23 એપ્રિલના સમાચાર News

રમજાનમાં કોરોના વકરે નહિ તે માટે સુરતમાં કરાયું આગોતરા પ્લાનિંગ
Apr 23,2020, 14:40 PM IST
કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર સમાચાર, કેટલાક hotspots એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યા
ગુજરાતમાં કોરોના (Coronavirus) ને  કારણે સ્થિતિ દિવસેને દિવસે તંગ બની રહી છે. ગુજરાતમાં નવા કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત હજુ બીજા સ્ટેજમાં છે. પરંતુ ગુજરાત માટે સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે, ગુજરાતના હોટસ્પોટ વિસ્તારો stage 2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં છે. ગુજરાતના આ હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સફર થવાની દહેશત છે.  કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર સમાચાર એ છે કે, કેટલાક વિસ્તાર એડવાન્સ સ્ટેજમાં હોવાનું સામે આવ્યું છે. બીજા સ્ટેજથી એક કદમ આગળ કેટલાક વિસ્તાર હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા કેસ એડવાન્સના આવે છે. હાલ ગુજરાતમાં 15 જેટલા કોરોનાના હોટસ્પોટ વિસ્તારો છે, જેમાં ગુજરાતના ચાર મોટા શહેરો છે. 
Apr 23,2020, 13:09 PM IST
નિરાશાજનક સમાચાર : MLA ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
Apr 23,2020, 21:03 PM IST
Breaking : હવે ગુજરાત સરકાર દિવસમાં એક જ વાર કોરોનાના નવા કેસના અપડેટ આપશે
 રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે, ગુજરાતમાં નવા કેસ વિશેની આંકડાકીય માહિતી દિવસમાં એક જ વખત સાંજે ૬ વાગ્યા સુધીના રાતની પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. જેથી હવેથી દિવસમાં એક જ વાર કોરોનાના નવા કેસના અપડેટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મૃત્યુના પ્રમાણમાં મોટાભાગના કેસોમાં અન્ય બીમારીઓ વધારે હોવાની વાત સામે આવી છે. સરકાર પારદર્શિતાથી મૃત્યુનો આંકડો બતાવે છે. કરજણ તાલુકાના ગોવિંદભાઈ નામના દર્દી શ્વાસ અને કફની તકલીફ સાથે દાખલ કરાયા હતા. તેમને પહેલેથી જ શ્વાસની તકલીફ હતી. મોટા ૉભાગના લોકો અન્ય ગંભીર બિમારીથી પીડાતા હોય છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ હોય તો ખૂબ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. 
Apr 23,2020, 11:00 AM IST
અમદાવાદી મહિલાની અનોખી પહેલ, લારીવાળા પાસેથી ડોલમાં શાકભાજી ખરીદી
કોરોના (Coronavirus) થી બચવા માટે વિવિધ પ્રકારના સલાહસૂચનો આપવામાં આવે છે. જેનુ કેટલાક લોકો પાલન કરી રહ્યાં છે, તો કેટલાક લોકો ઉલ્લંઘન કરે છે. પરંતુ કોરોનાથી બચવા માટે વડોદરા પોલીસની અપીલ રંગ લાવી છે. શાકભાજી ડોલમાં ખરીદવાની અપીલને ગુજરાતભરની મહિલાઓ માની રહી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં પણ મહિલાઓ ડોલ લઈને બહાર નીકળેલી જોવા મળી હતી. કોરોના વાયરસના કેસમાં જે રીતે દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેમજ શાકભાજીના વેપારીઓમાં મોટી સંખ્યામાં કેસ પોઝિટિવ આવ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી રહી છે કે, શાકભાજી ખરીદતા સાવચેતી રાખવામાં આવે અને તેને લઈ હાટકેશ્વરની એક સોસાયટીમાં રહીશોએ જાગૃતા દાખવી છે કે ઘરના દરવાજે ઉભા રહી  શાક ખરીદે રહ્યાં છે. 
Apr 23,2020, 9:25 AM IST

Trending news