વાવડીનો યુવાન સારવાર માટે રાજકોટ ગયો, અને કોરોનાનો ચેપ લાગ્યો

રાજકોટમાં અત્યાર સુધી કુલ 41 નવા કોરોના (Coronavirus) પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 40 અને ગ્રામ્યમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટ (Rajkot) શહેરમાં 1218 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી 40 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોના લક્ષણ જણાય તેવાં લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં 20 ટીમ ઘરે ઘરે જઇ લોકોના સર્વે કરી રહી છે. આવતીકાલથી રેપીડ ટેસ્ટ કીટની મદદથી ટેસ્ટ કરવામાં આવશે. જંગલેશ્વર વિસ્તારમાં 6 જેટલી શેરીમાં મોટાભાગના પોઝિટિવ કેસ નોંધાયા છે. આવામાં ડરને માર્યે જંગલેશ્વરમાં લોકો ઘરની બહાર નીકળી નથી રહ્યા. નાના મોટા પ્રશ્નો આવે છે જે ને તુરંત સોલ્વ કરવામાં આવી રહ્યાં છે, જેથી લોકોને કોઈ તકલીફોનો સામનો કરવો ન પડે.

વાવડીનો યુવાન સારવાર માટે રાજકોટ ગયો, અને કોરોનાનો ચેપ લાગ્યો

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં અત્યાર સુધી કુલ 41 નવા કોરોના (Coronavirus) પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 40 અને ગ્રામ્યમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટ (Rajkot) શહેરમાં 1218 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી 40 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોના લક્ષણ જણાય તેવાં લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જંગલેશ્વર વિસ્તારમાં 20 ટીમ ઘરે ઘરે જઇ લોકોના સર્વે કરી રહી છે. આવતીકાલથી રેપીડ ટેસ્ટ કીટની મદદથી ટેસ્ટ કરવામાં આવશે. જંગલેશ્વર વિસ્તારમાં 6 જેટલી શેરીમાં મોટાભાગના પોઝિટિવ કેસ નોંધાયા છે. આવામાં ડરને માર્યે જંગલેશ્વરમાં લોકો ઘરની બહાર નીકળી નથી રહ્યા. નાના મોટા પ્રશ્નો આવે છે જે ને તુરંત સોલ્વ કરવામાં આવી રહ્યાં છે, જેથી લોકોને કોઈ તકલીફોનો સામનો કરવો ન પડે.

ગાંધીનગરનો સૌપ્રથમ દર્દી એક મહિનાની સારવાર બાદ આખરે કોરોનામુક્ત બન્યો

રાજકોટમાં આજે 21 એપ્રિલે 2 નવા કેસ નોંધાયા છે. જે જંગલેશ્વર વિસ્તારના છે. આમ, રાજકોટના મોટાભાગના કેસ હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારના છે. જંગલેશ્વરમાં જ 30 દર્દી કોરોનાના નોંધાયા છે. 41 પૈકી 10 દર્દી રિકવર થયા છે. તો 31 દર્દી હજી સારવાર હેઠળ છે. આજ રાજકોટમાંથી કુલ 112 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી 2 પોઝિટિવ, 77 નેગેટિવ અને 33 સેમ્પલ પેન્ડિંગ હોવાનું તંત્રએ જણાવ્યું છે. 

રાજકોટ શહેરમાં અને જિલ્લામાં મળી કુલ 1200 રેપીડ ટેસ્ટ કીટ આપવામાં આવી છે. સંક્રમિત વિસ્તાર જણાય ત્યાં રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવશે.

કોરોનાએ અમદાવાદ બાદ હવે સુરતનો વારો પાડ્યો, આજે સૌથી વધુ કેસમાં સુરત ટોપ પર

ગીર સોમનાથના સુત્રાપાડાના વાવડી ગામનો યુવાન કોરોનાગ્રસ્ત બન્યો છે. યુવક અમદાવાદ ખાતે સારવાર અર્થે જતા રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. યુવક ગત 16 તારીખે રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ગયો હતો, જયાંથી ચેપ લાગ્યાની આશંકા વ્યક્ત કાઈ છે. રાજકોટથી પરત આવી 19 તારીખ સુધી વાવડી ગામે રહ્યો હતો. ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગામના સેંકડો લોકો યુવકના ખબર અંતર પૂછવા આવ્યા હતા. ત્યારે યુવકનો ગત રાત્રિના રોજ પોઝિટિવ રિપોર્ટ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. જેથી તંત્ર પણ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકઅપ માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ સુત્રાપાડાના બે ગામ સીલ કરાશે. વાવડી ગામ તેમજ પીડિત સાથે હોસ્પિટલ ગયેલ ઉંબરી ગામનો વતની જેથી હવે ઉંબરી પણ સિલ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news