bhavnagar

ભાવનગરમાં વિદ્યાર્થીઓનો દેકારો, હોલ ટિકિટમાં 90 કિ.મી. દુર આવ્યું પરિક્ષા સેન્ટર

ધોરણ-12 સામાન્ય સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતાં 21 વિદ્યાર્થીઓના બેઠક ક્રમાંક નંબર ભાવનગરની કોઈ શાળામાં આપવાને બદલે છેક 90 કિલોમીટર દૂર બગદાણાની શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર થઇ ગયા હતા.

Mar 1, 2019, 03:11 PM IST
Junagadh : Abandoned child found from Bhavnath Area PT53S

ભાવનગર : ઐતિહાસિક અશોકના શિલાલેખ પાસે બાળકને મૂકીને ભાગી ગયા માતાપિતા

જુનાગઢના ભવનાથ વિસ્તારમાંથી એક ત્યજી દેવાયું બાળક મળી આવ્યું હતું. આ બાળક એટલું વ્હાલુ હતું કે કોઈને પણ તેના પર હેત ઉમટી આવે. આ બાળકને માતા-પિતાએ જ ત્યજી દીધું હોય તેવી શંકા ઉભી થઈ છે. માતાપિતાએ સરકારી હોસ્પિટલમાં જન્મેલ બાળક ઘરે લઈ જવાનું કહી ફેંકી દેવાયું હોય તેવું અનુમાન છે. મંગળવારે બપોરે અશોકના શિલાલેખ પાસે બાળકના રડવાનો અવાજ આવતા જ એક રાહદારીની એ તરફ નજર ગઈ હતી, અને તેમણે તરત જ બાળકને ઉઠાવીને 108ને જાણ કરી હતી. ત્યારે એક રીક્ષા ચાલક પણ બાળકની મદદે દોડી આવ્યો હતો. પોલીસે અજાણ્યા માતા પિતા સામે ફરિયાદ નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

Feb 20, 2019, 08:10 AM IST
Rs 5 Lac roberry in Mahuva PT1M4S

મહુવામાં 5 લાખ 40 હજારની લૂંટ

Rs 5 Lac roberry in Mahuva

Feb 11, 2019, 11:30 PM IST

વેલેન્ટાઇન ડેના દિવસે જ ભૌતિક સુખ છોડી ભાવનગરની આ દિકરી લેશે દિક્ષા

ભાવનગરમાં રૂપાણી સ્થિત મૂળ વરલ ગામનાં વતનની જેઓ જૈન પરિવારની દીકરી મીન્જલ શાહ સંસારની મોહ માયા છોડી સંયમ ગ્રહણ કરશે. માતા નિર્મલાબેન અને પિતા ધીરજલાલ તેમની 27 વર્ષની દીકરી મીન્જલ આગામી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન-ડેનાં દિવસે દિક્ષા અંગીકાર કરી પ્રભુ મહાવીર સાથે પ્રીતથી બંધાઈ જશે.
 

Feb 9, 2019, 06:35 PM IST
loksabha election 2019 :vote yatra jalalpur bhavnagar PT7M11S

વોટ યાત્રા : જલાલપુર શું માને છે? જુઓ ખાસ વીડિયો

લોકસભા ચૂંટણી જંગના પડઘમ હજુ સત્તાવાર રીતે વાગ્યા નથી પરંતુ રાજકીય પાર્ટીઓએ પોતાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. આ સંજોગોમાં ગુજરાતના મતદારો શું માની રહ્યા છે? એમનું વલણ કેવું છે? એમની સમસ્યાઓ શું છે? સહિતની બાબતો જાણવા ઝી 24 કલાકની વોટ યાત્રા ફરી રહી છે મતદારો પાસે. આજે આ વોટ યાત્રા ભાવનગરના જલાલપુર આવી છે. આવો જાણીએ ગામલોકો શું કહી રહ્યા છે.

Feb 8, 2019, 03:05 PM IST
People on Protest against Mining in Bhavnagar PT4M26S

ભાવનગરના આ ખેડૂતોનું કામ જોઈને કહેશો, What an idea Sir ji...

ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના રોદડાં રોવાને બદલે કાંઇક સ્વાવલંબી પગલા લેવામાં આવે તો તેમને જ ફાયદો થઈ શકે છે. ત્યારે આ નિશ્ચય સાથે ભાવનગર જિલ્લાનાં ૩૦ ગામનાં ખેડૂતોએ શહેરમાં વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેના માધ્યમથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે અને ગ્રાહકોને પ્રાકૃતિક શાકભાજી, અનાજ અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ બની રહ્યા છે.

Feb 7, 2019, 06:00 AM IST
What an idea sirji see the work by farmers of Bhavnagar PT4M17S

ભાવનગરના આ ખેડૂતોનું કામ જોઈને તમે વખાણ કરતા નહિ થાકો, Video

ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના રોદડાં રોવાને બદલે કાંઇક સ્વાવલંબી પગલા લેવામાં આવે તો તેમને જ ફાયદો થઈ શકે છે. ત્યારે આ નિશ્ચય સાથે ભાવનગર જિલ્લાનાં ૩૦ ગામનાં ખેડૂતોએ શહેરમાં વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેના માધ્યમથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે અને ગ્રાહકોને પ્રાકૃતિક શાકભાજી, અનાજ અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ બની રહ્યા છે.

