રાજસ્થાન

રાજસ્થાન સંકટ: ધારાસભ્યો તૂટવાનો ખતરો, MLAs સાથે હોટલમાં શિફ્ટ થયા ગેહલોત

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટના બાગી તેવર બાદ અશોક ગેહલોત સરકાર સંકટમાં આવી ગઇ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના આવાસ પર જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ.

Jul 13, 2020, 04:28 PM IST

રાજસ્થાનમાં રાજકીય ભૂકંપ, આજે થનારી વિધાયક દળની બેઠક માટે કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યો

સચિન પાઈલટના બળવા બાદ કોંગ્રેસ રાજસ્થાનમાં સરકાર બચાવવામાં લાગી છે. કોંગ્રેસે 109 ધારાસભ્યોના સમર્થન પત્રનો દાવો કર્યો છે. કોંગ્રેસે વિધાયક દળની આજે થનારી બેઠક માટે વ્હિપ પણ જાહેર કર્યો છે. આ બેઠકમાં જે સામેલ નહીં થાય તેના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

Jul 13, 2020, 06:57 AM IST

'શું ઘોડા તબેલામાંથી છૂટી જશે પછી જ આપણે જાગીશું?', કોંગ્રેસ નેતાની ટ્વિટથી ખળભળાટ

રાજસ્થાન (Rajasthan) ની અશોક ગેહલોત સરકાર પર સંકટના વાદળો છવાઈ ગયા છે. જે રીતે પાર્ટીના દિગ્ગજ નેતા અને ડેપ્યુટી સીએમ સચિન પાઈલટ પોતાના સમર્થક વિધાયકો સાથે દિલ્હી ભેગા થયા છે તે જોતા લાગે છે કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં બધુ ઠીકઠાક નથી. મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ પર હવે પાર્ટીના દિગ્ગજ નેતા પણ ચિંતત જોવા મળી રહ્યાં છે. એ વાતનો ક્યાસ તો હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના એક ટ્વીટથી પણ લગાવી શકાય.

Jul 12, 2020, 03:20 PM IST

રાજસ્થાનમાં મધ્યપ્રદેશવાળી? ગહલોત સરકાર સંકટમાં, અનેક ધારાસભ્યોના ફોન બંધ

રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય સંકટનો મામલો તૂલ પકડી રહ્યો છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટને લઈને સસ્પેન્સ હજુ યથાવત છે. હાલ સચિન પાઈલટના લોકેશનને લઈને રાજકીય ગલિયારામાં ઉથલપાથલ છે. મળતી માહિતી મુજબ પાઈલટ ટીમે તેઓ દિલ્હી NCRમાં હોવાનો મીડિયાને મેસેજ મોકલ્યો હતો. જે દરમિયાન તેમની સાથે લગભગ 25 વિધાયકો હોવાનું કહેવાયું. 

Jul 12, 2020, 12:53 PM IST

ગેહલોત સરકાર પાડવાના ષડયંત્રમાં ભાજપના નેતાઓના નામ, પૂછપરછ બાદ ધરપકડ

રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયાસોને લઈને એસઓજીએ કેસ દાખલ કર્યો છે. એફઆઈઆર પ્રમાણે એસઓજી ગ્રુપને કેટલાક ફોન નંબરોના રેકોર્ડિંગ દરમિયાન જાણવા મળ્યું કે, અશોક ગેહલોત સરકાર પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. 
 

Jul 11, 2020, 03:37 PM IST

ચાર દાયકા જૂના બેંકલૂંટના આરોપી ડાકુને ગુજરાત ATS એ શોધી કાઢ્યો...

