ગરમી વચ્ચે પડશે વરસાદ, હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે કરી આગાહી

ગરમી વચ્ચે પડશે વરસાદ, હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે કરી આગાહી
  • માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 43 ડિગ્રી જેટલી ગરમી પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી
  • કચ્છમાં વંટોળ સાથે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જોકે, વરસાદનું પ્રમાણ ઓછું અને ધૂળનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા છે

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતભરમાં આજથી ગરમીનું જોર વધશે. માર્ચ મહિનાના અંત સુધીમાં ગુજરાતના અનેક શહેરોમાં 43 ડિગ્રી સુધી તાપમાન જવાની આગાહી છે. પરંતુ આ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી અનુસાર, 19થી 22 માર્ચ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે. આ માવઠાની સીધી અસર ગુજરાતના હવામાન (Weather Forecast) પર પડશે. સાથે જ ખેડૂતના ઉભા પાકને પણ નુકસાનની ભીતી સેવાઈ રહી છે. 

આ પણ વાંચો : કડીનો પટેલ પરિવાર બન્યો હેવાન, ગળુ દબાવીને એક માસની દીકરીને મારી નાંખી 

આવતીકાલથી રાજ્યમાં ગરમી વધશે 
જાણીતા હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે , રાજ્યમાં આજથી તાપમાનમાં ભારે વધારો થશે. રાજ્યમાં આજથી ગરમી વધશે. પરંતુ આ વચ્ચે દેશમાં 19 તારીખ થી 22 તારીખ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. દિલ્હીમાં પ્રદૂષણની માત્રામાં પણ વધારો થશે તેવી ચેતવણી અંબાલાલ પટેલે આપી છે. માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 43 ડિગ્રી જેટલી ગરમી પડવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. 

આ પણ વાંચો : કોરોના કેસ મામલે સુરત અમદાવાદથી આગળ નીકળી ગયુ, સ્કૂલોમાં સંક્રમણ વધ્યું 

વંટોળ સાથે વરસાદ આવશે 
તેમણે જણાવ્યું કે, ગલ્ફ તરફથી ધૂળની સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આવ્યા કરશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેશે. આ સાથે જ ઉષ્ણતાપમાનમાં વધારો થશે. તો સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં 19 થી 22 માર્ચ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા છે. જેમાં ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, રજસ્થાનમાં તેની અસર જોવા મળશે. કચ્છમાં વંટોળ સાથે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. જોકે, વરસાદનું પ્રમાણ ઓછું અને ધૂળનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news