15 જાન્યુઆરીથી ખુલશે શાળા કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન? જાણો શિક્ષણમંત્રીએ શું કહ્યું

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ શાળાઓ અને કોલેજો 23 નવેમ્બરથી ફરી કાર્યરત કરવાનો સરકારે આદેશ આપ્યો હતો. જો કે કોરોના બેકાબુ બનતા આગામી આદેશ સુધી શાળા કોલેજો બંધ જ રાખવા માટે જણાવ્યું હતું. જો કે હવે નજીકમાં ભવિષ્યમાં શાળા કે કોલેજ શાળાઓ અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જો કે હવે આ શૈક્ષણિક સત્રમાં શાળા કે કોલેજ ખુલ્લે તેવી શક્યતાઓ નહીવત્ત છે. આને શિક્ષણ મંત્રીએ પોતે જ આડકતરો સંકેત કર્યો છે. 
15 જાન્યુઆરીથી ખુલશે શાળા કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન? જાણો શિક્ષણમંત્રીએ શું કહ્યું

અમદાવાદ : રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ શાળાઓ અને કોલેજો 23 નવેમ્બરથી ફરી કાર્યરત કરવાનો સરકારે આદેશ આપ્યો હતો. જો કે કોરોના બેકાબુ બનતા આગામી આદેશ સુધી શાળા કોલેજો બંધ જ રાખવા માટે જણાવ્યું હતું. જો કે હવે નજીકમાં ભવિષ્યમાં શાળા કે કોલેજ શાળાઓ અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જો કે હવે આ શૈક્ષણિક સત્રમાં શાળા કે કોલેજ ખુલ્લે તેવી શક્યતાઓ નહીવત્ત છે. આને શિક્ષણ મંત્રીએ પોતે જ આડકતરો સંકેત કર્યો છે. 

શિક્ષણમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં શાળા અને કોલેજો ફરી શરૂ કરવા અંગેના તેમજ પરીક્ષાઓ અને માસ પ્રમોશન અંગેના અહેવાલ પ્રચાર માધ્યમોમાં વહેતા થયા તે પાયાવિહોણા હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, માસ પ્રમોશ અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. યોગ્ય સમયે તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે. શાળાઓ ખોલવા અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જો કે હાલ શાળાઓ 15 જાન્યુઆરી બાદ ખુલ્લે તેવી શક્યતાાનાં જે અહેવાલો કેટલાક માધ્યમો ચલાવી રહ્યા છે તે ખોટા છે. 

હાલમાં શાળાઓ અને કોલેજ ખોલવા કે માસ પ્રમોશન અંગે કોઇ જ નિર્ણય લેવાયો નથી. તેથી વાલીઓ, વિદ્યાર્થીઓ કે શાળાઓએ ગેરમાર્ગે દોરવાવું નહી. ઓનલાઇન અભ્યાસ યોગ્ય રીતે ચાલી રહ્યો છે યથાવત્ત ચાલુ રાખવો. કોઇ પણ વિદ્યાર્થી માસ પ્રમોશન અપાશે તેવી લાલચે અભ્યાસ બંધ કરવો નહી. આ અંગેનું હાલ સરકારનું કોઇ જ આયોજન નથી. માટે હાલ ઓનલાઇન અભ્યાસ વિદ્યાર્થીઓએ ચાલુ જ રાખવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news