સમગ્ર દેશમાં શુક્રવારે સવારે યુપીના કાનપુરથી વિકાસ દૂબેના એન્કાઉન્ટરના ખબર ચર્ચામાં રહ્યાં. પરંતુ એ જ સમયે પશ્ચિમી રાજસ્થાનના બાડમેર જિલ્લામાં બોર્ડરના ગડરા પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કોઈએ 67 વર્ષના વૃદ્ધ વ્યક્તિનું અપહરણ કર્યું હતું. જેને પગલે બાડમેર પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. જ્યારે નાકાબંધીમાં વૃદ્ધને રોકવામાં આવ્યા તો, માલૂમ પડ્યું કે, આ કાર્યવાહી ગુજરાત એટીએસની ટીમ દ્વારા કરવામાં આવી છે. 

Jul 11, 2020, 09:13 AM IST

રાજસ્થાનમાં રાજકીય ઉથલ પાથલ, CM ગહલોતે રાજ્યસભા ચૂંટણી મુદ્દે લગાવ્યા ગંભીર આરોપ

રાજ્યસભા ચૂંટણીનાં 7 દિવસ પહેલા રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકારણ ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિવ પાયલોટે શુક્રવારે જયપુરમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ગહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો કે, તેમણે રાજ્યસભા ચૂંટણીમાં વિલંબ કર્યો. તેમણે કહ્યું કે, રાજ્યસભા ચૂંટણી બે મહિના પહેલા યોજાઇ શકી હોત, પરંતુ તેઓએ વિલંબ કર્યો. જેથી ભાજપ ધારાસભ્યોનું ખરીદ વેચાણ કરી શકે. સમગ્ર દેશમાં રાજ્યની 18 સીટો માટે 19 જૂને ચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજસ્થાનમાં ત્રણ સીટો પર ચૂંટણી થશે.

Jun 12, 2020, 04:28 PM IST

હવે મંજૂરી વગર ગુજરાતમાંથી રાજસ્થાનમાં પ્રવેશ નહિ મળે, સીલ થઈ રતનપુર બોર્ડર

રાજસ્થાન સરકાર (rajasthan government) તરફથી કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે બુધવારે રાજ્યની તમામ સરહદો સીલ કરી દેવાઈ છે. ગૃહ વિભાગ તરફથી આગામી 7 દિવસો માટે રાજસ્થાનની બોર્ડર સીલ કરવાના આદેશ જાહેર કરીને બહારના રાજ્યો પરથી આવનારા વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. તેના બાદ સિરોહીમાંથી ગુજરાતમાં આવનાર વાહનોની બોર્ડર પર લાઈન લાગવાની તસવીરો પણ સામે આવી છે. લોકોએ પૂર્વ સૂચના વગર બોર્ડર સીલ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. 

Jun 10, 2020, 04:59 PM IST

વિશ્વ બ્રેઈન ટ્યૂમર ડે: રાજસ્થાનના દર્દીની સિવિલમાં સફળ સર્જરી, બ્રેઈનમાંથી દૂર કરાઈ 140 ઘન સે.મી.ની ગાંઠ

આજે વિશ્વ ટ્યુમર ડે છે. ટ્યૂમરે મગજમાં થતો એક પ્રકારનો ગઠ્ઠો છે. જે ધીરે-ધીરે વિકસીત થઇને શરીરના અન્ય ભાગોને અસરગ્રસ્ત કરી તેને કામ કરતાં બંધ કરી દે છે. જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. આ પેરેલિસિસ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે.

Jun 8, 2020, 09:44 PM IST

રાજસ્થાન જવાની પરવાનગી સાથે આવેલ પરપ્રાંતિયોને વલસાડ પોલીસે આવવા ન દીધા, દોડાવી દોડાવી માર્યાં

