Star News

પોતાના ખરાબ અનુભવ બાદ નીના ગુપ્તાએ પરિણીત પુરુષોને લઈને આપ્યું મોટું નિવેદન...
એક્ટ્રેસ નીના ગુપ્તા (Neena Gupta) ને ફિલ્મોમાં કામ કરીને અનેક દાયકા પસરા થયા છે. નીના ગુપ્તા હવે 60 વર્ષના થઈ ચૂક્યા છે, પરંતુ તે હંમેશાથી પોતાના બોલ્ડ અંદાજ માટે પોપ્યુલર છે. હાલ નીના ગુપ્તા સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા હતા જ્યારે તેમનું વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે અફેર ચાલ્યું હતું. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ અચાનક બંને અલગ થયા હાત. રિચર્ડથી અલગ થયા બાદ નીનાને માલૂમ પડ્યું હતું કે, તે મા બનનાર છે, પરંતુ સમાજની પરવાહ કર્યા બાદ નીનાએ પોતાના સંતાનને જન્મ આપ્યો હતો. સિંગલ મધરની ભૂમિકા ભજવી હતી. નીનાની દીકરી મસાબા ગુપ્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું બહુચર્ચિત નામ છે. નીના ગુપ્તાનું જીવન બહુ જ સંઘર્ષમય રહ્યું હતું.
Mar 3,2020, 18:50 PM IST
સ્ટાર સ્ક્રિન અવોર્ડનું  ભવ્ય ફંક્શન, સ્ટાર્સ લાગ્યા એકથી એક ચડિયાતા
હાલમાં મુંબઈ ખાતે સ્ટાર સ્ક્રિન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડ ફંક્શનમાં 2019માં રણવીર સિંહને ગલી બોય ફિલ્મમા શ્રેષ્ઠ એક્ટર માટેનો એવોર્ડ મેળવ્યો છે. આ કાર્યક્રમમાં આલિયા ભટ્ટ, દિપીકા પાદુકોણ, રણવીર સિંહ, રિતિક રોશન, શાહિદ કપૂર, આયુષ્માન ખુરાના, યામી ગૌતમ, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને સુરવીન ચાવલા જેવી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આ ફંક્શનમાં ફિલ્મ ગલી બોય કુલ 4 અવોર્ડ પોતાના નામે કર્યાં છે. 'ગલી બોય'માં રણવીર સિંહને બેસ્ટ એક્ટરનો, આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો, ઝોયા અખ્તરને બેસ્ટ ડાયરેક્ટરનો અને સિદ્ધાંત ચતુર્વેદીને મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરનો અવોર્ડ મળ્યો છે.
Dec 10,2019, 12:26 PM IST

Trending news