Tree falls News

અમદાવાદમાં ગુરુવારે રાત્રે વરસાદનું તાંડવ, સરખેજમાં 3.5 ઈંચ વરસાદ, ઠેરઠેર
અમદાવાદ (Ahmedabad) શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલની વચ્ચે ગુરુવારે રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ગત મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં એકથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. તો માત્ર સરખેજ (Sarkhej) વિસ્તારમાં જ એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. તો વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધારાશાયી થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. 
Sep 27,2019, 7:46 AM IST
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર, કપરાડમાં 4 ઈંચ, ઉનામાં 5 ઈંચ વરસાદ
Aug 2,2019, 13:54 PM IST

Trending news