E rickshaw 0 News

BHAVNAGAR પાલિકાએ પોતે તો કંઇ ન કર્યું પરંતુ દાનમાં આવેલી વસ્તુ પણ ન સાચવી શકી, વસ્ત
શહેરની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે 2018 માં ભાવનગર શહેરના 13 વોર્ડ માટે 13 ઈ-રિક્ષાઓ દાતાઓના આર્થિક સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે ખરીદ કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના અધિકારી, પોલીસ અને ડ્રાઈવર સહિત ની ટીમ શહેરના અલગ અલગ વોર્ડ ખાતે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરતી અને શહેરમાં ગંદકી, દબાણ અને કાયદો તોડનાર વ્યક્તિને સ્થળ પર જ દંડ કરી વસૂલી કરવામાં આવતી હતી. પરંતુ તમામ ઈ-રિક્ષાઓ તબક્કાવાર એક વર્ષની અંદર જ યોગ્ય મેન્ટનન્સના અભાવે બંધ પડી ગઈ છે. જેને મહાનગરપાલિકાના ગેરેજમાં રીપેરીંગ માટે મોકલી દેવામા આવી હતી. ત્યારથી આજદિન સુધી તમામ ઈ-રિક્ષાઓ હજુ પણ જે તે સમય ની હાલતે બંધ પડી છે. અને દાતાઓના લાખો રૂપિયા નો વ્યય થઈ રહ્યો છે.
Dec 18,2021, 23:20 PM IST

Trending news