Coronavirus Cases:એક દિવસમાં 27 મોત, 10 હજારથી વધુ નવા કોરોના કેસ, એક્ટિવ કેસ 53 હજારને પાર

Coronavirus Cases: કોરોના ફરી એકવાર દેશમાં મુશ્કેલી ઉભી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજનો આંકડો 9 હજારને પાર કરી રહ્યો છે.

Coronavirus Cases:એક દિવસમાં 27 મોત, 10 હજારથી વધુ નવા કોરોના કેસ, એક્ટિવ કેસ 53 હજારને પાર

Coronavirus Update: કોરોનાના કેસો ફરી એક વખત પકડમાં આવી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સહિત રાજ્ય સરકારોની ચિંતા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 753 નવા કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 53 હજાર 720 થઈ ગઈ છે.

ગઈકાલ (14 એપ્રિલ)ના આંકડાની સરખામણી કરીએ તો શુક્રવારે કોરોના કેસની સંખ્યા 11 હજાર 109 હતી, જે આજે ઓછી છે. જોકે, આજે મૃત્યુઆંક ગઈકાલ કરતાં વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 27 લોકોના મોત થયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 4 છે.

તેજીથી વધતા આંકડા
શુક્રવારે, ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં કોરોના વાયરસના 130 નવા કેસ મળી આવ્યા હતા, જે આ વર્ષે અત્યાર સુધીમાં સંક્રમિતોની સૌથી વધુ દૈનિક સંખ્યા છે. જિલ્લા તકેદારી અધિકારી ડૉ. અમિત કુમારે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે શુક્રવારે શંકાસ્પદ દર્દીઓના 1,872 નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું, જેમાંથી 130 ચેપગ્રસ્ત જણાયા હતા.

ગુજરાત કોરોના અપડેટ 
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નવા 392 પોઝિટીવ કેસ નોંધાયા છે. પરંતુ દુર્ભાગ્યવશ  કોરોના સામેની લડાઈમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગીરસોમનાથમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. બીજી બાજુ રાજ્યમાં 258 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. જ્યારે અત્યાર સુધી 12 લાખથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

રાજ્યમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 142 કેસ નોંધાયા છે, ત્યારબાદ મહેસાણામાં 35, વડોદરા 30, વડોદરા કોર્પોરેશન 28, સુરત કોર્પોરેશન 27, રાજકોટ કોર્પોરેશન 15, વલસાડ 13, સુરત 10, ગાંધીનગર 9, મોરબી 9, સાબરકાંઠા 8, ગાંધીનગર કોર્પરેશન 7, પાટણ 7, રાજકોટ 7, અમરેલી 6, કચ્છ 5, સુરેન્દ્રનગર 5, નવસારી 4, અમદાવાદ 3, આણંદ 3, ભાવનગર કોર્પોરેશન 3, ખેડા 3, પંચમહાલ 3, બનાસકાંઠા 2, ભરૂચ 2, ભાવનગર 2, ગીર સોમનાથ 2, મહીસાગર 1 અને પોરબંદર 1 એમ કુલ 392 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો:
રાજકારણમાં ગરમાવો! સુરત AAPમાં મોટું ભંગાણ, વધુ 6 કોર્પોરેટર ઝાડુ છોડી BJPમાં જોડાયા
રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
11 હજાર કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પીએમ મોદી બન્યા સાક્ષી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news