railway police

દારૂ પીધેલા PI ને ASI અને હેડ કોન્સ્ટેબલે મારવા લીધો, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં

ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન પર આરપીએફના પોલીસ મથકમાં પોલીસ સ્ટાફ વચ્ચે જ માથાકુટનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ મથકના પીઆઇએ દારૂ પીને ASI અને હેડ કોન્સ્ટેબલને કામમાં ભુલ કાઢીને માર માર્યો અને ગાળો બોલી હોવાનો આક્ષેપ સાથે હોબાળાનો વીડિોય હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિવાદનો વીડિયો ફરતો થયા બાદ RPF ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. 

Sep 26, 2021, 05:06 PM IST

Vadodara: એક રૂપિયાની મદદથી ટ્રેનને લૂંટતી હતી ટોહાના ગેંગ, 13 લૂંટોને આપ્યો અંજામ

ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પસાર થતી ટ્રેનોને સુમસામ વિસ્તારોમાં લોન્ગ ડિસ્ટન્સ અને દક્ષિણ ભારત સુધી જતી ટ્રેનો (Train) ને નિશાન બનાવતા હતા.

Jul 1, 2021, 09:02 PM IST

GODHRA: રેલવે પોલીસે મુસાફરને અટકાવી બેગ ખોલતા અંદરથી નિકળ્યું તે જોઇ ચક્કર ખાઇ ગઇ

રેલવે પોલીસે બે રહસ્યમય અને શંકાસ્પદ બેગો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. શંકાસ્પદ બે બેગ માંથી લાખોની કિંમતના  સોનાના દાગીના અને રોકડ સહીત 1.12 કરોડનો મુદ્દામાલ રેલવે પોલીસે કબજે લીધો છે. ગોધરા સ્ટેશન પરથી પસાર થતી પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફર પાસેથી  શંકાસ્પદ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી આવી  અમૃતસરથી મુંબઈ તરફ જઈ રહેલ પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફર પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડ અને સોનાના દાગીના મળી આવ્યાની ઘટના સામે આવતા રેલવે પોલીસ પણ ચોંકી ઉઠી છે. 

Jun 29, 2021, 09:44 PM IST

ટ્રેનનું એક બિસ્કીટ તમને પડી શકે છે લાખોમાં, વાંચશો તો ચોંકી ઉઠશો

બસ કે ટ્રેનમાં લાંબી મુસાફરીની સાથે સારા અને ખરાબ અનુભવો તો જોડાયેલા જ રહે છે. અત્યારના સમયમાં સાયબર ફ્રોડ જ નહીં પણ મુસાફરોના કિંમતી માલસામાનની ટેકનીક પણ ભેજાબાજોએ ચાલુ જ રાખી છે. આવી જ ટેકનીક અપનાવતા એક ભેજાબાજનો ખેલ ખુલ્લો પડી ગયો છે. લાંબા અંતરની ટ્રેનમાં લોકોને છેતરી આ ભેજાબાજ કરી ગયો છે લાખોનો ખેલ પણ તેની એક સરખી મોડસ ઓપરેન્ડી પડી ગઈ છે તેને ભારે. 

Feb 13, 2021, 01:38 AM IST

અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 12 કિલો ગાંજા સાથે પકડાયો દિલ્હીનો શખ્સ

  • પોલીસને મળેલી બાતમી આધારે વોચ ગોઠવવામાં આવી હતી
  • અમદાવાદ રેલવે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી

Feb 7, 2021, 04:20 PM IST

માફિયા સુરતમાં 18 લાખનો ગાંજો ઘૂસાડવાની તૈયારીમાં હતા, તે પહેલા જ 2 શખ્સો પકડાયા

સુરત (Surat) શહેરમાં ગાંજા માફિયા (Drug dealers) હવે મોટી સંખ્યાંમાં ગાંજો ઓરિસ્સાથી મોકલી રહ્યાં છે. આ માટે ટ્રાન્સપોર્ટના વિવિધ રસ્તાઓ પર હાથ અજમાવવામાં આવી રહ્યો છે. મોટાભાગે ગાંજો રેલવે દ્વારા સુરતમાં ઘૂસાડાતો હતો. પરંતુ આ વખતે તેઓએ રેલવેનો નહિ પણ, ગાંજો સપ્લાય કરવા રોડનો ઉપયોગ કર્યો હતો. રેલવે પોલીસ દ્વારા દબાણ વધતા ગાંજા માફિયાઓએ હવે રોડના માધ્યમથી સુરતમાં ગાંજો લાવવાનું શરૂ કર્યું છે. જેની બાતમી મળતા જ એસઓજી (SOG) પોલીસે બે લોકોને 300 કિલો ગાંજો સાથે ઝડપી પાડ્યા હતા. જેની કુલ કિંમત 18.18 લાખ રૂપિયા છે.  

