નાણા મંત્રી News

મહારાષ્ટ્રમાં સરકાર કોની? શરદ પવારે PM મોદી સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યે અનેક દિવસો વીતી ગયા છતાં હજુ સરકાર બનાવવાના કોઈ સમીકરણો જોવા મળતા નથી. શિવસેના અને એનસીપી કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની અટકળો વચ્ચે શરદ પવારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બેઠકમાં વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણને પણ બોલાવવામાં આવ્યાં. એવી અટકળો છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતો માટે કોઈ પેકેજની જાહેરાત થાય. મીટીંગ બાદ શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોના મુદ્દે વડાપ્રધાન સાથે ચર્ચા થઈ. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કેન્દ્રની મદદ મળવી જોઈએ. શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 30 નવેમ્બરના રોજ વસંતદાદા શુગર મીલના એક કાર્યક્રમ માટે આમંત્રણ પણ આપ્યું છે. 
Nov 20,2019, 15:34 PM IST
કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનું પગલું ઐતિહાસિક, મેક ઈન ઈન્ડિયાને મળશે પ્રોત્સાહન
નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણયની ઉદ્યોગ જગતથી લઈને ચારેબાજુ વાહ વાહ થઈ  રહી છે. શેરબજારે પણ તેમના આ નિર્ણયને મન દઈને આવકાર્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યાં છે. ફાઈનાન્સ મિનિસ્ટર દ્વારા કરાયેલી જાહેરાતોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે.  તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવો એ એક ઐતિહાસિક નિર્ણય છે. તેનાથી મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે (#MakeInIndia). પીએમ મોદીએ લખ્યું કે 5 ટ્રિલીયન અર્થવ્યવસ્થા માટે આ એક સારું પગલું છે અને અમારી સરકાર બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે દરેક પગલું ઉઠાવશે. 
Sep 20,2019, 15:31 PM IST

Trending news