બોલો! હવે ગુજરાત કોંગ્રેસના નેતા જ કહે છે, 'સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ, કોંગ્રેસ સાફ'
યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની જીભ લપસી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર બનશે તો પહેલી કેબિનેટમાં ખેડૂતોનું દેવું માફ બોલતા જ લોકોએ તાળી વગાડી હતી.
Trending Photos
વલસાડ: ગુજરાતમાં વલસાડ જિલ્લાના વાપી પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં એક નેતાએ બફાટ કર્યો છે અને જે હાલમાં ચારેકોર ચર્ચામાં છે. યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમાએ બોલવામાં બફાટ માર્યો છે. વાપી ખાતે ભાષણ કરતા કોંગ્રેસના નેતાની જીભ લપસતા પાર્ટીને શરમ આવે એવી ઘટના બની હતી.
યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની જીભ લપસી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર બનશે તો પહેલી કેબિનેટમાં ખેડૂતોનું દેવું માફ બોલતા જ લોકોએ તાળી વગાડી હતી. જો કે ઘટના અહીં પુરી થઈ નહોતી. દેવા માફીની વાત કરીને તરત જ નેતાજીએ બફાટ કર્યો હતો.
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે વાપીમાં કાર્યક્રમ દરમિયાન ભાંગરો વાટ્યો હતો. યુવા પરિવર્તન યાત્રા દરમિયાન લોકોને સંબોધન કરતા કહ્યું કે, જો કોંગ્રેસની સરકાર બનશે તો પહેલી કેબિનેટમાં ખેડૂતોના દેવા માફ થશે અને કોંગ્રેસ સાફ થઈ જશે. હરપાલસિંહ ચુડાસમાની જીભ લપસતા તેમણે પોતાની જ પાર્ટીને સાફ કરવાની વાત કરી દીધી. જો કે બાદમાં તેમણે પોતાની ભૂલ સુધારી હતી.
નેતાજીએ કહ્યું, કોંગ્રેસની સરકાર બનશે તો પહેલી કેબિનેટમાં ખેડૂતોનું દેવું માફ અને કોંગ્રેસ સાફ. પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના નેતાઓના બફાટથી લોકોમાં કુતુહલ સર્જાયું હતું. નેતાજીએ પોતાની એક ભૂલથી પોતાના જ પક્ષને સાફ કરવાની વાત ભરી સભામાં કરી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મહત્વનું છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા 15 દિવસથી સતત ચર્ચામાં છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે. આ સાથે ગુજરાત યુથ કોંગ્રેસે પણ યાત્રાનો પ્રારંભ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે