Gujarat Cyclone: 48 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન! ફરી એ જ તારીખે ગુજરાતમાં સર્જાશે વિનાશક વાવાઝોડું!

Cyclone in Gujarat: ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક વાવાઝોડાનો ખતરો. લગભગ પાંચ દાયકા બાદ ફરી ગુજરાત આવી શકે છે વિનાશક વાવાઝોડાની ઝપેટમાં. અરબી સમુદ્રમાં એક્ટીવ થઈ ગઈ છે ખતરનાક સિસ્ટમ. જાણીલો હવામાન વૈજ્ઞાનિક પરેશ ગોસ્વામીની ઘાતક આગાહી...

Gujarat Cyclone: 48 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન! ફરી એ જ તારીખે ગુજરાતમાં સર્જાશે વિનાશક વાવાઝોડું!
  • 48 વર્ષ બાદ ગુજરાતમાં ફરી રીપીટ થઈ શકે છે ઘાતક સિસ્ટમ
  • દર 6 કલાકે 15 થી 20 કિલો મીટરની ઝડપે આગળ વધશે ખતરનાક સિસ્ટમ
  • ગુજરાતના આ જિલ્લાઓ માટે આજની રાત ભારે છે
  • ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક વાવાઝોડાનો ખતરો!
  • ગુજરાત પર આશનાનો ખતરો! હવામાન વિભાગે ગુજરાત પર સંભવિત વાવાઝોડા અંગે આપી દીધું છે અલર્ટ!

Cyclone in Gujarat: ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક વાવાઝોડાનો ખતરો. જીહાં, ફરી એકવાર ગુજરાત આવી શકે છે વિનાશક વાવાઝોડાની ઝપેટમાં. અરબી સમુદ્રમાં એક્ટીવ થઈ ગઈ છે ખતરનાક સિસ્ટમ. જેને કારણે ગુજરાત પર તોળાઈ રહ્યું છે જોખમ...અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં ભેગી થઈ. આ સિસ્ટમ વધુ એક્ટિવ થવાને કારણે આવશે આશના વાવાઝોડું. 

હવામાન વિભાગે પણ કરી દીધી છે ઘાતક આગાહી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશન આવતી કાલે વધુ ઇન્ટેન્સીફાઈ થશે. પશ્ચિમ દક્ષિણ પશ્ચિમની તરફ આગળ વધી અરબ સાગરના કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ થઇ પાકિસ્તાન કોષ્ટ તરફ ઇન્ટેન્સીફાઈ થશે. જોકે, સંભાવના એવી પણ છેકે, બે દિવસ બાદ તેની અસર ઘટશે. જેને પગલે હાલ આવતીકાલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તબાહી મચાવી શકે છે આશના નામનું વિનાશક વાવાઝોડું.

ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યું અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણઃ
 

 

જમીન પરનું ડિપ ડિપ્રેશન વાવાઝોડાનાં ફેરવાશે. કચ્છ તરફ એક્ટીવ થઈ ગઈ છે આ ખતરનાક સિસ્ટમ. આ વાવાઝોડાને આશના નામ આપવામાં આવ્યું છે. ગુજરાત પર બેવડી આફતની ચિંતાઓ છે. એક તરફ ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ. ત્યાં બીજી તરફ આવી રહ્યું છે વિનાશક વાવાઝોડું. ગુજરાતમાંથી પસાર થશે વિનાશક આશના વાવાઝોડું. આશના વાવાઝોડું ગુજરાતમાં મચાવી શકે છે તબાહી...

 

 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઝી 24 કલાક સાથે કરેલી એક્સક્લુસિવ વાતચીતમાં જણાવ્યું છેકે, 48 વર્ષ બાદ ફરી રીપીટ થઈ શકે છે ઘાતક સિસ્ટમ. દર છ કલાકે 8 થી 10 કિલો મીટર આગળ વધી રહી છે વિનાશક વરસાદની સિસ્ટમ. આવતી કાલથી સાયકલોનિક સિસ્ટમ બનશે વધુ ઝડપી. આવતીકાલથી ગુજરાત તરફ દર છ કલાકે 15 થી 20 કિલો મીટરની ઝડપે આગળ વધશે સાયકલોનિક સિસ્ટમ. આજની રાત ભારે છે, આજે બપોરે બે વાગ્યાથી ભારે મુવમેન્ટ શરૂ થઈ છે સિસ્ટમ.

48 વર્ષ બાદ ગુજરાતમાં ઈતિહાસનું પુનરાવર્તન!
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઝી 24 કલાક સાથે કરેલી એક્સક્લુસિવ વાતચીતમાં જણાવ્યું છેકે, 48 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં થઈ શકે છે ઈતિહાસનું પુનરાવર્તન. 1976માં આવ્યું હતું ખતરનાક વાવાઝોડું. ફરી એકવાર અરબી સમુદ્રમાં એકટીવ થઈ છે એવી જ સિસ્ટમ. 48 વર્ષ પહેલાં ઠીક 31 ઓગસ્ટ 1976માં અરબી સમુદ્રમાં ડિપડિપ્રેશનથી બની હતી આવી ઘાતક સાયકલોનિક સરક્યુલેશનની સિસ્ટમ. આ ઘટનાના લગભગ 5 દાયકા બાદ ફરી એકવાર એ જ દિવસે ગુજરાત પર આવી શકે છે મોટું સંકટ. જીહાં ગુજરાત પર આવી શકે છે વાવાઝોડું. જોકે, હજુ સુધી ગુજરાત પર વાવાઝોડાના સંકટ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

  • ગુજરાતના આ જિલ્લાઓ પર મહાવિનાશક વાવાઝોડાનો ખતરો!
  • કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
  • મોરબી, રાજકોટ અને જૂનાગઢ પણ આવી શકે છે ખતરાની ઝપેટમાં
  • 36 કલાકથી એક્ટીવ થઈ છે ખાતરનાક સાયકલોનની સિસ્ટમ
  • ગુજરાત પરથી પસાર થઈને મસ્કત તરફ જશે સાયકલોનિક સિસ્ટમ

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઝી 24 કલાક સાથે કરેલી એક્સક્લુસિવ વાતચીતમાં જણાવ્યું છેકે, 48 વર્ષ બાદ ઠીક એજ દિવસે ગુજરાત પર આવી શકે છે વાવાઝોડાનું સંકટ. 31 ઓગસ્ટ 2024માં ગુજરાતમાં સર્જાઈ શકે છે વિનાશક વાવાઝોડું. ફરી એકવાર ગુજરાત પર દોહરાઈ શકે છે વિનાશક વાવાઝોડાનો ઈતિહાસ...સાયકલોન ડિક્લેર કરવામાં આવ્યું નથી. જોકે, ઈતિહાસમાં સૌથી ઓછા આયુષ્ય વાળું સાયકલોન હશે..અરબ સાગરમાંથી ભેજ મળ્યો તેના કારણે ગુજરાત પર આવ્યું છે વાવાઝોડાનું સંકટ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news