Gujarat Rain Alert: પાછી વરસાદી સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી બોલાવશે
Gujarat Weather Forecast: ગુજરાતમાં ભલે વરસાદ બંધ થયો અને કાળઝાળ તડકો પડી રહ્યો છે પણ આ સ્થિતિ બદલાવાની છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જાણો વિગતવાર શું આગાહી કરાઈ છે.
Trending Photos
Gujarat Weather Forecast: ગુજરાતમાં ભલે વરસાદ બંધ થયો અને કાળઝાળ તડકો પડી રહ્યો છે પણ આ સ્થિતિ બદલાવાની છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં સૌથી વધારે અસર 7 જિલ્લાઓમાં થઈ છે. જુલાઈમાં દ્રારકા, સુરત અને પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે. જૂનાગઢમાં ઘેડ પંથક ડૂબી ગયો હતો. હવામાન વિભાગે ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ પડવાની ગુજરાતમાં શક્યતા છે. આવતીકાલે પણ રાજ્યના ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં સાથે યેલો અલર્ટની આગાહી. 3 ઓગસ્ટે પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓના યેલો અલર્ટની આગાહી
ચોમાસાની સિઝન દરમિયાન અત્યારસુધીમા રાજ્યના ૭ જિલ્લાઓમાંથી કુલ ૪,૨૩૮ નાગરિકોનું સ્થળાંતર તથા ૫૩૫ નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યમાં એન.ડી.આર.એફ.ની ૧૩ અને એસ.ડી.આર.એફ.ની ૨૦ ટીમો તૈનાત કરાઇ છે તથા એન.ડી.આર.એફ.ની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. તા. ૨૩ જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકામાં ૦૩, બનાસકાંઠામાં ૦૨, કચ્છ ૦૨, રાજકોટ ૦૧, અને સુરત ૦૧ એમ કુલ ૦૯ માનવ મૃત્યુ નોંધાયા છે.જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઇ જવાના કારણે નિપજ્યાં છે.
વરસાદને પગલે વીજળીના કારણે ૫૮૧૭ ગામડાઓ પૈકી ૫૭૯૬ , ૧૧૩૫૮ ફીડર પૈકી ૧૧૦૩૭, ૫૨૫૫ પોલ પૈકી ૪૨૧૧ અને ૩૧૭ ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી ૧૮૪ પૂર્વવત કરાયા છે . વરસાદને પગલે અસર પામેલા માર્ગો પૈકી ૩૦ ને પૂર્વવત કરાયા છે જેમા ૦૨ રાજ્યના માર્ગો, ૨૩ પંચાયત ના અને ૫ અન્ય માર્ગો છે. રાજ્યના વિવિધ ડેમમાં પાણીની સ્થિતિ અંગેની વાત કરીએ તો હાલ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા લિ. હેઠળ ૧૮૨૪૪૪ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના ૫૪.૬૧ ટકા છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૨,૩૬,૮૪૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ ૪૨.૨૮ ટકા છે.
જેમાં કુલ ક્ષમતાના ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૬ , ૭૦ થી ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૨૫, ૫૦ થી ૭૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૧, ૨૫ ટકા થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા ૬૯ છે. રાજ્યના ૨૦૬ ડેમ પૈકી ૫૧ ડેમને હાઇ એલર્ટ પર , ૮ ડેમને એલર્ટ અને ૧૨ જેટલા ડેમને વોર્નીંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે જે રસ્તાઓ અને ક્રોઝ-વેનું ધોવાણ થયું છે તે પાણી ઓસરતા સત્વરે મરામત કરવાના સરકાર વાયદા આપી છે. સતત વરસાદને કારણે ગુજરાતના રોડ-રસ્તા પર ખાડાઓએ સામ્રાજ્ય જમાવી દીધું છે. મહાનગરોની સાથે નાના શહેરો પણ આ ખાડાથી પરેશાન છે. ભ્રષ્ટાચારના આ ખાડા કોઈને પણ જીવ લઈ શકે છે. આ ગુજરાત છે, એવું રાજ્ય જેના વિકાસની વાતો દેશભરમાં થાય છે. મોટા મોટા હોડિંગ્સ અને પોસ્ટરોમાં વિકાસની ચર્ચા ચારેકોર કરવામાં આવે છે. પણ ખરેખર વિકાસ કેવો છે તેતો ગુજરાતીઓ જ જાણે છે. અને તે પણ જો તમે ચોમાસા પછી ગુજરાતના વાહન ચાલકોને મળો તો ખબર પડે. એવો કોઈ ખૂણો નથી જ્યાં તમને ખાડો જોવા ન મળે. ગુજરાતના વિકાસનું જે નેતાઓ માર્કેટિંગ કરે છે તેમના જ વિસ્તારમાં ખાડાઓએ આધિપત્ય જમાવેલું છે અને એટલા ખાડા ગૌરવવંતા ગુજરાતમાં પડ્યા છે કે રોડ દેખાતો જ નથી. વાહનચાલકોને ડાન્સ કરાવવા માટે અજાયબી રોડ બન્યો હોય તેવા રોડ ગુજરાતમાં છે. છતાં પણ ગુજરાતના વિકાસની વાતો ખુબ જ થાય છે. આ જ ગુજરાત છે સાહેબ.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે