જીયો ફોન દિવાળી 2019 ઓફરઃ માત્ર ₹699મા મળશે Jio Phone

જીયો ફોનમાં 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂલ-કોર પ્રોસેસર અને 512 એમબી રેમ છે. તેમાં 2.4 ઇંચ ડિસ્પ્લે તથા 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનના સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે.

Updated By: Oct 1, 2019, 05:45 PM IST
જીયો ફોન દિવાળી 2019 ઓફરઃ માત્ર ₹699મા મળશે Jio Phone

નવી દિલ્હીઃ આ ફેસ્ટિવલ સિઝનમાં રિલાયન્સ જીયોનો સ્માર્ટ ફીચર ફોન 699 રૂપિયાની છૂટ પર ઉપલબ્ધ હશે. રિલાયન્સ જીયોએ પોતાના પ્રેસ સ્ટેટમેન્ટમાં ફોનની નવી કિંમતની જાહેરાત કરી છે. આ ફોન જુલાઈ 2017મા 1500 રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ પાછલા મહિને એક્સચેન્જ ઓફર પણ લોન્ચ કરી હતી ત્યારબાદ ફોનની ઇફેક્ટિવ પ્રાઇઝ 501 રૂપિયા થઈ ગઈ હતી. 

જીયો ફોન દિવાળી 2019 ઓફિર
જીયો ફોન દિવાળી 2019 ઓફર હેઠળ આ ફોન ડિસ્કાઉન્ટ પ્રાઇઝ પર ઉપલબ્ધ છે. આ ઓફર માટે એક્સચેન્જની પણ જરૂર નથી. આ સિવાય કંપની યૂઝર્સને 700 રૂપિયાનો ડેટા બેનિફિટની પણ ઓફર આપી રહી છે. આ ઓફર 4 ઓક્ટોબરથી શરૂ થશે. 

જીયો ફોનમાં 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂલ-કોર પ્રોસેસર અને 512 એમબી રેમ છે. તેમાં 2.4 ઇંચ ડિસ્પ્લે તથા 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનના સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે. આ ફોનમાં 2000 એમએએચ બેટરી છે અને વાઈ-ફાઈ સપોર્ટ કરે છે. આ ફોન ફેસબુક, યૂટ્યૂબ અને વોટ્સએપ જેવી એપ સપોર્ટ કરે છે. રિલાયન્સ જીયોનો ફોન KaiOS રન કરે છે. 

જીયો ફોન 22 ભારતીય ભાષાઓના સપોર્ટની સાથે આવે છે. તેમાં ગૂગલ આસિસ્ટન્ટ પણ સપોર્ટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટ અને ટીવીને એક કેબલથી કનેક્ટ કરી કન્ટેન્ટને ટીવી પર મિરર કરી શકાય છે. જીયો ફોનમાં જીયો સિનેમા, જીયો મ્યૂઝિક, જીયો ટીવી અને JioXpressNews જેવી એપ ઇન્સ્ટોલ આવે છે. 

વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર