આ શું થઈ રહ્યું છે? અમેરિકામાં ગૂમ થયેલો ભારતીય વિદ્યાર્થી મૃત અવસ્થામાં મળી આવ્યો
US News: અમેરિકાની પડર્યૂ યુનિવર્સિટીમાં ભણતો એક ભારતીય વિદ્યાર્થી ગત અઠવાડિયે ગૂમ થઈ ગયો હતો જે હવે પરિસરમા જ એક ઈમારત બહાર મૃત અવસ્થામાં મળી આવ્યો છે. અમેરિકાના એક કાઉન્ટીના કોરોનરે તેની પુષ્ટિ કરી છે.
Trending Photos
અમેરિકાની પડર્યૂ યુનિવર્સિટીમાં ભણતો એક ભારતીય વિદ્યાર્થી ગત અઠવાડિયે ગૂમ થઈ ગયો હતો જે હવે પરિસરમા જ એક ઈમારત બહાર મૃત અવસ્થામાં મળી આવ્યો છે. અમેરિકાના એક કાઉન્ટીના કોરોનરે તેની પુષ્ટિ કરી છે. વિદ્યાર્થીની ઓળખ નીલ આચાર્ય તરીકે થઈ છે. ટિપ્પેકેનો કાઉન્ટી કોરોનર કાર્યાલય મુજબ અધિકારીઓને રવિવારે સવારે 11.30 વાગે વેસ્ટ લાફાયેટમાં 500 એલિસન રોડ પર બોલાવવામાં આવ્યા હતા. ફોક્સ 59 ન્યૂઝ ચેનલે કોરોનરના હવાલે કહ્યું કે પડર્યૂના પરિસરમાં મોરિસજુક્રો પ્રયોગશાળા બહાર એક વિદ્યાર્થી મૃત અવસ્થામાં મળી આવ્યો. કોરોનર કેરી કોસ્ટેલોએ કહ્યું કે પીડિત પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સંચાલિત સમાચાર પત્ર ધ પડર્યૂ એક્સપોનેન્ટના જણાવ્યાં મુજબ આચાર્ય જોન માર્ટિસ ઓનર્સ કોલેજમાં કોમ્પયુટર વિજ્ઞાન અને ડેટા વિજ્ઞાનમાં પ્રમુખ હતો. યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ પ્રમુખ ક્રિસ ક્લિફ્ટને ધ એક્સપોનેન્ટને જણાવ્યું કે તેમને સોમવારે ડીન ઓફ સ્ટુડન્ટ્સના કાર્યાલયથી આચાર્યના મોતની પુષ્ટિ કરનારો એક મેઈલ આવ્યો હતો. ક્લિફ્ટને એક મેઈલમાં લખ્યું કે અમારા વિદ્યાર્થીઓમાંથી એક નીલ આચાર્યનું નિધન થઈ ગયું છે. તેમના મિત્રો, પરિવાર, તમામ પ્રભાવિત લોકો પ્રત્યે અમારી સંવેદનાઓ છે. ક્લિફ્ટને આચાર્યને એકેડેમિક રીતે પ્રતિભાશાળી ગણાવ્યો.
છેલ્લે અહીં જોવા મળ્યો હતો
આયાર્યના મિત્ર અને રૂમમેટ, આર્યન ખાનોલકરે ધ એક્સપોનેન્ટને જણાવ્યું કે તે એક મેજિકલ વ્યક્તિ હતો અને અમે બધા તેને બિરદાવીશું. મૃતકની માતા ગૌરી આચાર્યના જણાવ્યા મુજબ તેમના પુત્રને છેલ્લે ઉબેર ડ્રાઈવરે જોયો હતો જેણે તેને પડર્યૂ યુનિવર્સિટી છોડ્યો હતો. એક્સ પર શેર કરેલી એક પોસ્ટમાં તેમણે મદદ માટેની અપીલ કરતા કહ્યું હતું કે અમારો પુત્ર નીલ આચાર્ય ગત 28 જાન્યુઆરીથી ગૂમ છે. તે અમેરિકામાં પડ્યૂ યુનિવર્સિટીમાં ભણે છે. તેને છેલ્લે ઉબેર ડ્રાઈવરે જોયો હતો. જેણે તેને પર્ડ્યૂ યુનિ. છોડ્યો હતો. અમે તેના વિશે કોઈ માહિતી શોધી રહ્યા છીએ. જો તમે કઈ જાણતા હોવ તો કૃપા કરીને મદદ કરો. પોસ્ટના જવાબમાં શિકાગોમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે કહ્યું કે તેઓ પડ્યૂ યુનિ.ના અધિકારીઓના સંપર્કમાં છે અને દરેક શક્ય સમર્થન અને મદદ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે