‘જામકંડોરણાનું રાજકીય ખેતર મારા પિતાએ તૈયાર કર્યું છે, અહીં કોઈને ઘૂસવા નહિ દઉં...’

હાલ ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (jayesh radadiya) ચર્ચામાં છે. હાલમાં જ તેઓ પર લોકડાયરાના એક કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરાયો હતો. ત્યાં અન્ય એક કાર્યક્રમમાં તેમના બિન્દાસ બોલ સામે આવ્યા છે. કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હુંકાર કરતા કહ્યું કે, જામકંડોરણામાં મારુ રાજકીય ખેતર છે. મારા પિતાએ આ ખેતર તૈયાર કર્યું છે. અહીં બીજા કોઈએ રાજકારણ કરવા આવવું નહિ. અને હું અહી કોઈને મારા ખેતરમાં ઘૂસવા નહિ દઉં. કોઈ પણ રાજકીય વાવાઝોડાની તાકાત અહીં નહિ ચાલે. પોરબંદરથી ચાલુ થયેલ રાજકીય વાવાઝોડું અહીં શાંત થઈ ગયું છે. 
‘જામકંડોરણાનું રાજકીય ખેતર મારા પિતાએ તૈયાર કર્યું છે, અહીં કોઈને ઘૂસવા નહિ દઉં...’

નરેશ ભાલીયા/જામકંડોરણા :હાલ ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (jayesh radadiya) ચર્ચામાં છે. હાલમાં જ તેઓ પર લોકડાયરાના એક કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરાયો હતો. ત્યાં અન્ય એક કાર્યક્રમમાં તેમના બિન્દાસ બોલ સામે આવ્યા છે. કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હુંકાર કરતા કહ્યું કે, જામકંડોરણામાં મારુ રાજકીય ખેતર છે. મારા પિતાએ આ ખેતર તૈયાર કર્યું છે. અહીં બીજા કોઈએ રાજકારણ કરવા આવવું નહિ. અને હું અહી કોઈને મારા ખેતરમાં ઘૂસવા નહિ દઉં. કોઈ પણ રાજકીય વાવાઝોડાની તાકાત અહીં નહિ ચાલે. પોરબંદરથી ચાલુ થયેલ રાજકીય વાવાઝોડું અહીં શાંત થઈ ગયું છે. 

આમ કાર્યક્રમમાં જાહેરમાં જયેશ રાદડિયાએ બિન્દાસ વાત કહીને પોતાના રાજકીય દુશ્મનોને ધમકાવ્યા છે. કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત રહીને તેઓએ પોતાના રાજકીય હરીફોને ચેતવણી આપી હતી. તેઓએ કહ્યું કે, સમય આવ્યે ત્યારે રાજકારણ તો અમે કરવાના જ છે. જામકંડોરણામાં મારા પિતાનું 30 વર્ષનું વાવેલુ છે, તેને લણવાનો અધિકાર ફક્ત મને જ છે. આ ખેતરમાં મારુ 30 વર્ષનું વાવેતર કરેલું છે. અહીં કોઈને આવવાનો અધિકાર નથી. બીજા રાહ જોતા હોય અને ઉપાધિ કરતા હોય એ બંધ કરી દેજો. પવન ભલે ગમે ત્યાંથી ઉપડે, પોરબંદરથી ઉપડે, આપણુ ચાલુ થાય ત્યાં પવન શાંત થઈ જાય. અહી સારા સારા વાવાઝોડા શાંત થઈ જાય છે. વિઠ્ઠલભાઈ ઘણુ સમાજને અર્પણ કરી ગયા છે. 

તેમણે કહ્યું કે, રાજકારણ નસીબની વાત આવતી હોય છે. એક હાથે સમાજની પ્રવૃત્તિ અને એક હાથે રાજકારણ. ઉલ્લેખનીય છે કે, આજે જામકંડોરાણામાં યોજાયેલ લોકડાયરામાં ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડીયા ઢોલ ઉપર બેસેલા જોવા મળ્યા હતા. જ્યાં ઢોલ પર તેમના પર નોટોનો વરસાદ થયો હતો. જયેશ રાદડિયાના મિત્ર પિયુષ રૈયાણીએ ટીકટોકમાં આ વીડિયો શેર કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news