Reliance Jio Fiberના નવા દમદાર પ્લાન લોન્ચ, મળશે 30 દિવસની ફ્રી સર્વિસ
રિલાયન્સ જીયો ફાઇબરે ચાર નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આ પ્લાન 399 રૂપિયા, 699 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયાનો છે.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો ફાઇબર (Reliance JioFiber)ના યૂઝરો માટે સારા સમાચાર છે. કંપની પોતાના યૂઝરો માટે ચાર નવા પ્લાન લઈને આવી છે. આ પ્લાન 399 રૂપિયા, 699 રૂપિયા, 999 રૂપિયા અને 1499 રૂપિયાનો છે. નવા પ્લાનને લોન્ચ કરવાની સાથે કંપનીએ બધા નવા યૂઝરો માટે કોઈ શરત વગર 30 દિવસની ફ્રી ટ્રાયલની જાહેરાત કરી છે. તો આવે વિગતવાર જાણીએ કે જિયો ફાઇબરના નવા પ્લાનમાં શું લાભ મળી રહ્યો છે.
399 અને 699 રૂપિયા વાળા પ્લાન
જીયો ફાઇબરના 399 રૂપિયા વાળા પ્લાનમાં 30Mbps ની સ્પીડથી અનલિમિટેડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. પ્લાનના સબ્સક્રાઇબર્સ અનલિમિટેડ વોઇસ કોલિંગનો ફાયદો ઉઠાવી શકે છે. વાત જો 699 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો તેમાં તમને 100Mbpsની સ્પીડથી ટ્રૂલી અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં પણ તમને અનલિમિટેડ વોઇસ કોલિંગનો ફાયદો મળશે.
999 અને 1499 રૂપિયા વાળો પ્લાન
જીયો ફાઇબરના 999 રૂપિયા વાળા પ્લાનમાં 150Mbpsની ઇન્ટરનેટ સ્પીડ મળે છે. પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ બેનિફિટ પણ આપવામાં આવી રહ્યો છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને 1 હજાર રૂપિયાની કિંમત વાળી 11 ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન મળે છે.
આ DTH યૂઝર માટે દમદાર ઓફર, 4 રૂપિયા મહિનામાં ખાસ સર્વિસ
30 દિવસની ફ્રી ટ્રાયલ
જીયો ફાઇબર પોતાના નવા યૂઝરોને કોઈપણ શરત વગર 30 દિવસની ફ્રી ટ્રાયલ પણ ઓફર કરી રહી છે. તેમાં 150Mbpsની સ્પીડથી અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં કોઈપણ ચાર્જ વગર 4K સેટ ટોપ બોક્સની સાથે 10 ઓટીટી એપ્સનું એક્સેસ આપવામાં આવી રહ્યું છે. 30 દિવસની ફ્રી ટ્રાયલ સ્કીમની ખાસ વાત છે કે જો યૂઝરને પસંદ ન આવે તો તેને પરત કરી શકે છે.
કંપની 1 સપ્ટેમ્બરથી કનેક્શન અને પ્લાન એક્ટિવેટ કરાવનાર યૂઝરોને જીયો ફાઇબર 30 દિવસની ફ્રી ટ્રાયલ ઓફર કરી રહી છે. આ સાથે કંપની પોતાના હાલના યૂઝરોને નવા ટેરિફ પ્લાન વાળો ફાયદો આપવાની ઓફર કરવા માટે અપગ્રેડ કરી રહી છે. એટલું જ નહીં, 15થી 31 ઓગસ્ટ વચ્ચે પણ જીયો ફાઇબર સાથે જોડાનાર યૂઝરોને પણ My Jio વાઉચર તરીકે 30 દિવસની ફ્રી ટ્રાયલનો લાભ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે