શાળાઓ

15 જાન્યુઆરીથી ખુલશે શાળા કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન? જાણો શિક્ષણમંત્રીએ શું કહ્યું

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ શાળાઓ અને કોલેજો 23 નવેમ્બરથી ફરી કાર્યરત કરવાનો સરકારે આદેશ આપ્યો હતો. જો કે કોરોના બેકાબુ બનતા આગામી આદેશ સુધી શાળા કોલેજો બંધ જ રાખવા માટે જણાવ્યું હતું. જો કે હવે નજીકમાં ભવિષ્યમાં શાળા કે કોલેજ શાળાઓ અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જો કે હવે આ શૈક્ષણિક સત્રમાં શાળા કે કોલેજ ખુલ્લે તેવી શક્યતાઓ નહીવત્ત છે. આને શિક્ષણ મંત્રીએ પોતે જ આડકતરો સંકેત કર્યો છે. 

Dec 21, 2020, 06:27 PM IST

Corona નો પ્રકોપ ઘટ્યો, 8 મહિના બાદ આ રાજ્યોમાં શાળાઓ ખૂલશે, જાણો ગુજરાત સામેલ છે કે નહીં?

આ બધા વચ્ચે હવે રાજ્યોમાં શાળાઓ ખોલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક રાજ્યોમાં આ મહિને શાળાઓ ખુલશે જ્યારે કેટલાક રાજ્યોમાં રસી આવ્યા બાદ ખૂલશે. તો અન્ય કેટલાક રાજ્યો એવા પણ છે જેઓ અસમંજસમાં છે કે શાળાઓ ખોલવી કે નહી.

Dec 13, 2020, 12:52 PM IST

હથેળીમાં ચાંદ બતાવી લાખો રૂપિયા ફી ઉઘરાવતી શાળાઓ બાળકોની સુરક્ષા મુદ્દે ઉદાસીન

કોરોનાને કારણે થયેલા લોકડાઉન બાદ હવે જ્યારે ફરી એકવાર શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકાર તૈયારી કરી રહી છે, એવામાં રાજ્યના જુદા જુદા ભાગોના બનેલા આગના બનાવોને કારણે શાળાઓમાં આગ લાગે ત્યારે જરૂરી ફાયરની સુવિધાઓ તેમજ ફાયર NOC શાળાઓ પાસે છે કે નહીં તે મુદ્દો ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આગ લાગે ત્યારે કૂવો શોધવાની કેટલાકને આદત હોય છે, તે મુજબ દર વખતે રાજ્યના કોઈ ભાગમાં આગનો બનાવ બને ત્યારબાદ તંત્ર હરકતમાં આવતું હોય છે. તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવતો હોય છે. ભૂતકાળમાં સુરતના ટ્યુશનમાં આગ લાગવાને કારણે કેટલાક બાળકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ તે સમયના અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડે દ્વારા અમદાવાદમાં ચાલતા તમામ ટ્યુશન - કલાસીસ તેમજ શાળાઓમાં ફાયરની સુવિધા તેમજ NOC છે કે નહીં તે અંગે તપાસનો અહેવાલ તૈયાર કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ અપાયો હતો. પરંતુ કેટલી શાળાઓ અપાશે ફાયરની સુવિધા કે NOC નથી એનો જવાબ આપવાનું તંત્ર હમેશા ટાળતું રહ્યું હતું. 

Nov 7, 2020, 06:11 PM IST

કોરોનાકાળમાં આ રાજ્યોમાં આજથી શાળાઓ શરૂ, બાળકોને મોકલતા પહેલા જાણી લો નિયમ

સરકારે અનલોક 4.0 (Unlock-4.0) માં દેશભરમાં 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે સુરક્ષાના ઉપાયો સાથે શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે આજથી વિદ્યાર્થીઓ ફરીથી એકવાર શાળાઓમાં જઈ શકશે. કોરોના મહામારીને કારણે છેલ્લા અનેક મહિનાથી શાળાઓ બંધ હતી. જો કે કન્ટેઈન્મેઈન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં જ શાળાઓ ખુલશે અને તે જ વિસ્તારના વિદ્યાર્થીઓ શાળાઓમાં આવી શકશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. 

Sep 21, 2020, 07:03 AM IST

કોરોનાના હાહાકાર વચ્ચે શાળાઓ આજથી વિદ્યાર્થીઓ વગર ખુલશે, જાણો વિગતો

કોરોના વાયરસના કારણે હાલ ઘણું બધુ બદલાઈ ગયું છે. આજથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે પરંતુ શાળાઓ વિદ્યાર્થીઓ વગર જ ખુલશે. વર્ષ 2020 -21ના શૈક્ષણિક સત્રના પ્રારંભ અને વિદ્યાર્થીઓની ગેરહાજરી વચ્ચે શાળાઓ ખુલશે. 

Jun 8, 2020, 06:53 AM IST
FRC charged fine of Rs 3.50 lakh from 25 schools in surat watch video zee 24 kalak PT1M52S

સુરત: ફીમાં મનમાની કરતી શાળાઓ પાસેથી FRCએ 3.50 લાખનો દંડ વસુલ્યો

FRCએ 25 શાળાઓ પાસેથી દંડ વસૂલ્યો. મંજૂરી વિના શાળાઓએ મસમોટી ફી વસૂલી જેને લઈને તેમની પાસેથી 3.50 લાખનો દંડ વસૂલાયો. અન્ય શાળાઓને પણ નોટિસ ફટકારવામાં આવશે.

Jan 25, 2020, 09:05 AM IST

J&Kમાં બંધ શાળાઓ, મંદિરોનો સર્વે કરાવશે સરકાર, 50 હજાર મંદિરો ફરીથી ખોલવામાં આવશે

કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અંગે મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ આતંકવાદના કારણે બંધ થયેલી શાળાઓ અને મંદિરોનો સર્વે કરાવવાનો નિર્ણય લેવાયો છે

Sep 23, 2019, 02:32 PM IST

J&K: કાશ્મીર ખીણમાં ખુલી ગઈ 190 શાળાઓ, સરકારી ઓફિસો પણ ધમધમશે

જમ્મુ અને કાશ્મીરમાં શાંતિનો માહોલ પૂર્વવત થઈ રહ્યો છે. શ્રીનગરમાં આજે 190 પ્રાઈમરી શાળાઓ ખુલી ગઈ છે. રાજ્યમાંથી કલમ 370 હટી ગયા બાદ સુરક્ષા કારણોસર કાશ્મીર ખીણની તમામ શાળાઓ બંધ કરી દેવાઈ હતી. રાજ્યના પ્રધાન સચિવ (પ્લાનિંગ કમિશન) રોહિત કંસલે જાણકારી આપી હતી કે સોમવારથી શ્રીનગરમાં શાળાઓ ખુલશે. આ સાથે જ સરકારી ઓફિસોમાં પણ કામકાજ શરૂ  થશે. આ માટે પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે ઠેર ઠેર સુરક્ષાદળો તહેનાત છે. 

Aug 19, 2019, 10:00 AM IST

શાળાના વિદ્યાર્થીઓની અક્સમાતથી બચવા માનવ સાંકળ બનાવી કરે છે હાઇવે ક્રોસ

જબુંસર રોડ પરના અકસ્માતના ભયના પગલે ડભાસા ગામની શાળાના વિદ્યાર્થીઓની અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચી હાઇવે ક્રોસ કરવા પર મજબુર બન્યા છે. આમ તો પાદરા જબુંસર રોડ પર રોજ બરોજના અનેક અકસ્માત થાય છે. અને અનેક લોકોના જીવ જાય છે ત્યારે શાળાના વિધાર્થીઓ પણ એક જ માગ કરી રહ્યા છે કે, પાદરા જબુંસર હાઇવે ફોર લેન તત્કાળ બને તવે માગ કરવામાં આવી છે.

Jul 14, 2019, 09:09 PM IST
Government schools in Bhavnagar dilapidated, lack basic facilities PT4M46S

શું આમ ભણશે ગુજરાત? ભાવનગરની આ શાળાની હાલત જુઓ

શું આમ ભણશે ગુજરાત? ભાવનગરની આ શાળાની હાલત જુઓ

Jan 31, 2019, 10:45 AM IST