Surat fire tragedy News

શ્રેય હોસ્પિટલ આગકાંડનો રિપોર્ટ આજે આવશે કે નહિ? અધિકારીઓએ મૌન પાળ્યું
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey hospital) ની કરુણાંતિકા મામલે તપાસનો રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી શકે છે. જોકે તપાસ રિપોર્ટ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ અને શહેરી વિકાસ વિભાગના મુકેશ પુરીનું ભેદી મૌન જોવા મળ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રિપોર્ટ સોંપ્યો કે નહીં તે સંદર્ભે કોઈ કશું બોલવા તૈયાર નથી. કર્મયોગી ભવનમાં ગૃહ વિભાગના યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે રિપોર્ટ સોંપ્યો કે નહીં તેની ઉપર પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. શ્રેય હોસ્પિટલના સંચાલકોને બચાવવા માટે વહીવટી તંત્ર કામ કરી રહ્યો હોય તે રીતે બંને ઉચ્ચ અધિકારીઓએ ભેદી મૌન જાળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની હૉસ્પિટલમાં આગ લાગ્યા બાદ મુખ્યમંત્રીએ તપાસ કરી 3 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો. આજે મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપવાનો હતો, પરંતુ અધિકારીઓ કાંઈ જ બોલવા માટે તૈયાર નથી. 
Aug 10,2020, 13:12 PM IST
સ્ફોટક ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલ પર તંત્ર દ્વારા દબાણ કરાયું હતું
Aug 8,2020, 15:27 PM IST
ગ્રાઉન્ડ રિપોર્ટ : અમદાવાદની અનેક બિલ્ડીંગ ફાયર સેફ્ટી વગર ધમધમે છે, રોજ હજારોની અવર
Aug 7,2020, 10:55 AM IST
વડોદરાનું ફાયર વિભાગ ઊંઘમાંથી જાગ્યું, ગોત્રી અને સયાજી હોસ્પિટલને NOC માટે નોટિસ ફટ
Aug 6,2020, 15:21 PM IST
ખાનગી હોસ્પિટલોમાં બનતા કોરોનાના બિલ સામે સરકારે શ્રેય હોસ્પિટલ આગમાં કરેલી સહાય ચણા
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં 8 કોરોનાના દર્દી જીવતા ભૂંજાયા છે. ત્યારે મૃતકોના વારસદાર અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકના વારસદારને મુખ્ય મંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ ઘટનામાં ઇજા પામેલા ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે. તો પીએમઓ ઓફિસ તરફથી મૃત્યુ પામલે દર્દીઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દર્દીઓને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. ત્યારે સવાલ છે કે, જે રકમ ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા જે રકમ જાહેર કરવામાં આવે છે, તે કોરોનાના દર્દીઓના બનતા બિલ સામે સાવ ચણામમરા જેવી છે. ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનું બિલ લાખો રૂપિયામાં બનતું હોય છે. કોરોનાના દર્દીને હોસ્પિટલમાં રાખવાનો એક દિવસનો ચાર્જ જ હજારોમાં વસૂલાતો હોય છે અને જ્યારે દર્દી હોસ્પિટલ છોડીને જાય છે ત્યારે લાખોનું બિલ ચૂકવીને બહાર નીકળે છે.  
Aug 6,2020, 14:17 PM IST
આગ લાગ્યા બાદ જ સરકાર કૂવો ખોદવા નીકળે છે, સુરત આગકાંડમાં પણ એવુ જ થયું હતું
અમદાવાદની શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં લાગેલી આગ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો અને રાજ્યની બીજી હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટીની સુવિધા માટે વિશેષ ચેકિંગ હાથ ધરાશે. હોસ્પિટલ (Ahmedabad Hospital Fire) માં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે ચેકિંગ હાથ ધરાશે. તેમજ ફાયર સેફ્ટીની પુરતી સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે તેવી સૂચના આપી દેવાઈ છે. પરંતુ જમીની હકીકત એ છે કે, સરકાર આગ લાગ્યા પછી જ કૂવો ખોદવા નીકળે છે. સુરતમાં તક્ષશિલા આગકાંડ પણ આવુ જ થયું હતું. પરંતુ સરકાર સુરતની ઘટનાથી કોઈ બોધપાઠ લઈ શકી નથી. ગુજરાતમાં સંખ્યાબંધ ઈમારતો, હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નથી. આ ઈમારતો ફાયર સેફ્ટી વગર ધમધમે છે. સુરત અગ્નિકાંડ (surat fire tragedy)  બાદ પણ આવી જ રીતે ચેકિંગના આદેશો અપાયા હતા. સરકારની આવી જ બેદરકારીને કારણે એક વર્ષ પહેલા 22 માસુમો જીવતા ભૂંજાયા હતા, અને આજે 8 કોરોનાના દર્દીઓને આગની જ્વાળામાં લપેટાયા બાદ મોતના મુખમાં ગયા છે. પરંતુ સવાલ એ છે કે, ક્યારે તંત્ર જાગશે. તંત્રની આંખ ખોલવા માટે આવી ઘટના બનતી રહેવી જોઈએ? ઘટનાઓ બાદ સરકારી બાબુઓ પાછા આળસ મરોડીને ખુરશી પર બેસી જાય છે. જો સમયાંતરે આ બાબતે ચેકિંગ કરવામાં આવે તો ગુજરાત દર વર્ષે આવી ઘટનાઓનું સાક્ષી નહિ બને.  
Aug 6,2020, 12:55 PM IST

Trending news