21 એપ્રિલના સમાચાર News

શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત, સરકારી-ખાનગી યુનિવર્સિટીમાં ફરજિયાત પરીક્ષા લેવાશે
રાજ્યમાં સરકારી અને ખાનગી તમામ યુનિવર્સિટીમાં ફરજિયાત પરીક્ષા (Exam) લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે. રાજ્યની નિવર્સિટીમાં પરીક્ષા લેવા અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. ગાંધીનગરમાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા કરેલી ભલામણોને આધારે આ નિર્ણય લેવાયો છે.  રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યના તમામ યુનિવર્સિટી પાસેથી પરીક્ષા આવા સંજોગોમાં કેવી રીતે લેવી તેના સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. 
Apr 21,2020, 15:53 PM IST
ગુજરાતમાં પહેલા દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું : વિજય નહેરા
આજે અમદાવાદમાં 50 નવા કોરોનાના કેસનો વધારો થયો છે. તો સાથે અમદાવાદના 5 દર્દીઓના મોત નિપજ્યાં છે. એએમસીના કમિશનર વિજય નહેરાએ ગુજરાત અંગે મોટા સમાચાર આપતા કહ્યું કે, દર્દીઓનું પ્લાઝમા ડોનેશન થઈ ગયું છે. તેના બાદ આખી પ્રોસેસ ચાલી રહી હતી. ડિટેઈલ રિસર્ચ કરીને પ્લાઝમાનુ કામ ચાલી રહ્યું છે. દિલ્હી ખાતે એમસીઆરઈ સાથે ચર્ચા ચાલી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે પહેલા પેશન્ટને પ્લાઝમા અપાયું છે. આ સ્ટડી માટે પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. હાલ એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે. આજે વધુ દર્દીઓને આ પ્રોસેસ કરવામાં આવશે.  
Apr 21,2020, 14:29 PM IST
વાવડીનો યુવાન સારવાર માટે રાજકોટ ગયો, અને કોરોનાનો ચેપ લાગ્યો
રાજકોટમાં અત્યાર સુધી કુલ 41 નવા કોરોના (Coronavirus) પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 40 અને ગ્રામ્યમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટ (Rajkot) શહેરમાં 1218 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી 40 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોના લક્ષણ જણાય તેવાં લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં 20 ટીમ ઘરે ઘરે જઇ લોકોના સર્વે કરી રહી છે. આવતીકાલથી રેપીડ ટેસ્ટ કીટની મદદથી ટેસ્ટ કરવામાં આવશે. જંગલેશ્વર વિસ્તારમાં 6 જેટલી શેરીમાં મોટાભાગના પોઝિટિવ કેસ નોંધાયા છે. આવામાં ડરને માર્યે જંગલેશ્વરમાં લોકો ઘરની બહાર નીકળી નથી રહ્યા. નાના મોટા પ્રશ્નો આવે છે જે ને તુરંત સોલ્વ કરવામાં આવી રહ્યાં છે, જેથી લોકોને કોઈ તકલીફોનો સામનો કરવો ન પડે.
Apr 21,2020, 13:37 PM IST
કોરોનાએ અમદાવાદ બાદ હવે સુરતનો વારો પાડ્યો, આજે સૌથી વધુ કેસમાં સુરત ટોપ પર
અત્યાર સુધી ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોના (Coronavirus) નું એપિ સેન્ટર બની ગયું છે. પણ લાગે છે કે, સુરત શહેર પણ જલ્દી જ આ મામલે અમદાવાદને ઓવરટેક કરી લેશે. આજે પહેલીવાર આંકડા બતાવે છે કે, અમદાવાદ કરતા સુરત (surat) માં કેસનો આંકડો વધુ છે. આજે ગુજરાતમાં નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 50 તો સુરતમાં 69 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ સુરતના લંબે હનુમાન રોડ, ઉધના, સલાબતપુરા, પાંડેસરા, કતારગામ, લાલગેટ, લિંબાયતમાં નોંધાયા છે. છેલ્લા 12 કલાકમાં સુરતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 338 પર પહોંચી છે. સુરત શહેરના 325 અને જિલ્લાના 13 દર્દી છે. આજે વધુ એક મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી મૃત્યુનો આંક 11 પર પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ એક શંકાસ્પદનું પણ મોત થયું છે. 
Apr 21,2020, 12:53 PM IST
હનુમાનજી સંજીવની બુટી માટે જે પર્વત લાવ્યા હતા, એ ગામના લોકો છે નારાજ
Apr 21,2020, 12:09 PM IST
કોરોનાને કારણે ગીરના સિંહો ભૂલાયા, 2 મહિનામાં 25 સિંહોનો મોત
હાલ સમગ્ર વિશ્વમાં હાલ એક જ ચર્ચા છે, કોરોના વાયરસની. આવામાં ગુજરાત પણ કોરોના વાયરસથી પીડિત છે. ત્યારે આ મહામારીમાં ગીરના સિંહો ભૂલાઈ ગયા છે. ગીરના પૂર્વની 2 રેન્જમાં પાછલા 2 મહિનામાં 25 સિંહોના મોત થયા છે. આટલા મોટા આંકડા તરફ હવે સૌનું ધ્યાન ગયું છે. ત્યારે જસાધાર ખાતે જૂનાગઢ ઝુના વેટરનિટી સહિત તમામ ઉચ્ચ અધિકારો દોડતા થઈ ગયા છે. એક સિંહબાળના ભેદી મોત બાદ સમગ્ર વનતંત્ર ઊંધા માથે ફરી રહ્યું છે. નવિભાગે આ વાતને સ્વીકારી છે કે, બે મહિનામાં 25 સિંહોના મોત નિપજ્યા છે. બે દિવસ પહેલા 8 સિંહબાળ અને તેની સાથેના 8 સિંહણોને પણ જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જે પૈકી પણ એક સિંહબાળનું મોત નિપજ્યું છે. હાલ આ ઘટનાને પગલે જુનાગઢના  સક્કરબાગ એનિમલ કેર સેન્ટરમાંથી પણ તબીબોની ટુકડીઓ પણ દોડતી થઈ છે. 
Apr 21,2020, 9:26 AM IST

Trending news