અમદાવાદ ફરી રક્ત રંજીત; જૂના ઝઘડાની અદાવતમાં 14 વર્ષના કિશોરની બેરહમીથી હત્યા, ઘટના CCTVમાં કેદ

જૂના ઝઘડાની અદાવતમાં 14 વર્ષના કિશોર પર લાકડીઓ અને છરીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. જે મામલે ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામે 5 આરોપીઓની ધરપકડ કરી છે. 

અમદાવાદ ફરી રક્ત રંજીત; જૂના ઝઘડાની અદાવતમાં 14 વર્ષના કિશોરની બેરહમીથી હત્યા, ઘટના CCTVમાં કેદ

ઉદય રંજન/અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વાર હત્યાની ઘટના સામે આવી છે. જૂના ઝઘડાની અદાવતમાં 14 વર્ષના કિશોર પર લાકડીઓ અને છરીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. જે મામલે ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામે 5 આરોપીઓની ધરપકડ કરી છે. 

ઓઢવમાં રબારી વસાહત પાસે 21મી ડિસેમ્બરના રોજ રાતના સમયે બોબી નાડિયા નામનો 14 વર્ષનો સગીર તેના મોટા ભાઈ સંજય ખટીક સાથે રાજાધિરાજ પાન પાર્લર પર બેઠો હતો. ત્યારે રાતના 12 વાગે આસપાસ એક સગીર સહિતના 7 શખ્સો જૂની અદાવત રાખીને ત્યા આવ્યા હતા અને બોબી નાડિયા પર હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 

આ ઘટનાની જાણ સગીરના પરિવારજનોને થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવતા ઘરે લાવવામાં આવ્યો હતો. જ્યાં વહેલી સવારે 4 વાગે સગીરનું ઘરમાં જ મોત નિપજતા આ મામલે ઓઢવ પોલીસને જાણ કરાઈ હતી. 

આ ઘટનાને લઈને ઓઢવ પોલીસે કિશન ખટીક, વિજય મૂળચંદ ખટીક, શ્યામ ખટીક, સુશાંત શર્મા, સુરજ ખટીક, અને પિયુષ ખટીક સહિત એક સગીર સામે હત્યા અને રાયોટીંગ તેમજ એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો દાખલ કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક સગીર સહિત અન્ય 2ને પકડવા માટે ટીમો કામે લગાડી છે. ત્યારે આરોપીઓની પૂછપરછ બાદ હત્યાનું સાચુ કારણ સામે આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news