હાલ ગુજરાતમાંથી મોટાભાગના પરપ્રાંતિયો પોતાના વતન જવા રવાના થયા છે. જેમાં તેઓને પોતાના વતન પહોંચવા સુધી અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે વલસાડ જિલ્લાના તલવાડા બોર્ડર પર ફસાયેલા રાજસ્થાનવાસીઓ સાથે અનહોની ઘટના બની હતી. પરપ્રાંતિયોએ સાથે પોલીસની દબંગગીરી સામે આવી હતી. બોર્ડર પાર જવાની પરમિશન લઈને આવેલા રાજસ્થાનના લોકો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. પોલીસે પરપ્રાંતિયોને લોહીલુહાણ કર્યા હતા. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશ નહિ આપવાને લઈને પરપ્રાંતિયો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે લોકોને દોડાવી દોડાવીને માર માર્યો હતો. લોકોએ આક્ષેપ હતો કે, મહિલા સહિત, વૃદ્ધોને પણ પોલીસે દંડાવાળી હતી. 

May 9, 2020, 06:23 PM IST

Lockdown: BJP નું શાસન ન હોય તેવા રાજ્યોએ ચોક્કસ રણનીતિ હેઠળ મજુરો પાસેથી ભાડા વસુલ્યા?

કોરોના અને લોકડાઉન વચ્ચે શ્રમજીવીઓપોત પોતાના ઘેર પરત ફરી રહ્યા છે. એવામાં ટ્રેનોથી પરત ફરી રહેલા આ મજૂરો માટે વિવાદ પેદા થઇ ચુક્યો છે. વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે, કોરોના સંકટ વચ્ચે આ મજબુર મજુરો પાસેથી ભાડાના પૈસા વસુલી રહ્યા છે. જ્યારે રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 85 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને 15 ટકા રાજ્ય સરકારે ઉઠાવવાનાં રહે છે.આ તરફ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટી મજૂરોનું ભાડુ ચુકવશે. આ રાજનીતિક વિવાદ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે, શું બિન ભાજપ શાસિત રાજ્યોએ એક રણનીતિ હેઠળ મજૂરો પાસેથી ભાડા વસુલવાના શરૂ કર્યા છે. રેલવેના અનુસાર કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી જનારા યાત્રીઓ પાસે ભાડાઓ વસુલવામાં આવી રહ્યા છે, બાકી રાજ્યોએ મફતમાં મજૂરોની મુસાફરી કરાવી છે. કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર નથી.

May 4, 2020, 10:15 PM IST

રાજસ્થાનમાં ફરી કોરોનાનો ભરડો, રામગંજમાંથી 80 કોરોના પોઝિટિવ

રોના વાયરસ ફરી એકવાર ઝડપથી પોતાનો પગ પસારવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં રામગંજમાં કોરોનાનાં 80 કિસ્સા સામે આવ્યા છે. જયપુરમાં કોરોના કુલ કેસ આશરે 750થી પણ વધારે છે. જ્યારે રાજસ્થાનમાં આ આંકડ 1900ની પાર પહોંચી ચુક્યો છે. રાજસ્થાનમાં અત્યાર સુધી 90 કોરોના વોરિયર્સનાં પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. 

Apr 24, 2020, 12:40 AM IST

રાજસ્થાનઃ ટોંકના કોરોના પ્રભાવિત વિસ્તારમાં પોલીસની ટીમ પર હુમલો, 3 જવાન ઈજાગ્રસ્ત

દેશમાં અનેક જગ્યાએ કોરોના વોરિયર્સ પર હુમલાની ઘટનાઓ બની રહી છે. હવે રાજસ્થાનના ટોંકમાં પણ પોલીસ પર હુમલો થયો છે. 
 

Apr 17, 2020, 01:13 PM IST

અમદાવાદ: લોકડાઉન છતા પણ UP, MP અને રાજસ્થાની શ્રમજીવીઓની હિજરત યથાવત્ત

લોકડાઉનના કારણે સમગ્ર દેશ અને રાજ્ય ઠપ્પ થઇ ચુક્યા છે. જેના કારણે ગુજરાતમાં બહારથી આવેલા સેંકડો શ્રમજીવીઓ પોત પોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે. જો કે લોકડાઉનના કારણે કોઇ વાહન નહી મળવાનાં કારણે આ શ્રમજીવીઓ પોતાનાં પરિવાર સાથે ખભે થેલા નાખીને ચાલતી પકડી છે. આ લોકો ચાલતા રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાં પોતાના પારિવારિક ગામડે પરત ફરી રહ્યા છે. 

Mar 29, 2020, 05:14 PM IST

રાજસ્થાનમાં કોરોનાના 6 નવા કેસ સામે આવ્યા, કુલ 23 કેસ નોંધાતા હડકંપ

રાજસ્થાનમાં કોરોનાનાનો કોહરામ સતત ચાલુ છે. આજે ફરીથી રાજસ્થાનમાં 6 નવા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તેમાંથી 5 કેસ ભીલવાડા જિલ્લાથી અને એક જયપુરથી સામે આવ્યા છે. ભીલવાડાના 5 કેસ એક હોસ્પિટલના સ્ટાફના છે, જ્યાં એક ડોક્ટર પણ પોઝિટીવ જોવા મળ્યા છે. ACS મેડિકલ રોહિત કુમાર સિંહે આ તમામ દર્દીઓની પુષ્ટિ કરી છે.

Mar 21, 2020, 11:25 AM IST

કોરોના વાયરસના લીધે નોઇડા અને રાજસ્થાનમાં કલમ 144 લાગૂ

કોરોના વાયરસે આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે આખી દુનિયાને ચપેટમાં લીધી છે. કોરોના વાયરસથી પીડિત કેસોની સંખ્યા દેશમાં પણ સતત વધતી જાય છે. વિદેશ મંત્રાલયે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે 276 ભારતીય વિદેશોમાં કોરોના વાયરસથી સંક્રમિત છે.

Mar 18, 2020, 11:21 PM IST

રાજસ્થાન ગયેલા ધારાસભ્યોને લઇ નિતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા તેમના તમામ ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર સ્થિત શિવવિલા પેલેસ ખાતે લઇ જવાયા છે. ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો હાલ જયપુર હોવાથી વિધાનસભા ગૃહમાં વિપક્ષની ગેરહાજરી વચ્ચે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી

Mar 17, 2020, 03:35 PM IST

કોરોના પર રાજસ્થાનથી આવ્યા રાહતના સમાચાર, વાયરસથી પીડિત 3 લોકો થયા સ્વસ્થ

સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રોહિત કુમાર સિંહે રવિવારે પત્રકારો સાથે વાત કરતા આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, પોઝિટિવ આવેલા 69 વર્ષીય ઇટાલીના નાગરિક અને 85 વર્ષના જયપુરના નિવાસી વ્યક્તિનો તપાસ રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે.

Mar 15, 2020, 08:56 PM IST

રાજ્યસભા ચૂંટણીઃ કોંગ્રેસના 14 ધારાસભ્યો પહોંચ્યા જયપુર, શિવ વિલાસ હોટલમાં રોકાણ કરશે

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કરતાં જ ગુજરાત કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગનો ભય પેસી ગયો છે.રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસે તેના 20 ધારાસભ્યોને આજે સાંજે સાત વાગે અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટમાં ગુજરાત બહાર લઇ જઇ જવામાં આવ્યા છે. 

Mar 14, 2020, 05:31 PM IST

જોધપુરમાં ભીષણ રોડ અકસ્માત, પીકઅપ અને ટ્રેલરની ટક્કરમાં 11 લોકોના મોત

જિલ્લાના શેરગઢ પોલીસ સ્ટેશનની હદના સોઈતરા ગામની સરહદમાં આજે શનિવારનો દિવસ કાળો દિવસ બની રહ્યો. અહીં  બાલોતરા હાઈવે પર એક પિકઅપ અને એક ટ્રેલરની ભીષણ ટક્કર પિક અપ સવાર 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા. 

Mar 14, 2020, 11:19 AM IST