દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનમાં દેખાયા કોરોનાના લક્ષણો, ગઈકાલે અમિત શાહ સાથે બેઠકમાં હતા હાજર

દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈનને રાજધાનીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જૈનને ગઈકાલે રાત્રે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જૈનનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી કોરોનાના સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં છે. અહીં કોરોનાના અત્યાર સુધી 42000 થી વધુ કેસ સામે આવ્યા છે. 

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનમાં દેખાયા કોરોનાના લક્ષણો, ગઈકાલે અમિત શાહ સાથે બેઠકમાં હતા હાજર

નવી દિલ્હી/બ્યૂરો :દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈનને રાજધાનીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જૈનને ગઈકાલે રાત્રે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જૈનનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી કોરોનાના સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં છે. અહીં કોરોનાના અત્યાર સુધી 42000 થી વધુ કેસ સામે આવ્યા છે. 

— Satyendar Jain (@SatyendarJain) June 16, 2020

અમિત શાહ સાથે બેઠકમાં હતા હાજર
જૈનને હાઈ ફીવર તથા શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેઓને રાજીવ ગાંધી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં દિલ્હીમાં કોરોનાથી લડવા માટે અનેક બેઠકો યોજાઈ હતી. જૈન દિલ્હીમાં કોરોનાની તૈયારીઓમાં સતત જોડાયેલા હતા. તો ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં પણ તેઓ સામેલ થયા હતા. ગૃહમંત્રી અમિત શાહ સાથે ગઈકાલે થયેલી બેઠકમાં દિલ્હી માટે મોટા એક્શન પ્લાનની જાહેરાત કરાઈ હતી. દિલ્હી અને કેન્દ્ર સરકાર કોરોનાથી બચવા માટે એકસાથે મળીને લડવા માટે સહમત થયા હતા. 

સત્યેન્દ્ર જૈને ખુદ ટ્વિટ કરીને પોતાના હોસ્પિટલમાં હોવાની માહિતી આપી છે. તેઓએ કહ્યું કે, વધુ ખાંસી અને ઓક્સિજનના સ્તરમાં અચાનક ઘટાડો થવાને કારણે ગઈકાલે રાત્રે હું રાજીવ ગાંધી હોસ્પિટલમાં ભરતી થયો છું. તમને આગળની માહિતી આપતો રહીશ.

જૈને કહ્યું હતું કે....
સત્યેન્દ્ર જૈન ગત કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોનાની તૈયારીઓમાં લઈને બેઠક કરી રહ્યાં હતા. તેઓ ખુદ કહી ચૂક્યા છે કે, દિલ્હીમાં કોરોનાનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ચૂક્યું છે. જોકે, કેન્દ્ર સરકાર આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કરી ચૂકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news