Reliance Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર 75 રૂપિયામાં ફ્રી કોલિંગ અને ડેટાનો ફાયદો
રિલાયન્સ જીયોએ 1 ડિસેમ્બરથી પોતાના ટેરિફમાં વધારો કર્યો છે. હવે જીયોના દરેક પ્લાનના ભાવમાં 20 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીનો વધારો થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) ના રિચાર્જ પ્લાન 1 ડિસેમ્બરથી મોંઘા થઈ ગયા છે. જીયોના પ્લાન 700 રૂપિયા સુધી મોંઘા થયા છે. આ સિવાય જીયો કેટલાક નવા પ્લાન લઈને આવ્યું છે. સાથે આ પ્લાનમાં મળનાર બેનિફિટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમે જીયોનો સૌથી સસ્તો પ્લાન શોધી રહ્યાં છો તો અમે તમને જણાવશું કે ભાવ વધ્યા બાદ જીયોનો સૌથી સસ્તો પ્લાન ક્યો છે અને તેમાં શું-શું ફાયદા મળે છે.
75 રૂપિયાના પ્લાનમાં 23 દિવસની વેલિડિટી, ફ્રી કોલિંગ અને ડેટા
આ રિલાયન્સ જીયોનો હાલ સૌથી સસ્તો પ્લાન છે. આ જીયો ફોનનો પ્લાન છે. જીયોના 75 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 23 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં દરરોજ 100 MB ડેટા મળે છે. આ સિવાય અન્ય 200 MB ડેટા આપવામાં આવે છે. એટલે કે પ્લાનમાં કુલ 2.5GB ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં 50 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. સાથે પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. કિંમત વધ્યા પહેલા રિલાયન્સ જીયોના 75 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળતી હતી. આ સિવાય પ્લાનમાં કુલ 3 જીબી ડેટા આપવામાં આવતો હતો.
આ પણ વાંચોઃ Jio ના દમદાર ત્રણ પ્લાન, ઓછી કિંમતમાં હાઈ સ્પીડ ડેટા, ફ્રી કોલિંગ સહિત મળશે અન્ય બેનિફિટ્સ
119 રૂપિયાવાળો પ્લાન, 21GB ડેટા અને ફ્રી કોલિંગ
રિલાયન્સ જીયોનો આ પ્લાન પહેલા 98 રૂપિયાનો હતો. હવે આ પ્લાન 119 રૂપિયાનો થઈ ગયો છે. આ પ્લાનમાં યૂઝર્સને 14 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5GB ડેટા આપવામાં આવે છે. એટલે કે પ્લાનમાં કુલ 21GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જીયોના આ પ્લાનમાં SMS મોકલવાની સુવિધા મળતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે