સેમસંગનો ધમાકો, મોબાઇલ માર્કેટમાં શાઓમી અને વીવોને છોડ્યા પાછળ

ઇન્ડિયન ફીચર ફોન+સ્માર્ટફોન માર્કેટમાં દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ ટોપ પર રહી છે. આ વર્ષના બીજા ક્વાર્ટરમાં આ માર્કેટમાં સેમસંગની બજાર ભાગીદારી 24 ટકા રહી છે.   

Updated By: Aug 10, 2020, 03:48 PM IST
સેમસંગનો ધમાકો, મોબાઇલ માર્કેટમાં શાઓમી અને વીવોને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ સેમસંગે શાનદાર પ્રદર્શન કર્યું છે. સેમસંગે આ વર્ષના બીજા ક્વાર્ટર (એપ્રિલ-જૂન ક્વાર્ટર)માં ભારતીય મોબાઇલ માર્કેટમાં એકવાર ફરી ટોપ પોઝિશન હાસિલ કરી લીધી છે. એટલે કે સેમસંગે ભારતીય મોબાઇલ માર્કેટમાં શાઓમી અને વીવોને પાછળ છોડી દીધું છે. આ વાત IDCના લેટેસ્ટ ડેટામાં કહેવામાં આવી છે. ઇન્ડિયન ફીચર ફોન+સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગની ભાગીદારી 24 ટકા રહી છે. ત્યારબાદ શાઓમી અને વીવોનો નંબર આવે છે. 

સ્માર્ટફોન માર્કેટમાં શાઓમી નંબર 1
પરંતુ શાઓમી અને વીવો ભારતીય બજારમાં માત્ર સ્માર્ટફોન વેચે છે. જો માત્ર સ્માર્ટફોનને જોવામાં આવે તો શાઓમી નંબર 1 પોઝિશિન પર છે. પરંતુ સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગની પોઝિશન મજબૂત થઈ છે. જૂનમાં સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગની ભાગીદારી 26.3 ટકા રહી છે. જ્યારે પાછલા ક્વાર્ટરમાં સેમસંગની બજારમાં ભાગીદારી 15.6 ટકા હતી. જૂન 2020 ક્વાર્ટરમાં શાઓમી અને વીવોની બજાર ભાગીદારી ક્રમશઃ 29.4 અને 17.5 ટકા રહી છે. 

10 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ થયો Vivo Y1s સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ  

51 ટકા ઘટી ગયું ઓપ્પોનું શિપમેન્ટ
વર્ષ 2020ના બીજા ક્વાર્ટરમાં શાઓમીનું ઓવરઓલ શિપમેન્ટ વાર્ષિક આધારપર 48.7 ટકાથી ઘટીને 52 લાખ યૂનિટ્સ રહ્યું છે. બીજા ક્વાર્ટરમાં રિયલમી ચોથાનંબર પર રહી અને કંપનીએ આ સમયગાળા દરમિયાન 17.8 લાખ ડિવાઇઝનું શિપમેન્ટ કર્યું છે. વાર્ષિક આધાર પર રિયલમીના શિપમેન્ટમાં 37 ટકાનો ઘટાડો થયો છે. તો ઓપ્પોનું શિપમેન્ટ વાર્ષિક આધાર પર 51 ટકા ઘટીને 17.6 લાખ યૂનિટ રહ્યું છે. 

WhatsApp લાવશે નવું ફીચર, અનેક ડિવાઇસ પર ચલાવી શકશો સિંગલ એકાઉન્ટ

ફીચર ફોનના માર્કેટમાં 35.5 ટકા રહી ભાગીદારી
IDCનું કહેવું છે કે 2020ના બીજા ક્વાર્ટરમાં ઈન્ડિયન સ્માર્ટફોન માર્કેટમાં 50.6 ટકાનો મોટો ઘટાડો થયો છે. એક વર્ષ પહેલાના સમયગાળામાં શિપમેન્ટ 3.68 કરોડ યૂનિટ હતું, જે ઘટીને 1.82 કરોડ યૂનિટ થઈ ગયું છે. IDCનું કહેવું છે કે 2020ના બીજા છ મહિનામાં માર્કેટમાં રિકવરીના સંકેત જોવા મળશે. બીજા ક્વાર્ટરમાં ફીચર ફોનનું શિપમેન્ટ વાર્ષિક આધાર પર 69 ટકા ઘટીને 1 કરોડ યૂનિટ્સ રહ્યું છે. ઓવરઓલ ઈન્ડિયન મોબાઇલ માર્કેટમાં તેની ભાગીદારી 35.5 ટકા રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ટેકના અન્ય સમાચાર