સ્વાગત સમારોહમાં ફોડાયેલા ફટાકડાથી ઈજાગ્રસ્ત થયા સીઆર પાટીલ, તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા

અભિવાદન સમયે પુષ્પ વર્ષા માટે રાખેલ ગનમાંથી વિસ્ફોટ થયો હતો, ફટાકડું ફૂટીને તેમની આંખમાં ગયું હતું

Updated By: Aug 19, 2020, 04:10 PM IST
સ્વાગત સમારોહમાં ફોડાયેલા ફટાકડાથી ઈજાગ્રસ્ત થયા સીઆર પાટીલ, તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા

બ્રિજેશ ગાંધી/રાજકોટ :ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સોમનાથમાં સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ મહાદેવ (somnath temple) ના દર્શન કરી સીઆર પાટીલે સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સીઆર પાટીલ આજથી 22 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. ધાર્મિક સ્થાનો, સહકારી આગેવાનો, સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે પણ બેઠકો યોજશે. સીઆર પાટીલની આ સૌરાષ્ટ્ર યાત્રા આવનારી ચૂંટણીઓ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે. ત્યારે સોમનાથમાં સ્વાગત કાર્યક્રમ દરમિયાન સીઆર પાટીલ ઈજાગ્રસ્ત થયા હતા. સીઆર પાટીલના સ્વાગતમાં ફોડવામાં આવેલ ફટાકડો તેમની આંખમાં પડ્યો હતો. 

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું

ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ફટાકડાને કારણે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના સ્વાગતના ઉન્માદમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડું ફૂટીને તેમની આંખમાં ગયું હતું. જેથી ઈજાગ્રસ્ત થયેલા ભાજપના પ્રદેશ પ્રમુખને આંખના સર્જન પાસે સારવાર અર્થે લઈ જવાયા હતા. તેમના અભિવાદન સમયે પુષ્પ વર્ષા માટે રાખેલ ગનમાંથી વિસ્ફોટ થયો હતો. 

અમદાવાદની આ હોટલમાં રોકાયો હતો ગોરધન ઝડફિયાને મારવા આવેલો શાર્પશૂટર

રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષના આગમન પહેલા જિલ્લા ભાજપ સંગઠન વધુ મજબૂત થયું હતું. રાજકોટ જિલ્લાના શ્રી કૃષ્ણ સંગઠન ગ્રુપના પ્રમુખ અર્જુનભાઇ ડવ સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા હતા. આહીર સમાજના યુવાનોનું મોટું સંગઠન જિલ્લા ભાજપમાં જોડાયું છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખે ખેસ પહેરાવી તમામનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. સૌરાષ્ટ્ર પર પકડ મજબૂત કરવાના ઈરાદાથી હાલ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. 

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

ગુજરાતના નેતાની હત્યા કરવા આવેલા શાર્પશૂટરનું ATS અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ

અહીં કોને પડી છે કોરોનાની...? સોમનાથ ત્રિવેણી સંગમના દ્રશ્યોમાં બધુ જ ભૂલાયું 

આત્મહત્યાનો હચમચાવી દે તેવો કિસ્સો, 3 વર્ષની દીકરીને પાંચમા માળથી ફેંક્યા બાદ માતાએ છલાંગ લગાવી 

બીડી મૂકેલા ઑક્સીમીટરના વાયરલ વીડિયોનું સત્ય શોધી કઢાયું, રિયાલિટી ચેકમાં થયો મોટો ખુલાસો

આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ 

એક ક્લિકમાં જાણો ગુજરાતના Monsoon Updates, ક્યાં કેટલો વરસાદ?

બુદ્ધેશ્વર મહાદેવના ચરણ સ્પર્શ કરતા જ સુરતની કિમ નદીના પૂરના પાણી ઓસરી જાય છે... 

અમદાવાદની આ હોટલમાં રોકાયો હતો ગોરધન ઝડફિયાને મારવા આવેલો શાર્પશૂટર

છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી