શ્રાવણ News

શ્રાવણમાં અહીં મહાદેવને રોજ ચઢાવાય છે 11 હજાર રોટલીઓ... ગુજરાતનું અનોખું શિવ મંદિર
Shravan 2024 પ્રેમલ ત્રિવેદી/પાટણ : હિન્દુ ધર્મના સૌથી પવિત્ર એવા શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે. શિવમંદિરો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. જ્યાં શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચામૃત અને બીલીપત્રોનો અભિષેક કરી રહ્યા છે. પરંતુ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે ભોળનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?... જીહાં, આજે અમે આપને એવા શિવમંદિર પર લઈ જઈશું જ્યાં શિવજી પર રોટલીનો અભિષેક કરાય છે. આ મંદિર આવેલું છે પાટણના અંબાજી નેળીયા વિસ્તારમાં. અહીં રોટલીયેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. આ શિવલિંગ પર રોજની 50, 100 કે 500 રોટલી નહિ પણ રોજની 11 હજાર જેટલી રોટલીઓનો અભિષેક કરવામાં આવે છૅ, જે આખા શ્રવણ માસમાં 1 લાખ 11 હજાર રોટલીઓનો અભિષેક કરાશે. ત્યારે રોટલીઓના અભિષેક થકી મુંગા પશુઓની ભૂખ સંતોષવામાં આવશે. કેમ કે દરરોજ જે રોટલીઓ શિવજી પર અભિષેક કરાશે તે તમામ રોટલીઓ મુંગા પશુઓને ખવડાવવામાં આવશે. 
Aug 7,2024, 9:03 AM IST
Shravan : અલગ-અલગ મનોકામના માટે શિવલિંગ પર ચઢાવો અલગ-અલગ વસ્તુઓ, ઈચ્છાપ્રાપ્તિ થશે
Shravan Somvar 2023: પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભક્તિ ચરમસીમાએ પહોંચી જાય છે. શ્રાવણ માસમાં સોમવારે ભગવાન શિવશંકરની પૂજા આરાધનાનું વિશેષ મહાત્મય છે. શિવમંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી રહ્યો છે. ત્યારે એ વાત પણ જાણવા જેવી છેકે, શિવજીને કઈ વસ્તુઓ પસંદ છે. ભગવાન ભોળાનાથને કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર અને જ્યોતિષાચાર્યોના કથાનાનુસાર ભગવાન ભોળાનાથ તેમના નામ પ્રમાણે ખુબ ભોળા છે. આમ તો તેમને જે કંઈ પણ સાચા મનથી અર્પણ કરવામાં આવે તેઓ એનાથી જ પ્રસન્ન થઈને તમારો મનોરથ પુરો કરે છે. શાસ્ત્રોના અનુસાર અલગ-અલગ મનોકામનાને પૂરી કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ભગવાન શિવ પર અભિષેક કરવું જોઈએ. અને આ વસ્તુ ઓને અભિષેક કરવાથી તમારી મનો કામના ઝડપથી પૂરી થશે.
Aug 26,2023, 8:40 AM IST
સરરર... સરરર.. મારું ચકડોળ ચાલે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાળક બનીને ચકડોળમાં ફર્ય
Aug 18,2022, 11:40 AM IST

Trending news