કોરોના મહામારી દરમિયાન અન્ય દેશોમાં ફટવાઇ ગયેલા 1958 ગુજરાતીઓને પરત લવાયા


વિશ્વના વિવિધ દેશો-રાષ્ટ્રોમાં અભ્યાસ, વેપાર-વણજ કે પ્રવાસે ગયેલા ગુજરાતી મૂળના લોકોને પણ આ મિશન અંતર્ગત કોરોના વાયરસની સ્થિતીને અનુલક્ષીને વતન પરત લાવવાની કાર્યવાહિ કરવામાં આવી છે. 

કોરોના મહામારી દરમિયાન અન્ય દેશોમાં ફટવાઇ ગયેલા 1958 ગુજરાતીઓને પરત લવાયા

ગાંધીનગરઃ કોરોના વાયરસ કોવિડ-19ની પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતીમાં વિશ્વના અન્ય રાષ્ટ્રો-દેશોમાં અટવાયેલા-ફસાઇ ગયેલા 1958 જેટલા ગુજરાતીઓને તા.27મી મે બુધવાર સુધીમાં વંદેભારત મિશન અન્વયે સ્વદેશ-વતનભૂમિ પરત લાવવામાં આવ્યા છે. 
    
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનની સ્થિતીમાં જ્યારે આંતરરાષ્ટ્રીય હવાઇ સેવાઓ બંધ છે ત્યારે અન્ય દેશોમાં ફસાઇ ગયેલા ભારતીઓ-ગુજરાતીઓને વતન પરત લાવવા માટે વિશેષ વિમાનની સેવાઓ વંદેભારત મિશન અંતર્ગત શરૂ કરવા અંગે પ્રધાનમં નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરનો વિશેષ આભાર માન્યો છે. 
    
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, કોરોનાની મહામારીમાં અન્ય રાષ્ટ્રોમાં અભ્યાસ કરવા ગયેલા અને અટવાઇ ગયેલા વિદ્યાર્થીઓ, પરિવારોને વતનભૂમિમાં ઘર, પરિવાર પાસે લાવવાના હેતુથી ભારત સરકારના વિદેશ મંત્રાલયે તા.7મી મે થી વંદેભારત મિશન શરૂ કર્યુ છે. 

તમારા ગામમાં પીવાના પાણીની સમસ્યા હોય તો આ નંબર પર કરો ફોન, સરકારે શરૂ કરી સેવા

વિશ્વના વિવિધ દેશો-રાષ્ટ્રોમાં અભ્યાસ, વેપાર-વણજ કે પ્રવાસે ગયેલા ગુજરાતી મૂળના લોકોને પણ આ મિશન અંતર્ગત કોરોના વાયરસની સ્થિતીને અનુલક્ષીને વતન પરત લાવવાની કાર્યવાહિ કરવામાં આવી છે. 

આવી વિશેષ ફલાઇટનું એર ઇન્ડીયા અને એર ઇન્ડીયા એકસપ્રેસ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે તેમાં ક્રમશ: કુવૈત-146, ફિલીપાઇન્સ-155, યુ.કે.-303, મલેશિયા-48, ઇન્ડોનેશિયા-38, યુ.કે-132, યુ.એસ.એ-73, ઓસ્ટ્રેલિયા-217, ફિલીપાઇન્સ-177, સિંગાપોર-93, બેલ્લારૂસ-102, કેનેડા-176 અને ફ્રાન્સ-66 મળીને સમગ્રતયા 1958 જેટલા ગુજરાતીઓ વતનભૂમિ પરત ફર્યા છે. 

કોરોના વોરિયર બન્યા NCC કેડેટ્સ, રાજ્યભરમાં કર્યું 25000 માસ્કનું વિતરણ
    
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, તા.12મી મે એ યુ.એસ.એ.થી અમદાવાદ માટે જે પ્રથમ ફલાઇટ આવી તેમાં 135 ગુજરાતીઓ માતૃભૂમિ પરત આવ્યા છે. 
કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે આવા અન્ય રાષ્ટ્રોમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા માટે ‘વંદેભારત મિશન’નો બીજો તબક્કો તા.16મી મે થી શરૂ કર્યો છે જે તા.13મી જૂન સુધી ચાલુ રહેવાનો છે. 
    
તેમણે કહ્યું કે, આ દરમ્યાન ગુજરાતી યાત્રિકોને લઇને જે ફલાઇટ વિશ્વના દેશોમાંથી આવવાની છે. તેમાં, તા.29મી મે એ અને તા31મી એ યુ.એ.ઇ.થી, તા.30મી મે એ ઓમાન અને કતારથી, તા.1 લી જૂને કુવૈતથી તા.8મી જૂને યુ.કે.થી બે ફલાઇટ તેમજ તા.૯મી જૂને યુ.એસ.એ.થી બે ફલાઇટ ગુજરાત આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news