કોરોનાના કઠેડામાં ભારત ક્યાં ઉભું છે? માત્ર નવા કેસ નહિ, રિકવર રેટ પણ વધ્યો છે, જાણી લો બધું જ

એક અદ્રશ્ય વાયરસના કહેરને કારણે દરેક કોઈ પોતાની જિંદગી ડરમાં વિતાવવા મજબૂર બન્યો છે. કોરોના (Coronavirus) એ ન માત્ર લોકોને ઘરમાં કેદ રહેવા પર મજબૂર કર્યા છે, પરંતુ દરેક કોઈને બહુ જ ડર (CoronaLockdown) માં રહેવા માટે લાચાર કર્યાં છે. ભારતમાં પણ હાલ પરિસ્થિતિ કંઈક આવી જ છે. 

કોરોનાના કઠેડામાં ભારત ક્યાં ઉભું છે? માત્ર નવા કેસ નહિ, રિકવર રેટ પણ વધ્યો છે, જાણી લો બધું જ

ઝી મીડિયા/બ્યૂરો :એક અદ્રશ્ય વાયરસના કહેરને કારણે દરેક કોઈ પોતાની જિંદગી ડરમાં વિતાવવા મજબૂર બન્યો છે. કોરોના (Coronavirus) એ ન માત્ર લોકોને ઘરમાં કેદ રહેવા પર મજબૂર કર્યા છે, પરંતુ દરેક કોઈને બહુ જ ડર (CoronaLockdown) માં રહેવા માટે લાચાર કર્યાં છે. ભારતમાં પણ હાલ પરિસ્થિતિ કંઈક આવી જ છે. 

સુપ્રિમ કોર્ટના કર્મચારીને કોરોના
કોરોના વાયરસનું સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. વાયરસ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ દસ્તક આપી ચૂક્યું છે. સુપ્રિમ કોર્ટના એક કર્મચારીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેન બાદ કોર્ટના બે રજિસ્ટ્રારને હોમ ક્વોરેન્ટાઈન માટે મોકલી દેવાયા છે. હાલ એ લોકોની માહિતી મેળવવામાં આવી રહી છે, જેના સંપર્કમાં સંક્રમિત કર્મચારી આવ્યો હતો. જે કર્મચારીને વાયરસે પોતાના ઝપેટમાં લીધો છે, તે ગત 16 એપ્રિલ સુધી કોર્ટમાં આવતો હતો. 

કોરોના દર્દીઓની આ કામગીરી માટે તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલને 100 માંથી 100 માર્કસ આપશો

શું કહે છે આંકડા
તાજા આંકડા મુજબ કોરોના વાયરસના અત્યાર સુધી દેશમાં 29435 કેસ જોવા મળ્યાં છે. જ્યારે 934 લોકોએ જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 1543 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 62 લોકોના મૃત્યુ થયા છે. 

— ANI Digital (@ani_digital) April 28, 2020

ચોંકાવનારી વાત એ છે કે 24 કલાકમાં આવેલા આ મોતના આંકડા અત્યાર સુધીમાં સૌથી મોટો આંકડો છે. 16 જિલ્લામાં ગત 28 દિવસોથી કોરોનાના નવા કેસ થયા જ નથી. 85 જિલ્લામાં ગત 14 દિવસોમાં કોરોનાના નવા કોઈ કેસ નથી. 

સ્વાસ્થય મંત્રાલયે વિવાદ પર જવાબ આપ્યો
ગત કેટલાક દિવસોથી ચાલી રહેલા ટેસ્ટિંગ કીટ સાથે જોડાયેલા વિવાદને લઈને સ્વાસ્થય મંત્રાલયે જવાબ આપ્યો છે. સ્વાસ્થય મંત્રાલયના અનુસાર દેશમાં ટેસ્ટીંગ કિટમાં કોઈ જ ઉણપ નથી અને તેનાથી સતત સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. 

— ANI Digital (@ani_digital) April 27, 2020

કોરોનાના સંકટમાં દેશની હાલની પરિસ્થિતિ પર ચીફ જસ્ટિસ બોબડેએ પોતાની પ્રતક્રિયા આપી છે. ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, તંત્ર આ મહામારી સામે સારી રીતે લડી રહ્યું છે. જોકે, ચીફ જસ્ટિસે એ પણ સ્પષ્ટ કર્યું કે, જો સરકારની કાર્યવાહીને કારણે નાગરિકોનું જીવન ખતરામાં આવી શકે છે તો અદાલત તેમાં હસ્તક્ષેપ કરશે. ચીફ જસ્ટિસે એ આરોપનો પણ જવાબ આપતા કહ્યું કે, એ યોગ્ય નથી કે, સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકારની લાઈન પર ચાલી રહ્યું છે. અદાલતથી જે પણ થઈ શકે છે, તે કર્યું છે. 

કોંગ્રેસ પાર્ટીએ આ વાત સ્વીકારી
તો કોંગ્રેસના સાંસદ અધીર રંજને પણ માન્યું કે, કોરોના વાયરસને ફેલતા અટકાવવામાં ભારત દુનિયામાં વિકસિત દેશોની સરખામણીમાં બહુ જ સારી સ્થિતિમાં છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મોટા દેશોએ સારી રીતે કોરોનાને રોક્યો, ઈટલીને જુઓ, અમેરિકાને જુઓ. 

આંકડા પણ બતાવે છે કે, પીએમ મોદીએ કોરોનાને રોકવામાં સારી રીતે સફળતા મેળવી છે. લોકડાઉનને કારણે કોરોના દેશમાં ફેલાતો અટક્યો છે. તેની ગતિ ઓછી થઈ છે. દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ સરકારના નિર્ણયોથી કોરોનાની વિરુદ્ધ સારા સમાચાર પણ આવી રહ્યાં છે. જેમ કે, 9 રાજ્યો કોરોના મુક્ત થયા છે. કોરોના ફેલાવાની રફ્તાર ઓછી થઈ છે. રિકવરી રેટમાં પણ વધારો થયો છે. 

અનેક જિલ્લા સતત રેડ ઝોનમાંથી નીકળીને ઓરેન્જ ઝોન તરફ આગળ વધી રહ્યાં છે. આવામાં કોરોનાને સમગ્ર રીતે હરાવવાની જરૂર છે. આપણે સૌએ લોકડાઉનના નિયમોનું પાલન કરવાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news