ભાજપ પ્રદેશ અધ્યક્ષ News

પાટીલે જુનાગઢના ભાજપના કાર્યકર્તાઓનો ક્લાસ લીધો, લોકોના કામ કરવા ટકોર કરી
2022ની વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો જીતવાનો ગુજરાત પ્રદેશ ભાજપે ટાર્ગેટ રાખ્યો છે તેવો જૂનાગઢમાં અભિવાદન સમારોહમાં ભાજપના નવા પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) હુંકાર કર્યો છે. સીઆર પાટીલે કાર્યકર્તાઓને કહ્યું કે, કાર્યકરોની મહેનતથી આપણે તમામ સીટો જીતી શકીશું. વધુમાં સીઆર પાટીલે કાર્યકરોને કહ્યું કે, તમે 1 કરોડ 13 લાખ પ્રાથમિક સદસ્યો પોતાના ઘરમાંથી અને પોતાના ઘરનો સભ્ય બનાવી લીધો હોય, તો એક તમારો અને એક કોઈ બીજાનો એમ માત્ર બે મત અપાવી દો. તો 182 સીટ પર ભારતીય જનતા પાર્ટી 100 ટકા ગુજરાતમાં દરેક સીટ જીતી શકશે. સીઆર પાટીલે કહ્યું કે, ઘણાને એવું લાગશે અહીંયાં કે આ પ્રમુખ થઈ ગયો એટલે આ ભાઈને કંઈક નશોબશો ચઢી ગયો લાગે છે અને 182 સીટની વાત કરે છે. આજ દિન સુધી કોઈ રાજ્યની અંદર કોઈ મોટા રાજ્યમાં કોઈ પણ પાર્ટી (Gujarat BJP) એ પૂરેપૂરી 100 ટકા સીટ જીતી જ નથી. પણ તમને યાદ કરાવી દઉં કે તમે લોકોએ બે વાર 26માંથી 26 સીટ લોકસભામાં જીત્યા છો અને આ તમારી તાકાતનો અંદાજ તમને છે કે નહિ મને ખબર નથી પણ મને છે.
Aug 20,2020, 11:43 AM IST
મોદી જેવી સ્ટ્રેટેજી અપનાવીને સૌરાષ્ટ્ર પ્રવાસે ઉપડશે સીઆર પાટીલ
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) આવતીકાલથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરી સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કરશે. 19, 20 અને 21 ઓગસ્ટના રોજ તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થાનોની મુલાકાત લેશે. સાથે જ સૌરાષ્ટ્રના સહકારી આગેવાનો, સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે પણ બેઠક કરશે. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા માત્ર યાત્રા નહિ, પરંતુ આવતા દિવસોમાં થનાર ચૂંટણીઓ માટે મહત્વ પૂર્ણ સાબિત થશે. અગાઉ નરેન્દ્ર મોદી (Narendra Modi)  જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે યાત્રાઓ યોજતા તે સ્ટાઇલથી આ પ્રવાસ યોજાશે. જે ભાજપમાં નવો ચીલો ચાતરનારી બાબત બની રહેશે. ત્યારે પાટીલની આ સ્ટ્રેટેજી ભાજપને ફાયદો કરાવી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રમાં ભાજપ (Gujarat BJP) ને મજબૂત બનાવી શકે છે. 
Aug 18,2020, 13:26 PM IST
ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટીલના ભાઈને કોરોના થયો
Aug 4,2020, 9:28 AM IST
કેતન ઇનામદારનાં રાજીનામા મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષની પત્રકાર પરિષદ
Jan 23,2020, 0:00 AM IST

Trending news