Feb 6, 2019, 03:05 PM IST

ભાવનગરના ‘ખાદી ફેશન શો’માં પહોંચી આ સેલિબ્રિટિ, ફેશન શોમાં કર્યું રેમ્પ વોક

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી વર્ષગાંઠ પ્રસંગે એક મેગા ઇવેન્ટ આજે શહેરનાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં ‘ખાદી ફોર ધ ફેશન ખાદી ફોર ધ નેશન’ને અનુસરીને ખાદી ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું

Feb 3, 2019, 09:27 AM IST

ભાવનગર: ડુગળીના ભાવો ઘટતા ખેડૂતોની સ્થિતી દયનીય, સરકાર પાસે સહાયની માંગ

  ડુંગળીમાં વાવેતર શિયાળામાં વધુ કરતો હોઈ છે આમ તો જીલ્લો દેશનો બીજો એવો છે કે જ્યાં સૌથી વધું ડુંગળીનું વાવેતર થાય છે. પણ અફ્સોસની વાત એ છે કે ખેડૂતને ભાવ માટે હમેશા પોતાનું નુકશાન સહન કરવું પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાવો મળતા નથી અને ખેડૂત યાર્ડમાં લાવે ત્યારે ક્યાંક અચકાતો અચકાતો ડુંગળી લઈને આવે છે કે તેને આર્થિક નુકશાન સહન કરવાનું છે. હાલ ભાવનગર યાર્ડમાં રોજની 50 હજારથી વધુ ગુણીની આવક છે. અને ભાવ આજે ૨૦ થી લઈને 70માં જઈને અટકયા છે ખેડૂત માને છે. કે હવે સરકાર સહાય નહી આપે તો આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી તો યાર્ડનું તંત્ર પણ ખેડૂતની દશાને સમજીને સરકારને સમજવા ઈશારો કરી રહ્યું છે. 

Feb 1, 2019, 07:47 PM IST

સ્વાઇન ફ્લૂનો કાળો કેર યથાવત, ભાવનગરમાં ફ્લૂથી એકનુ મોત

 સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂની કહેર હજી પણ યથાવત દેખાઇ રહ્યો છે. દિનપ્રતિદિન સ્વાઇન ફ્લૂના પોઝીટીવ કેસોમાં પણ વધારો જોવા મળતા તંત્ર પણ દોડતુ થયું છે. ભાવનગરમાં પણ ફરી એકવાર સ્વાઇન ફ્લૂ ઉથલો મારતા એક વ્યક્તિનું મોત થયું હતું. 

Jan 26, 2019, 11:24 PM IST

ભાવનગરથી ભરૂચ વચ્ચે 29 કિમીનો પૂલ અને ડેમ બનશે પણ કામ માત્ર કાગળ પર

ખંભાતના અખાતમાં 29 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે. ભાવનગરથી ભરૂચના વચ્ચે 29 કિલોમીટરનો પૂલ અને ડેમ બાંધવાથી ગોહિલવાડને અનેક લાભ મળશે. ગુજરાતમાં નર્મદા યોજના બાદ અતિ મહત્વાકાંક્ષી ગણાતા કલ્પસર પ્રોજેક્ટને સાકાર થવામાં હજુ તો દશકા લાગી જવાના છે. કારણ કે હજુ તો 1960ના દશકામાં શરૂ થયેલી નર્મદા યોજના પણ ક્યાં પૂર્ણ થઇ છે. 
 

Jan 21, 2019, 11:56 PM IST
Mansukh Mandaviya to take out Padyatra on theme Main Bhi Mohan tomorrow PT1M27S
Mansukh Mandaviya to take out Padyatra on theme Main Bhi Mohan tomorrow PT1M27S

ભાવનગર: સરપંચના પતિએ દલીતના મૃતદેહનો દફનવિધીનો કર્યો ઇનકાર, સમાજમાં રોષ

 જિલ્લાનું નવા રતનપર ગામમાં દલીત પર અત્યાચારની ઘટના આવી છે. ઘટાના એવી છે, કે કેશવભાઈ સુમરા નામનાં દલિત આધેડનું અવસાન થતાં નવા રતનપર ગામનાં સરપંચના પતિ દ્વારા સ્મશાનમાં દફનવિધિ કરવાની ના પાડી હોવાનો અક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સરપંચના પતિની અગાઉ 9 મહિના પહેલા પણ આ પ્રકારની દબંગાઇ સામે હતી. 
 

Jan 14, 2019, 06:21 PM IST

કપાયેલા દોરાથી પક્ષીઓને બચાવવા માટે આ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી

 ગુજરાત રાજ્યમાં 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના પર્વની ઉજવણીને લઇને મોટાભાગના શહેરોમાં પક્ષીઓને બચાવવાનું અભિયાન શરૂ કરી દેવાયું છે. રાજ્યમાં 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના પર્વને લઇ વાઇલ્ડ લાઇફ કેર તરફથી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું

Jan 11, 2019, 02:32 PM IST
Bhavnagar Rain of money in Lok Dayro of Kirtidan gadhvi and Mayabhai ahir PT34S

ભાવનગર: કિર્તીદાન અને માયાભાઇ આહિર પર થયો નોટોનો વરસાદ

Bhavnagar Rain of money in Lok Dayro of Kirtidan gadhvi and Mayabhai ahir

Jan 7, 2019, 12:15 AM IST