Nov 11, 2019, 02:27 PM IST

રાજકોટ : બીમારીથી કંટાળીને માતા-પુત્રએ ટ્રેન સામે આવીને મોત વ્હાલુ કર્યું

રાજકોટ(Rajkot) માં આત્મહત્યા (Suicide) નો વિચિત્ર બનાવ બન્યો છે. ચાલીસ વર્ષની એક મહિલાએ પોતાના 24 વર્ષના માનસિક અસ્થિર પુત્ર સાથે ટ્રેન નીચે પડતુ મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં માતા-પુત્ર બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. માતા અને પુત્ર બંનેએ બીમારીથી કંટાળીને આ પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

Oct 16, 2019, 03:53 PM IST

અમદાવાદ: એજન્ટે એક મીનિટમાં IRCTCમાં 11 લાખની ટીકીટ બુક કરી

ભારતીય રેલવેમાં ઓનલાઇન ટિકિટ બુકીંગ સાઇટ IRCTC પર સામાન્ય રીતે એક ટિકિટ બુક કરવામાં 90 સેકન્ડનો ટાઇમ લાગે છે. પરંતુ અમદાવાદના એક એજન્ટે 1 મીનિટમાં 426 ટિકીટો બુક કરી દીધી હતી. IRCTCએ દાવો કર્યો છે કે મોહસિન જલિયાવાલા નામના એક એજન્ટે એક મીનિટથી પણ ઓછા સમયમાં આટલી બધી ટીકીટો બુક કરી દીધી હતી, ત્યારબાગ રેલવે પોલીસ ફોર્સ (RPF)એ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. 

Sep 16, 2019, 10:30 PM IST

દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો, ટ્રેનના શૌચાલયમાં ઝડપાઇ દારૂની બોટલો

અમદાવાદ શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અનોખો નુસકો શોધી કાઢ્યો છે. બુટલેગરો હવે રેલવેના શૌચાલયમાં દારૂની હેરાફેરી કરવાની શરૂઆત કરતા મૂળ અમદાવાદનો એક આરોપી રેલવે પોલીસના હાથે ઝડપાયો છે. આરપીએફેના ટ્રેનના કોચમાંથી 43 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે.

Sep 10, 2019, 09:08 PM IST

રાજ્યમાં એલર્ટને પગલે વડોદરા રેલવે પોલીસ ફોર્સ દ્વારા મુસાફરોનું ચેકિંગ

વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ રેલવે પોલીસ ફોર્સ દ્વારા લાંબા અંતરની ટ્રેન અને સ્ટેશન ખાતે હાજર મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Aug 31, 2019, 01:23 PM IST
Ahmedabad: Railway DIG Police Arranges Tea Meeting To Encourage Police Officers PT2M23S

જુઓ રેલવે પોલીસ કર્મીઓ માટે કેમ કરવામાં આવ્યું 'ટી મિટીંગ'નું આયોજન

રેલવે સ્ટેશન ઉપર અને ટ્રેનમાં ગુનાખોરી અટકાવવા માટે રેલવે પોલીસ વધુ સતર્ક બની છે.રેલવે પોલીસના ડીઆઇજીએ રેલવે પોલીસ કર્મચારીઓ સાથે ગુનેગારોને કેવી રીતે ઝડપી લેવા તે અંગે ચર્ચા કરી હતી. અને ખાસ ટી મિટીંગનું આયોજન પણ કર્યું હતું.

Jul 31, 2019, 06:25 PM IST
Surat train 28 07 2019 PT41S

સુરતમાં ટ્રેનમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર...

રાજકોટથી મુંબઇ જઇ રહેલી ટ્રેનમાં સુરત નજીક લૂંટારીઓ મહિલાનું પર્સ અને ચેઇન ચોરી કરી હતી. જો કે મહિલાએ ટિકિટ ચેકરને જાણ કરતા ચેઇન પુલિંગ કરાયું હતું. રેલવે પોલીસ દ્વારા સર્ચ કરાતા ખેતરમાંથી પર્સ મળી આવ્યું હતું. જ્યારે ટ્રેન રોકાયા બાદ પોલીસ ચેકિંગ દરમિયાન ટ્રેન પર પથ્થરમારો પણ થયો હતો.

Jul 29, 2019, 12:00 AM IST

અમદાવાદ: કાલુપુર સ્ટેશન પર રેલવે પોલીસ કરશે બેટરીથી ચાલત સેગવેથી પેટ્રોલિંગ

ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આરપીએફના જવાનોને પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ માટે બેટરીથી ચાલતાટુ-વહીલર એટલે સેગવે આપવામાં આવ્યું છે. બેટરીથી ચાલતાં આ અનોખા સેગવેને જવાનો સરળતાથી પ્લેટફોર્મ પર એક ખૂણાથી બીજા ખૂણામાં પહોંચીને મુસાફરોની ફરિયાદનું નિરાકરણ અને રેલવે સ્ટેશનની સુરક્ષા કરી શકશે. 

Jun 10, 2019, 06:16 PM IST

ટીકીટ બાબતે તકરાર થતા યુવકે ચાલુ ટ્રેનમાં રેલવેના ગાર્ડની કરી હત્યા

ભુજ દાદર ટ્રેનમાંથી ગાર્ડને ધક્કો મારી હત્યા કરી નાખતા રેલવે વિભાગમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે રેલ્વે પોલીસે આ બનાવના ગુનામાં એક શખ્સને ઝડપી પાડયો છે. ભુજ દાદર ટ્રેનમાંથી ગાર્ડ ગુમ થતા રેલ્વે પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, તપાસ બાદ ગાર્ડની હત્યા નિપજાવી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો હતો. 
 

May 31, 2019, 05:14 PM IST

ખોવાયેલો પુત્ર એક વર્ષ બાદ મળવાની ખુશીમાં માતાનું રુદન, હાજર બધા જ રડી પડ્યા...

ગોધરા રેલવે સ્ટેશન પર ગઈકાલે અનોખો નજારો જોવા મળ્યો હતો. એક વર્ષ થી ગુમ કિશોરનું ગોધરા ખાતે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ મિલન પાછળ રેલવે પોલીસનો મોટો ફાળો હતો. રેલવે પોલીસે કિશોરનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. 

May 20, 2019, 10:38 AM IST

જો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે

અમદવાદ શહેરમાં નશીલા પદાર્થનું ચલણ વધ્યું હોય તેમ ગાંજો અને ચરસ પીનારાઓને બેરોકટોક નશીલો પદાર્થ મળતો હોય તેમ લાગી રહ્યું છે. જે પ્રમાણે રેલવે પોલીસ અને SOG ક્રાઇમ બ્રાન્ચે ગાંજાના જથ્થા સાથે છેલ્લા થોડાક સમયમાં ગાંજાની હેરાફેરી કરતા અનેક આરોપીઓ ઝડપ્યા છે. તેને જોતા સામાન્ય લોકોમાં ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. રેલવે માદક પદાર્થોની હેરાફેરી કરવા કેવી રીતે કેરિયરો માટે સોફ્ટ ટાર્ગેટ બન્યું છે જોઈએ.

May 19, 2019, 09:01 AM IST

વલસાડ: પારડી પાસે વિકલાંગ કોચમાં સવાર મહિલાની ચાલુ ટ્રેનમાં થઇ હત્યા

શહેરના પારડી રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. ચાલુ ટ્રેનમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાઇ ગયા હતા. ત્યારે આ અજાણી મહિલા કોણ છે અને તેની હત્યા શા માટે કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Mar 27, 2019, 05:08 PM IST

ટ્રેનના દરવાજે લટકી મુસાફરી કરતા વિદ્યાર્થીનું રેલવે પોલ સાથે અથડાતા મોત

કિમ અને કોસંબા વિસ્તારની વચ્ચે રેલવેમાં મુસાફરી કરી રહેલા વિદ્યાર્થીનું પોલ સાથે અથડાવતા મોત થયું છે. મળતી માહિતી મુજબ આ મૃતક યુવક ભરૂચ-વિરાર શટલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો તે દરમિયાન ટ્રેનમાં હોળી ધૂળેટીના કારણે વધારે ભીડ હોવાથી ટ્રેનના દરવાજા પાસે લટકીને મુસાફરી કરી રહ્યો હતો. 

Mar 19, 2019, 07:52 PM IST

વડોદરા: રેલવેના મેમુ કાર શેડ પાસે સિક્યુરિટી ગાર્ડની હત્યા, કારણ અકબંધ

રેલવેના મેમુ કાર શેડ પાસે નવનિર્મિત બિલ્ડીંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જગજીત ઉર્ફે જગદીશભાઇ ભારતીયને અજાણ્યા શખ્સોએ ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. રેલવે પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 

Feb 18, 2019, 06:05 PM IST