ફેસબુક પર ખોટી પોસ્ટ મુકી ભાજપનાં નેતાઓને બદનામ કરનારા 3 લોકોની ધરપકડ

 ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને વટવા વોર્ડના ભાજપના પ્રમુખને ખોટા આરોપો લગાવીને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર અને તેના અનુસંધાને ખોટી પોસ્ટ કરીને અન્ય કમિટીના પ્રમુખોને ટેગ કરનાર યુવક વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેફ એકાઉન્ટ બનાવનાર શખ્સની વિરુદ્ધ ગુનો દાખલ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
ફેસબુક પર ખોટી પોસ્ટ મુકી ભાજપનાં નેતાઓને બદનામ કરનારા 3 લોકોની ધરપકડ

અમદાવાદ :  ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને વટવા વોર્ડના ભાજપના પ્રમુખને ખોટા આરોપો લગાવીને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર અને તેના અનુસંધાને ખોટી પોસ્ટ કરીને અન્ય કમિટીના પ્રમુખોને ટેગ કરનાર યુવક વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેફ એકાઉન્ટ બનાવનાર શખ્સની વિરુદ્ધ ગુનો દાખલ કરીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

વટવાની પ્રભાત પ્રેરણા સોસાયટીમાં રહેતા અને વટવા વોર્ડના ભાજપના પ્રમુખ સુશીલ રાજપૂત 31 માર્ચે ઘરે હતા ત્યારે તેમના એક મિત્રએ ફોન કરીને કોઇ વ્યક્તિએ ફેક એકાઉન્ટ બનાવીને તમારા ફોટા સાથે ભાજપ તરફથી 25 લાખ મળ્યા હોવાની પોસ્ટ થઇ છે. રોજ 8 -10 હજાર માણસોને જમાડી બીજા પૈસા હજમ કરવાનું ષડયંત્ર હોવાનો ઉલ્લેખ કરાયો છે. 

જો કે આ પોસ્ટ હિંદી ભાષામાં હતી આ ઉપરાંત વટવા વોર્ડનાં દરેક સભ્યોને પણ ટેગ કરવામાં આવ્યા છે. જેથી સુશીલે આ અંગે વટવા વોર્નડા મહામંત્રીને જાણ કરી હતી. આખરે સુશીલે વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ફેસબુક પર ફેક આઇઢી બનાવી ખોટી પોસ્ટ કરીને બદનામ કરવાનું કાવતરૂ રચનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. 

વટવા પોલીસ દ્વારા ટેક્નીકલ સર્વેલન્સનાં આધારે શંકાસ્પદ મોબાઇલ નંબર શોધી કાઢ્યો હતો. જેના આધારે ફેક ફેસબુક આઇડી બનાવનાર દેવેન્દ્ર ચૌહાણ અને જગદીશ ઉર્ફે જગ્ગી શિવહરે અને આ બંન્નેને મદદ કરનાર પંકજ જયસ્વાલ નામના શખ્સની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news