16 june news News

અમદાવાદમાં આયુષ વિભાગમાં ડેપ્યુટેશન પર ગયેલા મહિલા તબીબ કોરોના સાથે દ્વારકા પરત ફર્ય
Jun 16,2020, 15:20 PM IST
સિસલ્સમાં મૃત્યુ પામેલ કચ્છના યુવાનને કુટુંબની કાંધ કે દફનની માટી પણ નસીબ ન થઈ
અણધારી આફત સમાન કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો તેની ઝપેટમાં આવ્યા પછી તેમના પરિવારોમાં ભારે આફત ઊભી કરી છે. એટલું જ નહિ, આ કાળમુખાની આડઅસર પણ કેટલી દર્દનાક છે તેનો કિસ્સો ભુજ તાલુકાનાં સામત્રા ગામના ગરીબ પરિવાર સામે આવ્યો છે. ગામમાં ખેતમજૂરી કરી પેટિયું રળતા મહેશ્વરી અરજણભાઇ માંગલિયાનો નાનો પુત્ર પ્રેમજી (ઉ.વ.32) ગત ફેબ્રુઆરીમાં જ વિદેશ કમાવવા આફ્રિકાના સિસલ્સમાં ગયો હતો. ટાઇલ્સ ફિટિંગનો માસ્ટર ગણાતો આ યુવાન સારા પગાર સાથે કામે પણ લાગ્યો હતો. પરિવારને સુખી જોવા માગતો એ યુવાન ઊંચા અરમાનો સાથે રાત-દિવસ તાપ-તડકો જોયા વગર ધંધામાં વ્યસ્ત રહેતો. પરંતુ કુદરતને કંઇક જુદું જ વિચાર્યું હોય તેમ ગત 9 જૂનના તેનું મોત નિપજ્યું છે. 
Jun 16,2020, 14:20 PM IST
પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ગુજરાત કોંગ્રેસ આવતીકાલે કરશે વિરોધ પ્રદર્શન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાની ચિંતા નથી, પણ રાજ્યની તિજોરી પર થયેલી અસરની ચિંતા વધારે છે. આ આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. અમિત ચાવાડાએ ગુજરાત સરકાર સામે શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, નીતિન પટેલ lockdown ના કારણે રાજ્યની તિજોરી પર ભારે આર્થિક નુકસાન થયાનો દાવો કરે છે. તો સવાલ એ છે કે શું lockdown માં ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને નુકસાન થયું નથી? તેમનું બજેટ ખોરવાયું નથી? તેમનું આર્થિક ભારણ વધ્યું નથી? સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે આર્થીક નુકસાન થયું તેનો અભ્યાસ કર્યો નથી? લોકડાઉનના કારણે અનેક લોકોની નોકરી ઓ છુટી ગઇ ધંધા રોજગાર ઠપ્પ થયા પણ એની ચિંતા સરકારે કરી નથી?
Jun 16,2020, 13:50 PM IST
અમદાવાદ : ઈડલી ચાર રસ્તા પર 15-20 અસામાજિક તત્વોનો પરિવાર પર હુમલો
અમદાવાદના ખોખરા રેલવે સ્ટેશન માર્ગ પરના ઇડલી ચાર રસ્તા પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઈડલી ચાર રસ્તા પરના નિશા ઈડલી સેન્ટર પર દસ-પંદર જેટલા અસામાજિક તત્વોએ ઘર ઘુસી જઈને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. તમામે બે મહિલા સહિત પાંચ લોકો ઉપર ઘાતક હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. ઘાયલ પાંચેય લોકોને સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું છે. મોડી રાતે થયેલ આ હુમલાની ઘટના CCTV માં કેદ થઈ છે. હુમલાખોર અસામાજિક તત્વો હાટકેશ્વરના ભાઈપુરાના હોવાનુ અને છૂટાછેડા થયેલ યુવતીની બાબતે સામે પક્ષમાં યુવકના સાગરિતોએ હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્ત પરિવારે જણાવ્યું છે. 
Jun 16,2020, 11:47 AM IST

Trending news