government hospital

Andhra Pradesh: સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં 5 મિનિટનો વિલંબ થયો, 11 દર્દીઓએ જીવ ગુમાવ્યા

આંધ્ર પ્રદેશના તિરુપતિમાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 11 દર્દીઓના મોત થયા.

May 11, 2021, 07:31 AM IST

Corona કાળમાં સરકારની મુશ્કેલીઓમાં વધારો, સરકારી હોસ્પિટલના સિનિયર તબીબોએ બાયો ચડાવી

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના ગુજરાતમાંથી 1700 તબીબો દ્વારા આજે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એડિશનલ સુપરિટેનડેન્ટ કક્ષાના, વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો બેઠકમાં હાજર રહ્યા હતા.

May 3, 2021, 04:52 PM IST

એમ્બ્યુલન્સની લાઈન થતાં નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય: ડૉ. જે.વી. મોદી

કોરોનાના આ વસમા કાળમાં ઘણીવાર લોકો એમ્બ્યુલન્સની લાઇનો લાગવા બદલ અમદાવાદ સહિતના મહાનગરોની સરકારી હોસ્પિટલો ઉપર દોષારોપણ કરતા જોવા મળે છે, પરંતુ હકીકત કંઇક ઓર છે

Apr 14, 2021, 06:04 PM IST

સરકારી હોસ્પિટલમાં ઘુસી ગયો કિંગ કોબ્રા, ત્યાર બાદ હોસ્પિટલ તંત્ર દોડતું થયું

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં તે સમયે હડકંપ મચી ગયો જ્યારે ત્યાં અચાનક એક કોબરા સાપ ઘુસી ગયો. કોબરા પર કાબુ મેળવતા મેળવતા તંત્રને પરસેવો છુટી ગયો. આખરે એક મદારીને બોલાવવામાં આવ્યો અને સાપ પર કાબુ મેળવવામાં આવ્યો. આ ઘટના હમીરપુર જિલ્લા હોસ્પિટલની છે. અહીં અચાનક જ બ્લેક કોબ્રા ઘુસી ગયો હતો. હોસ્પિટલમાં હાજર દર્દી અને ડોક્ટર સહિત તમામ સ્ટાફ કોબ્રાને જોઇને ભડક્યો હતો. ત્યાર બાદ ભાગદોડ મચી ગઇ હતી. આ દરમિયાન દર્દી, હોસ્પિટલનો સ્ટાફ ડરીને હોસ્પિટલની ભાગી ગયા હતા. 

Sep 8, 2020, 12:11 AM IST

મૌલાના સાદની કોરોના રિપોર્ટ ખોટી? જાણો દિલ્હી પોલીસ આ અંગે શું કહ્યું

મૌલાના સાદ (Maulana Saad) જાકિર નગરમાં પોતાના સંબંધિઓનાં ઘરે ક્વોરોન્ટિનમાં હતા, ક્વોરન્ટિન પીરિયર પુર્ણ થયા બાદ તેનો દાવો છે કે, તેની કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે દિલ્હી પોલીસે સાદને કહ્યું કે, તેઓ સરકારી હોસ્પિટલમાંથઈ ટેસ્ટ કરાવીને પોતાનાં રિપોર્ટની કોપી પોલીસની પાસે મોકલાવ્યા હતા. 

Apr 25, 2020, 07:33 PM IST

સરકારી હોસ્પિટલોમાં અંધારામાં ‘ઇમરજન્સી સેવા’ ભગવાન ભરોસે

રાજ્યના દરેક નાગરિકને રાઉન્ડ ધ કલોક એટલે કે 24 કલાક આરોગ્યની સેવા મળે તે માટેનાં સરકારી સામુહિક કેન્દ્ર ઉપર ખરેખર શું છે પરિસ્થિતિ??? શું દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળે છે ખરી તે જાણવા ઝી 24 કલાક દ્વારા હાથ ધરેલ મુહિમનાં ભાગરૂપે આવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર જઈ રીયાલીટી ચેક કર્યું હતું. ત્યારે જે હકીકત સામે આવી છે તે જોઇને અને સાંભળીને તમે પણ ચોંકી જશો. સરકારે કરોડોનો ખર્ચ કરી બનાવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર આમતો તમામ પુરતી સુવિધાઓથી સજ્જ છે. પરંતુ જો દવાખાનામાં ડોક્ટર જ ન હોય તો??? આમતો સામાન્ય રીતે સામુહિક આરોગ્ય કેન્દ્ર 24 કલાક કાર્યરત અને તબીબ હાજર હોવો જોઈએ. પણ કેટલાક સામુહિક આરોગ્ય કેન્દ્ર ભગવાન ભરોસે હોય છે.

Jul 19, 2019, 11:50 AM IST

રાજપીપળા: 80 પથારીની સિવિલમાં 150 દર્દીઓ, સાત દિવસે એકવાર આવે છે સર્જન

રાજપીપળા સિવિલ હોસ્પિટલની ભરુચ સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લેતા દર્દીઓની હાલત જોઇને તેઓ દ્રવી ઉઠયા હતા. જો કે રાજપીપળા સિવિલ હોસ્પીટલમા ક્ષમતા કરતા વધુ દર્દીઓ દાખલ થયા હોવાનું બહાર આવ્યુ છે. રાજપીપલા સિવિલ હોસ્પીટલની સ્થાપના વર્ષ 1919માં રાજપીપલાના શ્રીમંત મહારાજાએ કરી હતી. 1997માં આ હોસ્પીટલને સિવિલ હોસ્પીટલમાં કન્વર્ટ કરાઇ હતી. 

May 14, 2019, 06:34 PM IST

સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભવાના મુદ્દે હાઇકોર્ટે માગ્યો ગુજરાત સરકાર પાસે જવાબ

રાજ્યની સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટરના અભાવ મામલે હાઇકોર્ટના જજ દ્વારા ચીફ જસ્ટીસને લખવામાં આવેલા પત્ર મામલે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લેતા સુઓમોટો PIL માનીને સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે હાઇકોર્ટે હોસ્પીટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સાધન મામલે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સાથે જ હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, હોસ્પિટલમાં વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સુવિધાઓનો અભાવ કેવી રીતે હોઈ શકે.?

Apr 24, 2019, 05:33 PM IST

જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં, ડોક્ટરની બેદરકારીથી પ્રસુતાનું મોત

જામનગરની જીજી હોસ્પિટલનો ગાયનેક વિભાગ ફરી એક વખત વિવાદમાં સપડાયો છે. જીજી હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં આજે સવારે એક પ્રસુતાનું ડિલિવરી સમયે મોત થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

Jan 10, 2019, 07:05 PM IST