM IST
Suspicious Mini Ship Was Intercepted Off The Okha Coast Of Dwarka PT3M47S

દ્વારકાના દરિયામાંથી શંકાસ્પદ મિની જહાજ ઝડપાયું

Suspicious Mini Ship Was Intercepted Off The Okha Coast Of Dwarka

Nov 15, 2020, 05:35 PM IST

મુન્દ્રામાં ભારે વરસાદથી ઘરોમાં પાણી, તંત્રના વાંકે લોકોને હિજરત કરવી પડી

કચ્છના મુન્દ્રામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા એરિયામાં તંત્રના વાંકે લોકોને હિજરત કરવાની ફરજ પડી છે. પ્રી મોન્સૂન કામગીરી કે વરસાદી સમયમાં તંત્રની મદદ ન મળતા સ્થાનિકો પરેશાન બની ગયા છે લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે.

Aug 31, 2020, 10:47 PM IST

Vizag ગેસકાંડમાં આંધ્રપ્રદેશની વ્હારે આવ્યું ગુજરાત, ગેસ લિકેજને નિયંત્રણ કરતું કેમિકલ મોકલાયું

વિશાખાપટ્ટનમ ગેસકાંડ બાદ આંધ્ર પ્રદેશના વ્હારેની ગુજરાત આવ્યું છે. મુન્દ્રા અદાણી પોર્ટમાંથી કેમિકલનો જથ્થો આંધ્રપ્રદેશ માટે મોકલાયો છે. એરફોર્સના એએન-32 ટુ એરક્રાફ્ટ  દ્વારા ડોર્ફ કેટલ કેમિકલનો જથ્થો આજે મુન્દ્રા હવાઈ પટ્ટીથી વિશાખાપટ્ટનમ મોકલી અપાયો છે. સ્ટાઈરીન (styrene)  ઇન હેબીટરથી હવે એલજી પોલિમર કંપનીમાં ગેસ લિકેજ (Vizag Gas Leak) ની સામેની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. 

May 10, 2020, 03:50 PM IST

24 કલાકની અંદર કચ્છ પોલીસે સપાટો બોલાવ્યો, મદીરા સ્નાન કરનારા તમામ આરોપીઓને પકડ્યા

કચ્છના મુન્દ્રામાં લગ્ન પ્રસંગમાં મદીરા સ્નાનનો મામલો સમગ્ર વીડિયામાં ચર્ચા આવ્યો હતો. વીડિયો વાયરલ (Video viral) થયાના ૨૪ કલાકમાં પશ્ચિમ કચ્છ પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે. પશ્ચિમ કચ્છ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી છે. દારૂ મહારાષ્ટ્ર પૂણેથી સબંધીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો તેવો પણ ખુલાસો પોલીસ પૂછપરછમાં થયો છે. પકડાયેલા તમામ આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ પ્રકારના કૃત્યને જરાય ચલાવી લેવામાં નહિ આવે તેવું કચ્છ પોલીસે જણાવ્યું હતું. 

Mar 2, 2020, 12:29 PM IST
congress vs BJP on kutch liquor viral video PT56M57S

દારૂબંધીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને....

ગઈકાલે કચ્છના મુન્દ્રામાં પ્રસંગમાં દારૂ પીને છાટકા કરતા યુવકોનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતું. દારૂબંધી બાદ કોંગ્રેસ અને ભાજપે શું કહ્યું જાણીએ...

Mar 1, 2020, 03:35 PM IST
amit chavda's reaction on liqour ban in gujarat PT2M56S

દારૂબંધીના લીરેલીરા ઉડવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે....

રાજ્યબંધીમાં દારૂબંધીના લીરેલીરો ઉડવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, હપ્તા લેવાના કારણે રાજ્યમાં દારૂની આવક બંધ નથી થઈ રહી. સરકાર માત્ર મોટી મોટી વાતો જ કરે છે. પણ કોઈ પગલાં નથી લેતી. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડાનું નિવેદન ગઈકાલે કચ્છના મુન્દ્રામાંથી દારૂની પાર્ટીના વાયરલ થયેલા વીડિયો બાદ આવ્યો છે.

Mar 1, 2020, 03:20 PM IST
liquor sale in bharuch, video viral PT7M32S

ભરૂચ શહેરની વચ્ચોવચ ખુલ્લેઆમ વેચાતો વીડિયો થયો વાયરલ

ભરૂચમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા લીરેલીરા ઉડ્યા છે. શહેરની વચ્ચે ખુલ્લેઆમ વેચાતો દારૂનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો શહેરના ઈન્દિરાનગર વિસ્તારનો હોવાનું અનુમાન છે. 24 કલાકના ગાળામાં કચ્છ અને સુરતમાં પણ દારૂબંધીના લીરેલીરા ઉડાવતા વીડિયો સામે આવ્યા હતા. ગઈકાલે કચ્છમાં દારૂની રેલમછેલ ઉડતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તો સુરતમાં 29 લીપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 52 નબીરાઓ ઝડપાયા હતા. એક બાદ એક થતા દારૂના વાયરલ વીડિયોએ પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે.

Mar 1, 2020, 01:45 PM IST
if Alcohol is banned in gujarat, so why not ban of alcohol promoted songs  PT2M47S

દારૂ પર પ્રતિબંધ છે, તો દારૂને પ્રોત્સાહન આપતા ગીતો પર કેમ નહિ?

કચ્છના મુન્દ્રામાં રમાયેલા દારૂરાસનો વીડિયો વાયરલ થયો છે. દારૂ પર પ્રતિબંધ તો પછી દારૂને પ્રોત્સાહન આપતાં ગીતો પર રોક કેમ નહિ? કચ્છના મુન્દ્રામાં હિંદી ફિલ્મ તિંરગાના ગીતને ગુજરાતી ડીજેના તાલે ગવાયું તો રાકેશ બારોટનું એક ગીત દારૂ પીધો પણ ખૂબ ગવાઈ રહ્યું છે. લગ્ન પ્રસંગમાં દારૂ પીધો ગીત દાંડિયા રાસ હોય ત્યાં અને વરઘોડામાં ખૂબ ગવાય છે. દારૂબંધી માટે લાખ પ્રયાસો થાય છે, પરંતુ દારૂ પરનાં ડીજે ગીતો તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે. અને એમાંય લગ્નમાં દારૂનાં ગીતો પર નાચવાનો ઘાતક ટ્રેન્ડ જે શરૂ થયો છે તે ખૂબ જ ચોંકાવનારો છે.

Mar 1, 2020, 12:20 PM IST
case file against 6 people in mundra liqour party viral video PT12M23S

દારૂ રાસ વીડિયો વાયરલ થયા બાદ મુન્દ્રા પોલીસ હરકતમાં આવી, 6 સામે ફરિયાદ નોંધાઈ

મુન્દ્રામાં દારૂ રાસનો વીડિયો આખા ગુજરાતમાં વાયરલ થયો છે. ત્યારે હવે આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. પશ્ચિમ કચ્છ પોલીસે નોંધી 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે દારૂ રાસ રમતા આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.

Mar 1, 2020, 12:15 PM IST
liquor party songs famous in gujarat PT5M6S

જુઓ કયા કલાકારના ગીત પર મુન્દ્રાના યુવકોએ દારૂનો રાસ રચ્યો હતો....

ગઈકાલે મુન્દ્રામાં દારૂના રચાયેલા રાસનો વીડિયો આખા ગુજરાતે જોયો. દેશમાં ગુજરાતની દારૂબંધીના લીરેલીરાં ઉડી ગયા છે. ત્યારે વાત કરીએ એ ગીતની, જેના પર આ યુવકો દારૂ પીને છાટકા કરે છે અને દારૂરાસ રમી રહ્યાં છે. દારૂ પર પ્રતિબંધ તો ગુજરાતમાં છે, પરંતુ દારૂ પર બનેલા ગુજરાતી ગીતો તો આવા પ્રસંગોમાં બહુ જ ફેમસ છે. દારૂના ગીતો પર નાચવાનો ઘાતક ટ્રેન્ડ ગુજરાતમાં શરૂ થયો છે. ત્યારે આવા જ કેટલાક ગીતો પર કરીએ એક નજર. મુન્દ્રામાં વાયરલ વીડિયોમાં જુઓ કયા ગીત પર યુવકો દારૂ પીને છાટકા થયા છે.

Mar 1, 2020, 10:05 AM IST

દારૂરાસ વિશે સાંભળ્યું છે? કચ્છનાં આ રાસમાં વહે છે દારૂની નદીઓ આ રહ્યો વીડિયો

ગુજરાતમાં દારૂબંધી સામાન્ય રીતે તો નામની જ છે, જોઇએ એટલા પ્રમાણદમાં દારૂ ગુજરાતનાં ગમે તે ખુણે મળી શકે છે. જો કે આજે જે પ્રકારની ઘટના સામે આવી છે તેવી ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળે છે. કચ્છમાં આવેલા મુંદ્રા તાલુકામાં દારૂ રાસની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. દારૂરાસ આવા શબ્દથી પણ ગુજરાતીઓ અજાણ હશે પરંતુ આવી ઘટના ગુજરાતમાં બની છે. ગુજરાતમાં કચ્છમાં એક પરિવારનાં લગ્નમાં રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ રાસ ક્યારે દારૂરાસ બની ગયા તેની ખબર ઘરધણીને પણ રહી નહોતી. 

Feb 29, 2020, 07:11 PM IST

કચ્છમાં ‘કયાર’ વાવાઝોડાની અસર, ઠંડો પવન વચ્ચે જખૌ, કોટેશ્વરના દરિયામાં કરંટ

‘ક્યાર’ વાવાઝોડાના માહોલમાં સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે કચ્છમાં ક્યાર વાવાઝોડાની અરસને કારણે નવા વરસે જ મુન્દ્રામાં વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ ઠંડા પવન ફૂંકાવવાની વચ્ચે કચ્છના જખૌ, કોટેશ્વરના દરિયામાં કંરટ જોવા મળી રહ્યો છે

Oct 29, 2019, 09:36 AM IST
Trustee Caught With A School Teacher In Mundra PT2M51S

મુન્દ્રામાં શાળાની શિક્ષિકા સાથે રંગરેલીયા કરતો ટ્રસ્ટી ઝડપાયો

મુન્દ્રા સ્થિત ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા શિશુ મંદિરનો આધેડ સંચાલક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તાલુકા વાહક એક પરણીત મહિલા સાથે રંગરેલીયા મનાવતા આબાદ ઝડપાઇ ગયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર જેટ ગતિએ વાઇરલ થતાં નગરનો પ્રબુદ્ધ વર્ગ ચોંકી ઉઠ્યો હતો.

Oct 4, 2019, 11:45 AM IST
Gujarat: Ro-Ro Ferry Services To be Started at 6 places PT2M14S

જુઓ સમુદ્રી સફર ઈચ્છતી રાજ્યની જનતા માટે મહત્વના સમાચાર

છ સ્થળોએ રો-રો પેસેન્જર ફેરી શરૂ કરવામાં આવશે. હજીરા-ઘોઘા, જામનગર-મુન્દ્રા વચ્ચે શરૂ થશે ફેરી સેવા. માંડવી-ઓખા ખાતે પણ સેવા થશે શરૂ.

Jun 26, 2019, 06:25 PM IST

જોઈ લો ગુજરાતમાં દોડનારી મેટ્રોનો First Look, આ તારીખે થશે પહેલી ટ્રાયલ રન

ટ્રાયલ રનને લઈને MEGA એટલે કે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કંપની દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જમીનની નીચે પણ ટનલ બનાવવામાં આવી છે

Dec 29, 2018, 02:11 PM IST
four coach iof metro train taken to Mundra fort PT2M

જહાજમાં આવ્યા મેટ્રોના કોચ, આવી રીતે મુંદ્રા પોર્ટ પર ઉતર્યા, Video

મેટ્રો ટ્રેનના ચાર કોચ જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયા છે. દક્ષિણ કોરિયાથી દરિયાઈ માર્ગેથી આ મેટ્રો ટ્રેનના કોચ લાવવામાં આવ્યાં હતા. જેને લઈને મેગા કંપનીના અધિકારીઓ પણ મુન્દ્રામાં હાજર રહ્યા હતા. આવતીકાલે સાંજ સુધી આ કોચ અમદાવાદ પહોંચી જશે અને 15 તારીખે તેની પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે. કુલ 6 કિલોમીટરનો આ ટ્રાયલ રન હશે.

Dec 29, 2018, 02:05 PM IST
Metro's I.P.Gautam's press conference PT5M34S

ગુજરાતમાં ક્યારે દોડશે મેટ્રો ટ્રેન, જુઓ પ્રેસ કોન્ફરન્સ, Video

મેટ્રો ટ્રેનના ચાર કોચ જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયા છે. દક્ષિણ કોરિયાથી દરિયાઈ માર્ગેથી આ મેટ્રો ટ્રેનના કોચ લાવવામાં આવ્યાં હતા. જેને લઈને મેગા કંપનીના અધિકારીઓ પણ મુન્દ્રામાં હાજર રહ્યા હતા. આવતીકાલે સાંજ સુધી આ કોચ અમદાવાદ પહોંચી જશે અને 15 તારીખે તેની પ્રથમ ટ્રાયલ રન શરૂ થશે. કુલ 6 કિલોમીટરનો આ ટ્રાયલ રન હશે.

Dec 29, 2018, 02:00 PM IST