Delhi Fire: 43 લોકોનો ભોગ લેનારી ગેરકાયદેસર ફેક્ટરીના માલિક રેહાનને પોલીસે દબોચ્યો

દિલ્હીના અનાજ બજારમાં આજે સવારે થયેલા ભીષણ અંગ્નિકાંડમાં 43 લોકોના જીવ ગયાં. રાજકીય પક્ષો એકબીજા પર આરોપબાજી કરી રહ્યાં છે. જે ઈમારતમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની ધરપકડ કરી લેવાઈ છે. રેહાન પર આઈપીસીની કલમ 304 અને 285 (બેદરકારી) હેઠળ કેસ દાખલ કરાયો છે. બિલ્ડિંગનો માલિક સવારથી ફરાર હતો. નોંધનીય છે કે કલમ 304નો ઉપયોગ culpable homicide માટે થાય છે. દોષિત સાબિત થતા 10 વર્ષની જેલની સજા કે આજીવન કેદ અને દંડની જોગવાઈ છે. 

Delhi Fire: 43 લોકોનો ભોગ લેનારી ગેરકાયદેસર ફેક્ટરીના માલિક રેહાનને પોલીસે દબોચ્યો

નવી દિલ્હી: દિલ્હીના અનાજ બજારમાં આજે સવારે થયેલા ભીષણ અંગ્નિકાંડમાં 43 લોકોના જીવ ગયાં. રાજકીય પક્ષો એકબીજા પર આરોપબાજી કરી રહ્યાં છે. જે ઈમારતમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની અટકાયત કરીને પૂછપરછ બાદ હાલ ધરપકડ કરી લેવાઈ છે. રેહાન પર આઈપીસીની કલમ 304 અને 285 (બેદરકારી) હેઠળ કેસ દાખલ કરાયો છે. બિલ્ડિંગનો માલિક સવારથી ફરાર હતો. નોંધનીય છે કે કલમ 304નો ઉપયોગ culpable homicide માટે થાય છે. દોષિત સાબિત થતા 10 વર્ષની જેલની સજા કે આજીવન કેદ અને દંડની જોગવાઈ છે. 

જૂની દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફેક્ટરીઓ ચલાવવામાં આવી રહી છે. અનેક બિલ્ડિંગ માપદંડો કરતા વધુ ઊંચા કરાયા છે. ફેક્ટરી ચલાવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટથી એનઓસીની જરૂર હોય છે પરંતુ અહીની ફેક્ટરીઓએ આવી કોઈ મંજૂરી લીધી છે. અહીંની ગલીઓ પણ ખુબ જ સાંકડી છે. કલ્પના કરી શકાય કે સાંકડી ગલીઓમાં બનેલી ઈમારતોમાં જો ફેક્ટરી ચાલતી હોય અને અકસમાત થાય તો લોકોને ભાગવા સુદ્ધા રસ્તો મળે નહીં અને કમોતે માર્યા જાય. ડોક્ટરોના જણાવ્યાં મુજબ ઘટનામાં મોટાભાગના લોકોના મોત શ્વાસ રૂંધાવવાના કારણે થયા છે. 

— ANI (@ANI) December 8, 2019

PMO એ મૃતકોની પરિજનોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત
દિલ્હી (delhi)ના રાની ઝાંસી રોડ (Rani Jhansi Road) વિસ્તારમાં સ્થિત અનાજ મંડી (anaj mandi)માં ભીષણ આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મૃતકોના પરિજનોને પીએમો (pmo)એ વળતરની જાહેરાત કરી છે. પીએમઓએ મૃતકોના પરિજનોએ 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓ અકસ્માતમાં ઘાયલોને 50-50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે. 

મૃતકોના પરિવારજનોને મળશે 10-10 લાખ વળતર- CM કેજરીવાલ
રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ મૃતકોના પરિજનો માટે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

બિહારના મુખ્યમંત્રીએ પણ કરી જાહેરાત
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પણ પોતાના રાજ્યના મૃતકો માટે 2-2 લાખ રૂપિયાની નાણાકીય મદદની જાહેરાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news