લો બોલો! જમવા જેવી બાબતમાં પત્નીની કરપીણ હત્યા, લગ્નના 4 મહિનામાં જ જીવનનો કરુણ અંજામ

અમદાવાદના પૂર્વ વિસ્તારના નારોલમાં ગણેશ ચતુર્થીના દિવસે પતિએ પોતાની પત્નીની હત્યા નીપજાવી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. સામે પતિએ ઠંડા કલેજે પત્નીની હત્યા કર્યા બાદ પતિ નારોલ પોલીસ સમક્ષ હાજર થયો હતો.

લો બોલો! જમવા જેવી બાબતમાં પત્નીની કરપીણ હત્યા, લગ્નના 4 મહિનામાં જ જીવનનો કરુણ અંજામ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વખત હત્યાનો બનાવ નારોલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. પતિએ પત્નીની હત્યા નીપજાવી છે. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. 

અમદાવાદના પૂર્વ વિસ્તારના નારોલમાં ગણેશ ચતુર્થીના દિવસે પતિએ પોતાની પત્નીની હત્યા નીપજાવી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. સામે પતિએ ઠંડા કલેજે પત્નીની હત્યા કર્યા બાદ પતિ નારોલ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને પોતાની પત્નીની હત્યાની કબુલાત કરી હતી. સમગ્ર ઘટનાની માહિતી મેળવ્યા બાદ નારોલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

સમગ્ર હત્યાના ઘટનાક્રમની વાત કરીએ તો છેલ્લા પચ્ચીસેક દિવસથી નારોલના શાહવાડી વિસ્તારમાં પ્રદીપ વણકર તેમજ તેની પત્ની પ્રજ્ઞા ભાડાના મકાનમાં રહેવા માટે આવ્યા હતા. પ્રદીપ અને પ્રજ્ઞાના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. બંને વચ્ચે અવારનવાર ઘર કંકાસ અને જમવા બાબતે ઝઘડાઓ થતા હતા. ગણેશ ચતુર્થીના દિવસે રાતના સમયે જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે પતિ પ્રદીપે પત્ની પ્રજ્ઞાને દુપટ્ટાથી ગળે ટૂંકો દઈ હત્યા નીપજાવી હતી. 

હત્યાતા પતિ પ્રદીપે ઠંડા કલેજે હત્યા કર્યા બાદ નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં હાજર પોલીસકર્મીને પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જે બાદ મૃતક પત્નીની માતાની ફરિયાદના આધારે પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી છે. નારોલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પત્ની પ્રજ્ઞા વટવા વિસ્તારમાં આવેલી જ્ઞાનશાળામાં નોકરી કરતી હતી. તેમજ પતિ પ્રદીપ ખાનગી કંપનીમાં ગાંધીનગર ખાતે નોકરી કરતો હતો. જોકે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા, પરંતુ જે રીતે બે દિવસ પહેલા જમવા બાબતે ઝઘડો થયો હતો. તેમાં ઝઘડો ઉગ્ર બનતા પતિને ગુસ્સો આવતા તેણે પત્નીની ગળું દબાવી હત્યા નીપજાવી હતી અને પોલીસ ના શરણે આવ્યો હતો. 

હાલ તો નારોલ પોલીસે આરોપી પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર પત્નીની હત્યા પાછળનું કારણ ઘર કંકાસ અને જમવા બાબતમાં થતા ઝઘડાઓ જ છે કે પછી અન્ય કોઈ કારણ થી પત્નીની હત્યા નીપજાવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news