OMG! ગજબનું વાહન લોન્ચ થયું, 3 વ્હીલર માત્ર 3 મિનિટમાં સ્કૂટર બની જશે, Video જોઈને માથું ખંજવાળશો
SURGE S32: આ વાહન ટુ વ્હીલર અને થ્રી વ્હીલર એમ બંને રીતે કામ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ થ્રી વ્હીલર સરળતાથી ટુ વ્હીલરમાં પણ ફેરવાઈ જાય છે. એટલું જ નહીં તે એક કાર્ગો થ્રી વ્હીલર છે. બિઝનેસમેન હર્ષ ગોયંકાએ પણ સોશિયલ મીડિયામાં આ વાહનનો એક વીડિયો શેર કર્યો છે.
Trending Photos
ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં અનેક કંપનીઓ અલગ અલગ પ્રયોગો કરી રહી છે. જેથી કરીને લોકોના જીવન સરળ બની શકે. આ સાથે જ ઓછા ખર્ચે તેમને સારું વાહન પણ મળી શકે. આ જ કડીમાં હવે હીરોએ પણ એક એવું ઈલેક્ટ્રિક વ્હીકલ રજૂ કર્યું છે કે તેના વિશે જાણીને તમે અચંબિત થઈ જશો. આ વાહન ટુ વ્હીલર અને થ્રી વ્હીલર એમ બંને રીતે કામ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ થ્રી વ્હીલર સરળતાથી ટુ વ્હીલરમાં પણ ફેરવાઈ જાય છે. એટલું જ નહીં તે એક કાર્ગો થ્રી વ્હીલર છે. બિઝનેસમેન હર્ષ ગોયંકાએ પણ સોશિયલ મીડિયામાં આ વાહનનો એક વીડિયો શેર કર્યો છે.
હીરો કંપનીએ આ અનોખા ઈલેક્ટ્રિક વ્હીકલને (SURGE) નામ આપ્યું છે. આ વ્હીકલની આ SURGE S32 સિરીઝ છે. સર્જ S32 દુનિયાનું પહેલું ક્લાસ શિફ્ટિંગ વ્હીકલ છે. જે ગ્રાહકોને કમાણી કરવાની સાથે જ તેમની જીવનશૈલીને પણ સારી બનાવવાનું કામ કરે છે. ગોયંકાએ જે વીડિયો શેર કર્યો છે તેને જોઈને તમે એ વાતનો અંદાજો લગાવી શકશો કે આ કેટલી જબદસ્ત ટેક્નોલોજીવાળું વ્હીકલ છે. હાલ તેની કિંમત અને લોન્ચિંગ ડેટ વિશે કોઈ જાણકારી જો કે સામે આવી નથી.
#Hero has unveiled a revolutionary three-wheeler that transforms into a two-wheeler, showcasing the innovative spirit and ingenuity of Indian engineering. It's amazing to witness such groundbreaking advancements. #Innovation #MakeInIndia 🇮🇳 🛵 pic.twitter.com/yHJPzys5kb
— Harsh Goenka (@hvgoenka) January 26, 2024
હકીકતમાં આ કાર્ગો થ્રી વ્હીલરની અંદર જ ટુ વ્હીલર કે એક સ્કૂટર છૂપાયેલું હોય છે. પહેલા તે એક થ્રી વ્હીલ હોય છે જેની ફ્રન્ટ સીટ પર 2 લોકોના બેસવાની જગ્યા છે. પરંતુ જ્યારે તેમાંથી સ્કૂટર બહાર આવે છે તો તેમાં સીટિંગ કેપેસિટી સ્કૂટરની સીટ પર શિફ્ટ થઈ જાય છે. થ્રી વ્હીલરમાંથી ટુ વ્હીલર બનવામાં તેને ફક્ત 3 મિનિટનો સમય લાગે છે. આ સાથે જ એડોપ્ટિવ કંટ્રોલ અને સેફ ઓપરેશન્સના બટન અપાયા છે. તેને કોઈ પણ એરિયામાં કન્વર્ટ કરી શકાય છે. કંપની આ સિરીઝના કુલ 4 વેરિએન્ટ લોન્ચ કરશે.
તેના ટેક્નિકલ સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો S32માં થ્રી વ્હીલર અને ટુ વ્હીલર માટે અલગ અલગ પેરામીટર્સ મળે છે. જ્યારે તે થ્રી વ્હીલર હોય ત્યારે તેમાં 10KW નો પાવર મળે છે. તેના માટે તેને 11Kwh ની બેટરી સાથે જોડવામાં આવ્યું છે. તેની મહત્તમ સ્પીડ 50 કિમી પ્રતિ કલાક છે. અને તે 500 કિલોગ્રામ વજન ઉઠાવી શકે છે. હવે વાત કરીએ આ ટુ વ્હીલર પેરામીટર્સની તો તેમાં 3 Kw નો પાવર મળે છે. તેના માટે તેને 3.5 Kwh ની બેટરી સાથે જોડવામાં આવેલું છે. તેની મહત્તમ સ્પીડ 60 કિમી પ્રતિ કલાક રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે