LoC પર પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયર ઉલ્લંઘનમાં ત્રણ જવાન શહીદ


રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ, જેસીઓ સ્વતંત્ર સિંહ, નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઇફલમેન સુખબીર સિંહ બહાદુર ઈમાનદાર સૈનિક હતા. સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણ માટે રાષ્ટ્ર હંમેશા તેનું ઋણિ રહેશે. 

LoC પર પાકિસ્તાનની  નાપાક હરકત, સીઝફાયર ઉલ્લંઘનમાં ત્રણ જવાન શહીદ

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર  (J&k)ના પુંછ અને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાનની સેના (Pak Army) દ્વારા કરવામાં આવેલા સંઘર્ષ વિરામના ઉલ્લંઘનમાં ત્રણ ભારતીય જવાન શહીદ થઈ ગયા છે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યુ, 'નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઇફલમેન સુખબીર સિંહ શુક્રવારે પાકિસ્તાનના સૈનિકો દ્વારા રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં નિયંત્રણ રેખા પર કરવામાં આવેલી ગોળીબારીમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બંન્ને ઈજાગ્રસ્ત સૈનિકોએ બાદમાં જીવ ગુમાવ્યો છે.'

આ વચ્ચે ગુરૂવારે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ગોળીબારીમાં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત જેસીઓ સ્વતંત્ર સિંહે પણ શુક્રવારે પોતાનો જીવ ગુમાવ્યો છે. 

રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ, જેસીઓ સ્વતંત્ર સિંહ, નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઇફલમેન સુખબીર સિંહ બહાદુર ઈમાનદાર સૈનિક હતા. સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણ માટે રાષ્ટ્ર હંમેશા તેનું ઋણિ રહેશે. 

દેશમાં કોરોનાના વધતા કેસ પર સુપ્રીમ કોર્ટ ચિંતિત, કહ્યું- સખત રીતે થાય નિયમોનું પાલન

કાશ્મીરમાં આતંક ફેલાવવાના પ્રયાસમાં પાકિસ્તાન
તમને જણાવી દઈએ કે લદ્દાખમાં છેલ્લા 8 મહિનાથી ભારત-ચીનની સેનાઓ આમને-સામને છે. તેનો ફાયદો ઉઠાવી પાકિસ્તાન  LoC પર ગડબડી ફેલાવવાના પ્રયાસમાં છે. તે માટે પાકિસ્તાન સરહદ પર વારંવાર યુદ્ધ વિરામનો ભંગ અને આતંકીઓને કાશ્મીર મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક સપ્તાહ પહેલા પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા આવા ચાર આતંકીઓને નગરોટા એનકાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news