Motorola G8 પાવર લાઈટ ફોન લોન્ચ થયો, જબરદસ્ત છે ખાસિયતો

હાલ દેશમાં સૌથી વધુ વેચાતા ફોન્સમાં મોટોરોલા બ્રાન્ડ પણ સામેલ છે. લિનોવોના પ્રભુત્વવાળી મોટોરોલાએ હવે આ સિરીઝમાં મોટો જી8 પાવર લાઈટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. પોતાના ગ્રાહકોને ધ્યાનમા રાખતા કંપનીએ ફોનમાં અનેક ફેરફાર કર્યા છે. આ સાથે જ કંપનીએ ફીચર્સ પણ એવા આપ્યા છે કે જે ખુબ આકર્ષક છે. 
Motorola G8 પાવર લાઈટ ફોન લોન્ચ થયો, જબરદસ્ત છે ખાસિયતો

નવી દિલ્હી: હાલ દેશમાં સૌથી વધુ વેચાતા ફોન્સમાં મોટોરોલા બ્રાન્ડ પણ સામેલ છે. લિનોવોના પ્રભુત્વવાળી મોટોરોલાએ હવે આ સિરીઝમાં મોટો જી8 પાવર લાઈટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. પોતાના ગ્રાહકોને ધ્યાનમા રાખતા કંપનીએ ફોનમાં અનેક ફેરફાર કર્યા છે. આ સાથે જ કંપનીએ ફીચર્સ પણ એવા આપ્યા છે કે જે ખુબ આકર્ષક છે. 

ફોનની ખાસ વાતો
સ્માર્ટફોનના પાછળના ભાગમાં ત્રણ રિયર કેમેરા અપાયા છે. તે 16 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા અને 5000 એમએએચ બેટરી સાથે આવેલા છે. 

આ છે સ્પેસિફિકેશન
મોટોના આ સ્માર્ટફોનમાં 6.5 ઈચ આઈપીએસ એલસીડી મેક્સ વિઝન પેનલ આપવામાં આવી છે. વોટરડ્રોપ નોચ ડિસ્પ્લેવાળી એચડી પ્લસ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 720x 1600 પિક્સલ છે. ફોનની સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 20: છે. હેન્ડસેટ રિસિસ્ટન્ટ ચેસિસની સાથે આવે છે. મોટો જી8 પાવર લાઈટનું ડાઈમેન્શન 164.94 x 75.76 x 9.2 મિલિમીટર છે. તેનું વજન લગભગ 200 ગ્રામ છે. 

જુઓ LIVE TV

કેમેરા ક્વોલિટી જબરદસ્ત છે
સ્માર્ટફોન ત્રણ રિયર કેમેરાવાળો છે. પાછળના ભાગ પર પ્રાઈમરી કેમેરા 16 મેગાપિક્સલનો છે. તે  एफ/ 2.0 અપર્ચર અને ફેસ ડિટેક્શન ઓટોફોકસથી લેસ છે. તેને સાથ આપશે એફ/2.4 અપર્ચરવાળો 2 મેગાપિક્સલનો માઈક્રો લેન્સ અને એફ/2.4 મેગાપિક્સલનો ડેપ્થ લેન્સ. એચડીઆર, બ્યુટી મોડ, ડ્યુઅલ કેમેરા બ્લર ઈફેક્ટ, ટાઈમર, પનોરમા, ગુગલ લેન્સ ઈન્ટીગ્રેશન આ ફોનના ભાગ છે. ફ્રન્ટ પેનલ પર 8 મેગાપિક્સલનું સેન્સર આપ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news