ઓલિમ્પિક તૈયારીને છોડી બાકી તમામ રાષ્ટ્રીય શિબિર સ્થગિત

સરકારે કોરોના વાયરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીને જોતા એથલીટોની તમામ રાષ્ટ્રીય શિબિરોને આગામી આદેશ સુધી સ્થગિત કરવાની મંગળવારે જાહેરાત કરી છે. 

Updated By: Mar 17, 2020, 03:15 PM IST
ઓલિમ્પિક તૈયારીને છોડી બાકી તમામ રાષ્ટ્રીય શિબિર સ્થગિત

નવી દિલ્હીઃ સરકારે કોરોના વાયરસના સંક્રમણથી ફેલાયેલી મહામારીને જોતા એથલીટોની તમામ રાષ્ટ્રીય શિબિરોને આગામી આદેશ સુધી સ્થગિત કરવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી પરંતુ ટોક્યો ઓલિમ્પિકની તૈયારી કરી રહેલા એથલીટોની તાલિમ શિબિર જારી રહેશે. ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ કહ્યું કે, રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્ર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના તાલિમ કેન્દ્રો પણ સ્થગિત રહેશે. 

રિજિજૂએ ટ્વીટ કર્યું, 'કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટીએ નિર્ણય લીધો છે કે ઓલિમ્પિક 2020ની તૈયારી કરી રહેલા એથલીટોની તાલિમ શિબિરોને છોડી, બાકી તમામ રાષ્ટ્રીય શિબિર સ્થગિત રહેશે.'

તેમણે કહ્યું, 'આગામી આદેશ સુધી રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્ર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના તાલિક કેન્દ્રોમાં એકેડમિક તાલીમ પણ સ્થગિત રહેશે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર