આખા અમદાવાદની હવે AI નજર રાખશે! જાણો શું છે પોલીસના આ હાઈટેક પ્રોજેક્ટની વિશેષતા?

અમદાવાદમાં પણ નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લોકો ની સુરક્ષા માટે અલગ અલગ કાર્યો કરવામાં આવી રહ્યું છે. અને વધુ કેટલાક પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ હવે AI એટલે કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ નો ઉપયોગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર નજર રાખશે. 

આખા અમદાવાદની હવે AI નજર રાખશે! જાણો શું છે પોલીસના આ હાઈટેક પ્રોજેક્ટની વિશેષતા?

ઉદય રંજન/અમદાવાદ: વિદેશોમાં જોવા મળતી ટેકનોલોજી એન ફિલ્મમાં જોવા મળતી ટેકનોલોજી હવે અમદાવાદ પોલીસે પાસે પણ આવી ચુકી છે. શહેર વધતા જતા વ્યાપ સાથે પોલીસ પણ હવે હાઈટેક થઈ રહી છે. ગુનેગાર પોલીસની નજરથી સહેજ પણ બચી શકશે નહીં. નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ એ શહેરના ખુણે ખુણે આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ હેઠળ કેમેરા લગાવ્યા છે. જે ગુનેગાર પર બાજ નજર રાખશે. આ સિવાય પણ પોલીસ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અનેક પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. 

સ્માર્ટ પોલીસિંગ અને સલામતી વ્યવસ્થાપન માં મદદ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્ભયા ફંડ હેઠળ 8 શહેરમાં સેફ સિટી પ્રોજેક્ટ ને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લોકો ની સુરક્ષા માટે અલગ અલગ કાર્યો કરવામાં આવી રહ્યું છે. અને વધુ કેટલાક પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ હવે AI એટલે કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ નો ઉપયોગ કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર નજર રાખશે. 

પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ 100 જેટલા સ્થળોને ક્રાઇમ સ્પોટ તરીકે નક્કી કરવામાં આવ્યાં છે. જ્યાં ગંભીર પ્રકારના ગુનાઓ અવારનવાર બનતા હોય છે અને લોકોની અવર જવર પણ વધારે જોવા મળતી હોય છે. આ તમામ જગ્યાએ પોલીસ એ AI પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ કેમેરા ની વિશેષતાની વાત કરીએ તો પોલીસને અનેક રીતે તે ઉપયોગી બની રહે છે. 

શું છે આ AI પ્રોજેક્ટ ની વિશેષતા
- ભીડભાડ વાળી જગ્યા એ પોલીસને આ કેમેરા બની રહેશે ઉપયોગી
- ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીને સેકન્ડોમાં આ કેમેરા ઓળખી દેશે
- એક સેકન્ડમાં 90 જેટલા ફોટો કેમેરામાં થાય છે કેપ્ચર
- 360 ડિગ્રીથી આ કેમેરા ચારેય તરફ નજર રાખી શકે છે
- બ્લર થઇ ગયેલ કે ન દેખાતી નંબર પ્લેટ એક જ ક્લીક માં જોઇ શકાય છે
- અંધારા માં પણ કેમેરામાં કેદ થયેલ વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ કરી શકાય છે
- ચોક્કસ વાહનને એક જ ક્લીકમાં કરી શકાય છે ટ્રેક
- પાર્કિગ ને અડચણરૂપ વાહનો પણ કેમેરામાં થઈ જાય છે ક્લિક
- 50 ફૂટ થી પણ વધારે દૂર રહેલા વાહન કે વ્યક્તિને સ્પષ્ટપણે કેમેરાની મદદથી જોઈ શકાય છે.
- ઇમરજન્સી કોલ બોક્સ લગાડવામાં આવ્યા 
- પબ્લીક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવી 
- AI કેમરા સિસ્ટમ થી એક લાખ ની ભીડમાંથી તમામના ફોટો લઇ શકશે

હાલમાં પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં 737 કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અને પ્રાથમિક તબક્કે આ પ્રોજેક્ટની શરૂઆત પણ થઇ ગયો છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે સોફ્ટવેરની મદદથી જો કોઈ પણ વાહનની નંબર પ્લેટ જોઈ શકાતી ન હોય પરંતુ વાહન સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તો એક જ ક્લીક થી તેનો રજીસ્ટ્રેશન નંબર જાણી શકાય છે. 

આ સિવાય પણ વાત કરીએ તો શહેરના અલગ અલગ વિસ્તાર કે જ્યાં મહિલાઓ, સીનીયર સીટીઝનની અવર જવર વધારે જોવા મળે છે તેવા વિસ્તારોમાં ઇમરજન્સી કોલ બોક્સ સીસ્ટમ લગાવવામાં આવી છે...આ સીસ્ટમ થી ગણતરીની સેકન્ડમાં જે તે વ્યક્તિને પોલીસ મદદ પુરી પાડશે. ઇમરજન્સી સીસ્ટમ બોક્સ પર લખેલા હેલ્પ બટન પર ક્લિક કરવાથી સીધો જ વીડિયો કોલ પોલીસ કંટ્રોલ રૂમમાં લાગશે. અને ત્યાં બેઠેલા પોલીસ કર્મી જે તે વ્યક્તિ સાથે વાત કરી શકે. 

એટલું જ નહીં વીડિયો કોલની મદદથી જે તે વ્યક્તિ કેવી પરિસ્થિતિમાં છે તેનો પણ અંદાજ મેળવી શકાય છે. આ કોલ મારફતે ફોન કરનાર વ્યક્તિ સેકન્ડમાં પોલીસની મદદ મેળવી શકશે. જો ફોન કરનાર વ્યક્તિ કઈ જગ્યાએ છે તેનું લોકેશન ખબર ના હોય તો પોલીસ કોલ ને ટ્રેક કરીને કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ જાતે જ તે વ્યક્તિ નું લોકેશન મેળવી શકશે. અને નજીકમાં રહેલ પોલીસને જાણ કરી શકશે. 

અમદાવાદ પોલીસ એ અનેક જગ્યાએ પલ્બીક એડ્રેસીંગ સીસ્ટમ પણ લગાવી છે. જે સીસ્ટમ મારફતે જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ અધિકારી જો કોઈ મેસેજ લોકો સુધી પહોચાડવા માંગી રહ્યા છે તો તે મેસેજ મોકલી શકે છે. લાઉડ સ્પીકર મારફતે પોલીસ અધિકારી તેમનો સંદેશો લોકો સુધી પહોંચાડી શકે છે. પોલીસના નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ પોલીસ ને તો અનેક રીતે મદદરૂપ થઇ રહ્યા છે. પરંતુ નાગરિકો માટે પણ ઘણા જ લાભદાયી છે. જેનાથી શહેરમાં ગુનાખોરી પણ ચોક્કસથી અંકુશ લાવી શકાશે. અને ગંભીર ગુનાના આરોપીઓ પણ સેકન્ડોમાં પોલીસની પકડમાં આવી શકે છે. આ આખો પ્રોજેક 220 કરોડનો છે જે એક ખાનગી કામોની ને ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે નજીકના દિવસમાં જ આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થઇ જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news