J&K: કાશ્મીર ખીણમાં ખુલી ગઈ 190 શાળાઓ, સરકારી ઓફિસો પણ ધમધમશે
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં શાંતિનો માહોલ પૂર્વવત થઈ રહ્યો છે. શ્રીનગરમાં આજે 190 પ્રાઈમરી શાળાઓ ખુલી ગઈ છે. રાજ્યમાંથી કલમ 370 હટી ગયા બાદ સુરક્ષા કારણોસર કાશ્મીર ખીણની તમામ શાળાઓ બંધ કરી દેવાઈ હતી. રાજ્યના પ્રધાન સચિવ (પ્લાનિંગ કમિશન) રોહિત કંસલે જાણકારી આપી હતી કે સોમવારથી શ્રીનગરમાં શાળાઓ ખુલશે. આ સાથે જ સરકારી ઓફિસોમાં પણ કામકાજ શરૂ થશે. આ માટે પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે ઠેર ઠેર સુરક્ષાદળો તહેનાત છે.
જમ્મુ અને કાશ્મીરના ગૃહ વિભાગ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક અફવા ફેલાવાઈ રહી છે કે જમ્મુ અને કાશ્મીર પોલીસના હથિયાર જપ્ત કરાઈ રહ્યાં છે પરંતુ તે સદતંર અફવા છે. ગૃહ વિભાગ તરફથી અપીલ કરાઈ છે કે આ પ્રકારની કોઈ ખબર પર વિશ્વાસ ન કરે.
જુઓ LIVE TV
જમ્મુ અને કાશ્મીરના સુરક્ષા સલાહકાર કે વિજયકુમારે કહ્યું કે સોમવારથી શાળાઓ ખુલી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. અજીત ડોભાલ, ગૃહ મંત્રી અમિત શાહ અને ગૃહ સચિવે મળીને સારો પ્લાન બનાવ્યો. અમે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશુ અને આ માટે અમે લિગલ ઓપીનિયન લઈ રહ્યાં છીએ.
કાશ્મીર ખીણમાં જેટલા દિવસ શાળાઓ બંધ રહી છે તેના બદલે આ મહિને પાછળથી પૂરક વર્ગો લેવાશે. અધિકારીઓએ કહ્યું કે 50,000થી વધુ લેન્ડલાઈન ફોન ચાલુ છે. સરકારી કર્મચારીઓ પોત પોતાના કાર્યાલયોમાં જઈ શકે તે માટે પ્રતિબંધોમાં ઢીલ અપાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે