ગુજરાતનું એક એવું મંદિર જ્યાં 11 કિલોનો પથ્થર છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી છે...

આજે કોઈ તમને એમ કહે કે પાણીમાં પથ્થર કરે છે? તો આ વાત કદાચ વૈજ્ઞાનિક યુગમાં હાસ્યાસ્પદ લાગશે. જો કે ન માત્ર ત્રેતાયુગમા રામના નામે પથ્થર તર્યા હતા. જે આજે પણ રામસેતુના સ્વરૂપમાં તરી રહ્યા છે, પરંતુ કળિયુગમાં પણ રાજકોટના રતનપર ખાતે આવેલા શ્રી રામચરિત માનસ મંદિર ખાતે 11 કિલોનો પથ્થર આજે પણ છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી રહ્યો છે.

ગુજરાતનું એક એવું મંદિર જ્યાં 11 કિલોનો પથ્થર છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી છે...

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ શહેરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલું છે રતનપર ગામ. રતનપર ગામ ખાતે આવેલું છે, શ્રી રામચરિત માનસ મંદિર. આજે કોઈ તમને એમ કહે કે પાણીમાં પથ્થર કરે છે? તો આ વાત કદાચ વૈજ્ઞાનિક યુગમાં હાસ્યાસ્પદ લાગશે. જો કે ન માત્ર ત્રેતાયુગમા રામના નામે પથ્થર તર્યા હતા. જે આજે પણ રામસેતુના સ્વરૂપમાં તરી રહ્યા છે, પરંતુ કળિયુગમાં પણ રાજકોટના રતનપર ખાતે આવેલા શ્રી રામચરિત માનસ મંદિર ખાતે 11 કિલોનો પથ્થર આજે પણ છેલ્લા 40 વર્ષથી પાણીમાં તરી રહ્યો છે.

આ બાબતે મંદિરના સંચાલકે જણાવ્યું કે, 40 વર્ષ પૂર્વે રામેશ્વરમથી એક સંત મહાત્મા આવ્યા હતા અને તેઓ અહીં આ પથ્થરને પાણીમાં રાખવાનું કહી ગયા હતા. સંતે જ્યારે પથ્થર આપ્યો, ત્યારે અહીંના લોકોને પણ વિશ્વાસ નહોતો આવ્યો કે ખરા અર્થમાં પાણીમાં ક્યારેય પથ્થર તરે ખરા! જો કે જ્યારે અહીંના લોકોએ મોટા વાસણમાં પાણી ભરીને પથ્થરને જ્યારે તેમાં મૂક્યો તો પથ્થર તરતો નજરે પડ્યો.

No description available.

શ્રી રામચરિત માનસ મંદિરમાં રામ દરબારની સુંદર ઝાંખી થઈ શકે છે. આ સાથે જ અહીં દ્વારિકાધીશ તેમજ રામેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. આમ એક જ જગ્યાએ ભગવાન વિષ્ણુના બે અવતાર તેમજ ભગવાન સદાશિવ ભોળાનાથ બિરાજમાન હોય કેવું અલૌકિક અને ભવ્ય મંદિર રાજકોટના રતનપર ખાતે આવેલું છે. મંદિરના ઇતિહાસ વિશે પ્રવિણસિંહ ઝાલાએ જણાવ્યું કે, જૂના મંદિરને નિર્માણ કર્યાના 50 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમજ નવું મંદિર નિર્માણ કર્યાને 26 વર્ષ પૂર્ણ થયા છે. મંદિરની વાત કરીએ તો, તે 207 ફૂટ લાંબુ 99 ફૂટ પહોળું અને 81 ફૂટ ઊંચું છે. મંદિર બનાવતા સમયે જ એક બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો કે, જે પણ મેઝરમેન્ટ કરવામાં આવ્યું હતું. તે તમામનો સરવાળો 9 થવો જોઈએ.

No description available.

ઉલ્લેખનીય છે કે, હિન્દુ સનાતન ધર્મમાં નવને પૂર્ણ આંક ગણવામાં આવે છે. એટલા માટે જ તો આપણે ત્યાં દુર્ગાના નવ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. તો સાથે જ નવરાત્રીનું પણ આપણે ત્યાં એટલું જ મહત્વ છે. મંદિરની દરેક દીવાલો તેમજ બિંબ ઉપર શ્રી રામચરિત માનસના તમામ ચોપાઈ પણ અહીં લખવામાં આવી છે.

વર્ષ 2010માં હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં દર્શનાર્થે આવ્યા હતા. દર્શનાર્થે આવેલા નરેન્દ્ર મોદી અહીં લીખિત રામચરિત માનસની ચોપાઈથી ખૂબ જ અભિભૂત થયા હતા. આ સાથે જ જે પ્રકારે મંદિરનું એલીવેશન છે અને મંદિરની આકૃતિ ધનુષ સ્વરૂપમાં છે તેને લઈને નરેન્દ્ર મોદી ખૂબ જ આકર્ષિત થયા હતા. તે સમયે નરેન્દ્ર મોદીએ અહીંના સંચાલકોને સૂચન પણ કર્યું હતું કે, નાના નાના બાળકો જ્યારે દર્શનાર્થે આવે તો ત્યારે તેઓ ચોપાઈ સરખી રીતે ન પણ વાંચી શકે, ત્યારે તેમના માટે ચિત્રરૂપી પ્રદર્શન ખંડ બનાવવામાં આવે. આ સાથે જ દર્શનાર્થે આવેલા નરેન્દ્ર મોદીએ અહીં ભગવાન રામલલાની માં જાનકી અને ભગવાન લક્ષ્મણજી સહિત આરતી પણ ઉતારી હતી.

No description available.

અહીંયા મંદિરે દર્શને આવનારા દર્શનાર્થીઓ પણ અહીં આવીને શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ મેળવે છે. તો કેટલાય લોકો અહીંની માનતા પણ રાખે છે. શ્રી રામચરિત માનસ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ પણ ઉજવાય છે રામ જન્મોત્સવ પણ ઉજવાય છે તો સાથોસાથ મહાશિવરાત્રી પણ ખૂબ સારી રીતે ઉજવાય છે. તો સાથે જ અહીં આવનારા તમામ ભક્તજનોને બપોરે તેમજ રાત્રે ભોજન પ્રસાદ પણ આપવામાં આવે છે. દૂરથી આવનારા લોકો માટે અહીં રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

No description available.

શ્રીરામ ચરિત માનસ મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે. અહીંની ગૌશાળામાં 70 જેટલી ગાયો રાખવામાં આવી છે. અહીંની ગૌશાળાની વિશેષતા એ છે કે જ્યારે અહીંના સંચાલક તેમજ ટ્રસ્ટી પ્રવિણસિંહ ઝાલા સીતારામ અને જય સીયારામનો નાદ લગાવે છે, ત્યારે ગાયો દૂરથી દોડતી તેમની પાસે આવી પહોંચે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news